સિપ્લાના બિઝનેસને અલગ અલગ માર્કેટ મુજબ જોઈએ તો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. જૂન ક્વાર્ટરમાં યુએસ માર્કેટમાં કંપનીનું વેચાણ $162 મિલિયન રહ્યું છે, જે $173 મિલિયનના અંદાજ કરતા ઓછું છે.
Cipla Q1 Results: મુંબઈની જાણીતી ફાર્મા કંપની સિપ્લાએ પોતાના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કરી દીધા છે. પરંતુ, આ પરિણામો બજારના અંદાજ કરતા નબળા આવતા રોકાણકારો નિરાશ થયા છે. રિઝલ્ટની જાહેરાત થતાની સાથે જ શેરબજારમાં સિપ્લાના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને NSE પર શેર 2% થી વધુ તૂટી ગયો હતો. ચાલો જાણીએ કંપનીના પરિણામોની વિસ્તૃત માહિતી.
નફામાં 39% નો મોટો ઘટાડો
જૂન 2026 ના ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 39% ઘટીને 789 કરોડ પર આવી ગયો છે. બજારના નિષ્ણાતોને આ નફો 923 કરોડ રહેવાનો અંદાજ હતો, એટલે કે નફો ધારણા કરતા ઘણો ઓછો રહ્યો છે. ખાસ વાત એ છે કે કંપનીનો ટેક્સ ખર્ચ 478 કરોડથી ઘટીને 295 કરોડ થયો હોવા છતાં નફામાં આ મોટો ઘટાડો નોંધાયો છે.
આવકની વાત કરીએ તો, કંપનીની આવક વાર્ષિક ધોરણે 2.3% વધી છે. તે અગાઉના 6,957.5 કરોડથી વધીને 7,119 કરોડ થઈ છે. જોકે, આ આંકડો પણ બજારના 7,342 કરોડના અંદાજ કરતા ઓછો જ રહ્યો છે.
EBITDA અને માર્જિનમાં પણ પડતી
કંપનીનો EBITDA વાર્ષિક ધોરણે 33% ઘટીને 1,192 કરોડ રહ્યો છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં તે 1,778.1 કરોડ હતો. બજારને તે 1,376 કરોડ રહેવાની આશા હતી. આ સાથે કંપનીનું EBITDA માર્જિન પણ એક વર્ષ પહેલાના 25.6% થી ઘટીને 16.7% પર આવી ગયું છે, જે બજારના 18.7% ના અનુમાન કરતા નીચું છે.
અમેરિકામાં વેચાણ ઘટ્યું, પણ ભારતમાં રેકોર્ડ કમાણી
સિપ્લાના બિઝનેસને અલગ અલગ માર્કેટ મુજબ જોઈએ તો મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. જૂન ક્વાર્ટરમાં યુએસ માર્કેટમાં કંપનીનું વેચાણ $162 મિલિયન રહ્યું છે, જે $173 મિલિયનના અંદાજ કરતા ઓછું છે. જોકે કંપનીની કુલ આવકમાં નોર્થ અમેરિકાનો હિસ્સો 22% રહ્યો છે. વન ઇન્ડિયા બિઝનેસ: રતમાં કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
ભારતીય બિઝનેસ વાર્ષિક ધોરણે 12% વધીને 3,452 કરોડ થઈ ગયો છે. આ વર્ટિકલ માટે અત્યાર સુધીની આ સૌથી વધુ ત્રિમાસિક આવક છે. કુલ આવકમાં ભારતીય બિઝનેસનો હિસ્સો સૌથી વધુ એટલે કે 48% રહ્યો છે.'વન આફ્રિકા' ની આવક લગભગ સ્થિર રહી છે અને માત્ર 1% વધીને $103 મિલિયન થઈ છે. જ્યારે ઉભરતા બજારો અને યુરોપની આવક 5% ના વધારા સાથે $106 મિલિયન નોંધાઈ છે.