IndusInd Bank Share Price: નફો 47% વધ્યો અને NPA ઘટ્યો, છતાં શેરમાં 6%નો કડાકો
ઇન્ડસઇન્ડ બેંકનો Q1 નફો 47% વધ્યો અને NPA ઘટ્યો હોવા છતાં શેરમાં 6% નો મોટો કડાકો બોલી ગયો. જાણો આ ઘટાડા પાછળનું અસલી કારણ અને બ્રોકરેજ હાઉસની લેટેસ્ટ સલાહ
પરિણામો સારા હોવા છતાં, અમુક વિદેશી બ્રોકરેજ હાઉસને બેંકના કોર માર્જિન અને ફી આવકને લઈને ચિંતા છે, જેના કારણે શેરમાં દબાણ આવ્યું છે.
IndusInd Bank Share Price: પ્રાઇવેટ સેક્ટરની દિગ્ગજ બેંક ઇન્ડસઇન્ડ બેંકના રોકાણકારો માટે 23 જુલાઈનો દિવસ અત્યંત નિરાશાજનક રહ્યો છે. બેંકે તેના એપ્રિલ-જૂન 2026 ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે બેંકનો નફો વધવા અને એસેટ ક્વોલિટી સુધરવા છતાં, શેરબજારમાં આ શેરમાં ભારે વેચવાલી જોવા મળી છે.
શેરમાં 6 ટકાથી વધુનો ઘટાડો
BSE પર ટ્રેડિંગ દરમિયાન ઇન્ડસઇન્ડ બેંકનો શેર પાછલા બંધ ભાવથી 6.4 ટકા ઘટીને 1001 રૂપિયાના નીચલા સ્તરે પહોંચી ગયો હતો. શેરમાં આવેલા આ મોટા કડાકાને કારણે બેંકની કુલ માર્કેટ કેપ ઘટીને 77,900 કરોડ રૂપિયા પર આવી ગઈ છે. ચાલો સમજીએ કે આટલા સારા આંકડા હોવા છતાં શેર કેમ તૂટ્યો.
કેવા રહ્યા Q1 રિઝલ્ટ?
જૂન 2026 ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ધોરણે બેંકનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 46.5 ટકા ઉછળીને 1002.50 કરોડ રૂપિયા થઈ ગયો છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં બેંકનો નફો 684.25 કરોડ રૂપિયા હતો. બેંકની ચોખ્ખી વ્યાજ આવકમાં 1 ટકાનો સામાન્ય વધારો નોંધાયો છે અને તે 4,684.7 કરોડ રૂપિયા રહી છે. બેંકની કુલ આવક 9 ટકા ઘટીને 13095.30 કરોડ રૂપિયા નોંધાઈ છે, જે ગયા વર્ષે 14420.12 કરોડ રૂપિયા હતી. શુદ્ધ વ્યાજ માર્જિન ગયા વર્ષના 3.46 ટકાથી સુધરીને 3.57 ટકા નોંધાયું છે.
એસેટ ક્વોલિટીમાં શાનદાર સુધારો
બેંકની લોનની વસૂલાતમાં સારો સુધારો દેખાયો છે,
ગ્રોસ NPA: વાર્ષિક ધોરણે 3.64 ટકાથી ઘટીને 3.25 ટકા રહી ગયો છે.
નેટ NPA: અગાઉના 1.12 ટકાની સામે ઘટીને માત્ર 0.95 ટકા પર આવી ગયો છે.
શેરમાં હવે શું કરવું?
પરિણામો સારા હોવા છતાં, અમુક વિદેશી બ્રોકરેજ હાઉસને બેંકના કોર માર્જિન અને ફી આવકને લઈને ચિંતા છે, જેના કારણે શેરમાં દબાણ આવ્યું છે. જાણો દિગ્ગજ બ્રોકરેજ હાઉસનો મત,,CLSA એ આ શેરનું રેટિંગ ઘટાડીને અંડરપરફોર્મ કરી દીધું છે. જોકે ટાર્ગેટ પ્રાઇસ વધારીને 925 રૂપિયા કર્યો છે. તેમનું માનવું છે કે નફો અપેક્ષા કરતા સારો છે, પરંતુ ફી આવક અને NIM માં સતત નબળાઈ ચિંતાનો વિષય છે.
આ બ્રોકરેજે અંડરવેઇટ રેટિંગ જાળવી રાખ્યું છે અને ટાર્ગેટ 820 રૂપિયા આપ્યો છે. એસેટ ક્વોલિટી સુધરી છે, પણ કોર માર્જિન ઘટ્યા હોવાનું તેમણે નોંધ્યું છે. બીજી તરફ, જેફરીઝ બેંકને લઈને એકદમ બુલિશ છે. તેમણે બાય રેટિંગ જાળવી રાખીને 1,250 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. તેમનું કહેવું છે કે ઘટતો NPA અને વધતો નફો શેરને સપોર્ટ કરશે.
નુવામા ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝે પણ 1,250 રૂપિયાના ટાર્ગેટ સાથે બાય રેટિંગ આપ્યું છે. ઘરેલુ બ્રોકરેજ મોતીલાલ ઓસ્વાલે ન્યુટ્રલ રેટિંગ આપ્યું છે અને ટાર્ગેટ વધારીને 1,125 રૂપિયા કર્યો છે. તેમણે નાણાકીય વર્ષ 2027 અને 2028 માટે બેંકની કમાણીના અંદાજમાં 18 થી 19 ટકાનો વધારો કર્યો છે.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.