IRFC Q1 Results: સરકારી રેલવે કંપનીને 1927 કરોડનો બમ્પર નફો, ઝીરો NPAનો રેકોર્ડ અકબંધ, જાણો પરિણામોની વિગત | Moneycontrol Gujarati
Get App

IRFC Q1 Results: સરકારી રેલવે કંપનીને 1927 કરોડનો બમ્પર નફો, ઝીરો NPAનો રેકોર્ડ અકબંધ, જાણો પરિણામોની વિગત

સરકારી રેલવે ફાઇનાન્સ કંપની IRFC એ શાનદાર Q1 પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નફો 10% વધીને 1927 કરોડ રૂપિયા થયો અને 'ઝીરો NPA' નો રેકોર્ડ જાળવી રાખ્યો છે. જાણો ત્રિમાસિક પરિણામોની સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 04:40:57 PM Jul 30, 2026 પર
Story continues below Advertisement
કંપનીની નેટવર્થએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 30 જૂન 2026 ના રોજ પૂરા થતા ક્વાર્ટર સુધીમાં કંપનીની નેટવર્થ વધીને 58,791.95 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

IRFC Q1 Results: રેલવે સેક્ટરની દિગ્ગજ સરકારી ફાઇનાન્સ કંપની IRFCએ જૂન 2026 ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરી દીધા છે. રોકાણકારો માટે આ પરિણામો ખૂબ જ પ્રોત્સાહક રહ્યા છે. કંપનીના નફા અને આવકમાં શાનદાર ઉછાળો જોવા મળ્યો છે. સૌથી મોટી અને નોંધનીય બાબત એ છે કે કંપનીએ ફરી એકવાર પોતાનો 'ઝીરો NPA' નો દરજ્જો જાળવી રાખ્યો છે. ચાલો જાણીએ આ પરિણામોની ડીટેલ્સ.

નફા અને આવકમાં જોરદાર ઉછાળો

જૂન ક્વાર્ટરમાં IRFC ના નાણાકીય આંકડા ખૂબ જ મજબૂત રહ્યા છે,, વાર્ષિક ધોરણે કંપનીનો ચોખ્ખો નફો 10.4% વધીને 1,927 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીનો નફો 1,745.69 કરોડ રૂપિયા હતો. કંપનીની આવકમાંપણ 19.46% નો મોટો ઉછાળો નોંધાયો છે. આવક વધીને 8,261.11 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે એક વર્ષ પહેલા 6,915 કરોડ રૂપિયા હતી. આ કંપનીના ઈતિહાસની સૌથી વધુ ત્રિમાસિક આવક છે.

નેટવર્થ પહોંચી રેકોર્ડ સ્તરે

કંપનીની નેટવર્થએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 30 જૂન 2026 ના રોજ પૂરા થતા ક્વાર્ટર સુધીમાં કંપનીની નેટવર્થ વધીને 58,791.95 કરોડ રૂપિયા થઈ ગઈ છે. માર્ચ 2026 ના અંતે આ આંકડો 56,748.76 કરોડ રૂપિયા હતો. કંપનીના જણાવ્યા અનુસાર, સ્થાપના થઈ ત્યારથી લઈને અત્યાર સુધીની આ સૌથી વધુ નેટવર્થ છે. સતત નફો કમાવવા અને એ નફાનું ફરીથી બિઝનેસમાં રોકાણ કરવાને કારણે બેલેન્સ શીટ વધુ મજબૂત બની છે.


'ઝીરો NPA' નો રેકોર્ડ અકબંધ

કોઈપણ ફાઇનાન્સ કંપની માટે તેનો NPAખૂબ જ મહત્વનો હોય છે. IRFC માટે સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે તેનું NPA હજુ પણ શૂન્યછે. એટલે કે, કંપનીની લોન બુકમાં એક પણ રૂપિયો ડૂબેલો કે ખરાબ લોન તરીકે નોંધાયેલો નથી.

જૂન ક્વાર્ટરમાં કંપનીનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 1.48% રહ્યું છે. કંપનીનું કુલ એસેટ અંડર મેનેજમેન્ટ 4.79 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે (જે માર્ચ ક્વાર્ટરના અંતે 4.85 લાખ કરોડ હતું).

મેનેજમેન્ટનો આઉટલુક અને ભવિષ્યની રણનીતિ

IRFC ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનોજ કુમાર દુબેએ આ પરિણામો અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2026-27 ની શરૂઆત અત્યંત શાનદાર રહી છે. આ ક્વાર્ટરમાં કંપનીએ અત્યાર સુધીની સૌથી વધુ આવક, નેટવર્થ અને નફો મેળવ્યો છે. કંપની હવે 'IRFC 2.0' રણનીતિ પર કામ કરી રહી છે, જે હેઠળ રેલવે સેક્ટર ઉપરાંત અન્ય મોબિલિટી અને તેને લગતા સેક્ટર્સમાં પણ બિઝનેસ ઝડપથી વધારવામાં આવી રહ્યો છે. તેમને આશા છે કે આ રણનીતિથી ભવિષ્યમાં નફો અને માર્જિન વધુ મજબૂત બનશે અને કંપની પોતાની 'ઝીરો NPA' ની નીતિ જાળવી રાખશે.

કેવો રહ્યો IRFC નો શેર?

શાનદાર પરિણામો હોવા છતાં, શેરબજારમાં રોકાણકારોનો ઉત્સાહ થોડો ફિક્કો જોવા મળ્યો હતો. પરિણામો બાદ શેર એક સમયે 1.67% જેટલો ગગડી ગયો હતો, પરંતુ બાદમાં મામૂલી રિકવરી સાથે 0.26% ના ઘટાડા સાથે 88.90 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. નોંધનીય છે કે છેલ્લા 1 વર્ષમાં આ શેરમાં 32.34% જેટલો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.

આ પણ વાંચો-Closing Bell : છેલ્લા કલાકોમાં આવેલી ખરીદીથી સેન્સેક્સ 273 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,300ની પાર, ઓટો શેરોમાં ધૂમ મચી

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Jul 30, 2026 4:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.