BEML Q3 Result: વર્ષના આધાર પર કંપનીને ₹22.4 કરોડની ખોટ થઈ, આવક 24% વધી | Moneycontrol Gujarati
Get App

BEML Q3 Result: વર્ષના આધાર પર કંપનીને ₹22.4 કરોડની ખોટ થઈ, આવક 24% વધી

BEML Q3 Result: ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 22.4 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 23.7 ટકા વધીને 1,083 કરોડ રૂપિયા પર રહી છે.

અપડેટેડ 02:51:31 PM Feb 06, 2026 પર
Story continues below Advertisement
BEML Q3 Result: બીઈએમએલ (BEML) એ 06 ફેબ્રુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

BEML Q3 Result: બીઈએમએલ (BEML) એ 06 ફેબ્રુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીને ક્વાર્ટરના આધાર પર ખોટ થઈ. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં ખોટ

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 22.4 કરોડ રૂપિયાની ખોટ થઈ છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 24 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 48 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 23.7 ટકા વધીને 1,083 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 875.8 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 999 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો ઘટાડો

વર્ષ દર વર્ષના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 94 ટકા ઘટાડાની સાથે 4 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 60.4 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 89 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 6.9 ટકા થી ઘટીને 0.3 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 8.9 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

LIC ના ક્વાર્ટર 3 ના પરિણામો બાદ શેરોમાં આવી તેજી, રોકાણકારોએ ખરીદારી માટે કરી પડાપડી

MoneyControl News

MoneyControl News

First Published: Feb 06, 2026 2:51 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.