Bajaj Finance Q1 Results: બજાજ ફાઇનાન્સનો નફો 27% ઉછળીને 5986 કરોડને પાર, AUMમાં પણ જબરદસ્ત વધારો | Moneycontrol Gujarati
Get App

Bajaj Finance Q1 Results: બજાજ ફાઇનાન્સનો નફો 27% ઉછળીને 5986 કરોડને પાર, AUMમાં પણ જબરદસ્ત વધારો

NBFC સેક્ટરની દિગ્ગજ કંપની બજાજ ફાઇનાન્સે શાનદાર Q1 પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નફો 27% વધીને 5986 કરોડ થયો છે, જ્યારે આવકમાં 20% નો ઉછાળો નોંધાયો છે. જાણો કંપનીના આર્થિક આંકડા અને શેરની સ્થિતિ.

અપડેટેડ 05:32:36 PM Jul 30, 2026 પર
Story continues below Advertisement
જૂન 2026 ક્વાર્ટરમાં બજાજ ફાઇનાન્સે જોરદાર નાણાકીય પ્રદર્શન કર્યું છે,, વાર્ષિક ધોરણે કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 27% થી વધુ ઉછળીને 5985.75 કરોડ પર પહોંચી ગયો છે.

Bajaj Finance Q1 Results: દેશની અગ્રણી નોન-બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની બજાજ ફાઇનાન્સએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (એપ્રિલ-જૂન 2026) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં આ પરિણામોને મંજૂરી મળ્યા બાદ તેને સત્તાવાર રીતે શેરબજારોને સુપરત કરવામાં આવ્યા છે. રોકાણકારો માટે આ પરિણામો ખૂબ જ સારા અને પ્રોત્સાહક રહ્યા છે, કારણ કે કંપનીના નફા અને આવક બંનેમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

નફો અને આવક: ડબલ ડિજિટ ગ્રોથ

જૂન 2026 ક્વાર્ટરમાં બજાજ ફાઇનાન્સે જોરદાર નાણાકીય પ્રદર્શન કર્યું છે,, વાર્ષિક ધોરણે કંપનીનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો 27% થી વધુ ઉછળીને 5985.75 કરોડ પર પહોંચી ગયો છે. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં આ આંકડો 4699.61 કરોડ હતો. કામગીરીમાંથી થતી કુલ આવક પણ લગભગ 20% વધી છે. તે ગત વર્ષના 19,372.67 કરોડથી વધીને આ વખતે 23,165.45 કરોડ નોંધાઈ છે.

ખર્ચ વધ્યો, પણ વ્યાજની આવકમાં પણ ઉછાળો

શેરબજારને આપેલી માહિતી મુજબ, કંપનીનો બિઝનેસ વધવાની સાથે ખર્ચમાં પણ વધારો થયો છે. જૂન 2026 ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ વધીને 15,022.53 કરોડ પર પહોંચ્યો છે, જે એક વર્ષ પહેલા 13,009.59 કરોડ હતો.


સામે પક્ષે, કંપનીની શુદ્ધ વ્યાજ આવકમાં વાર્ષિક ધોરણે 24% નો જંગી વધારો થયો છે અને તે 11,495 કરોડ પર પહોંચી છે. જૂન 2025 માં તે 9,270 કરોડ હતી.

AUM માં શાનદાર 23% નો વધારો

કોઈપણ NBFC માટે AUM ઘણો મહત્વનો આંકડો છે. બજાજ ફાઇનાન્સનું કુલ AUM વાર્ષિક ધોરણે 23% વધીને 4,00,389 કરોડના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. એક વર્ષ અગાઉ તે 3,25,438 કરોડ હતું. કંપનીમાં જૂન 2026 ના અંત સુધીમાં પ્રમોટર્સનો હિસ્સો 54.67% જળવાઈ રહ્યો છે.

એસેટ ક્વોલિટીમાં સુધારો

કંપનીના પરિણામોમાં સૌથી સારી વાત એ રહી છે કે કંપનીની લોન રિકવરીમાં સુધારો થયો છે, જેના કારણે ખરાબ લોનના આંકડાઓ ઘટ્યા છે.

ગ્રોસ NPA : જૂન 2026 માં ગ્રોસ NPA રેશિયો 1.20% નોંધાયો છે, જે ગયા વર્ષે 1.28% હતો.

નેટ NPA: નેટ NPA રેશિયો પણ 0.63% થી ઘટીને 0.49% પર આવી ગયો છે. NPAમાં થયેલો આ ઘટાડો એસેટ ક્વોલિટીમાં થયેલો મજબૂત સુધારો દર્શાવે છે.

શેરબજારમાં કેવો રહ્યો રિસ્પોન્સ?

30 જુલાઈના રોજ બજાજ ફાઇનાન્સનો શેર BSE પર 0.18% ની મામૂલી તેજી સાથે 1056.05 રૂપિયાના લેવલ પર બંધ રહ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન શેરે 1,067.05 રૂપિયાનો હાઈ અને 1,035.50 રૂપિયાનો લો બનાવ્યો હતો. નોંધનીય છે કે, 1 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા આ શેરનું કુલ માર્કેટ કેપિટલ 6.57 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ છે. છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો આ શેરે રોકાણકારોને લગભગ 13% નું શાનદાર રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો-IRFC Q1 Results: સરકારી રેલવે કંપનીને 1927 કરોડનો બમ્પર નફો, ઝીરો NPAનો રેકોર્ડ અકબંધ, જાણો પરિણામોની વિગત

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 30, 2026 5:32 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.