Tata Capital Q1 Results: ટાટાની કંપનીને 1547 કરોડનો બમ્પર નફો, હવે ગોલ્ડ લોન માર્કેટમાં પણ કરી ધમાકેદાર એન્ટ્રી | Moneycontrol Gujarati
Get App

Tata Capital Q1 Results: ટાટાની કંપનીને 1547 કરોડનો બમ્પર નફો, હવે ગોલ્ડ લોન માર્કેટમાં પણ કરી ધમાકેદાર એન્ટ્રી

ટાટા ગ્રુપની NBFC ટાટા કેપિટલનો જૂન ક્વાર્ટરનો નફો 56% વધીને 1547 કરોડ પર પહોંચ્યો છે. કંપનીએ 'યોગલોન્સ' કંપની ખરીદીને ગોલ્ડ લોન બિઝનેસમાં મોટી એન્ટ્રી કરી છે. જાણો ત્રિમાસિક પરિણામોની વિગત.

અપડેટેડ 05:43:54 PM Jul 28, 2026 પર
Story continues below Advertisement
ટાટા કેપિટલના ત્રિમાસિક પરિણામોના આંકડાઓ ખૂબ જ પ્રભાવશાળી છે. વાર્ષિક ધોરણે કંપનીનો કોન્સોલિડેટેડ નફો 56% ના જંગી ઉછાળા સાથે 1,547 કરોડ પર પહોંચી ગયો છે.

Tata Capital Q1 Results: ટાટા ગ્રુપની જાણીતી નોન-બેન્કિંગ ફાયનાન્સ કંપની ટાટા કેપિટલ એ ચાલુ નાણાકીય વર્ષના જૂન 2026 ક્વાર્ટર) માટેના પોતાના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફા અને AUMમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત કંપનીએ હવે ગોલ્ડ લોન માર્કેટમાં પણ પોતાની મજબૂત દાવેદારી નોંધાવી છે.

નફા અને આવકમાં અધધ ઉછાળો

ટાટા કેપિટલના ત્રિમાસિક પરિણામોના આંકડાઓ ખૂબ જ પ્રભાવશાળી છે. વાર્ષિક ધોરણે કંપનીનો કોન્સોલિડેટેડ નફો 56% ના જંગી ઉછાળા સાથે 1,547 કરોડ પર પહોંચી ગયો છે. કંપનીનું એસેટ્સ અંડર મેનેજમેન્ટ 22% વધીને 2,90,502 કરોડની નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. ક્વાર્ટરના આધારે કંપનીની સ્ટેન્ડઅલોન આવક 8.1% વધીને 8,822 કરોડ રહી છે, જે અગાઉના ક્વાર્ટરમાં 8,162 કરોડ હતી.કંપનીની ચોખ્ખી આવકમાં પણ 23% નો વધારો થયો છે અને તે 4,455 કરોડ થઈ છે.

કંપનીની કુલ લોનમાં રિટેલ અને SME ધિરાણનો હિસ્સો 85.4% છે, જ્યારે અનસિક્યોર્ડ રિટેલ લોનનો હિસ્સો 10.3% રહ્યો છે. લોન વિતરણમાં પણ સતત વધારો થઈ રહ્યો છે.

ગોલ્ડ લોન માર્કેટમાં ટાટાની એન્ટ્રી


ટાટા કેપિટલે ગોલ્ડ લોન સેક્ટરમાં એક મોટો દાવ રમ્યો છે. કંપનીએ તાજેતરમાં જ યોગલોન્સ નામની કંપનીનું અધિગ્રહણ કરી લીધું છે. આ ડીલ સાથે જ ટાટા કેપિટલે ગોલ્ડ લોન કારોબારમાં સત્તાવાર એન્ટ્રી મારી દીધી છે. ટાટા કેપિટલના MD અને CEO રાજીવ સભરવાલે જણાવ્યું હતું કે, સુરક્ષિત લોનની વધતી જતી માંગને જોતા ગોલ્ડ લોન બિઝનેસમાં લાંબા ગાળે જબરદસ્ત ગ્રોથની સંભાવના છે. આ પગલાથી કંપનીનો રિટેલ ધિરાણ પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે.

એસેટ ક્વોલિટી અને હાઉસિંગ ફાઇનાન્સમાં સુધારો

જૂન ક્વાર્ટરમાં ટાટા કેપિટલની આર્થિક કામગીરી અને એસેટ ક્વોલિટી વધુ બહેતર બની છે. કોસ્ટ-ટુ-ઇન્કમ રેશિયો 36.8% થી ઘટીને 36.4% થયો છે. ક્રેડિટ કોસ્ટ 1.6% થી ઘટીને 1% થઈ ગઈ છે. રિટર્ન ઓન એસેટ્સ 2.3% અને રિટર્ન ઓન ઇક્વિટી 13.7% રહ્યો છે, જે ગયા વર્ષ કરતાં વધુ સારો છે. 30 જૂન 2026 સુધીમાં કંપનીનું ગ્રોસ સ્ટેજ-3 એસેટ 1.9% અને નેટ સ્ટેજ-3 એસેટ 0.8% રહ્યું છે. ટાટા કેપિટલ અત્યારે દેશના 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 1,491 શાખાઓ ધરાવે છે.

હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસ

ટાટા કેપિટલ હાઉસિંગ ફાઇનાન્સનું AUM પણ 24% વધીને 89,416 કરોડ થઈ ગયું છે. આ સેગમેન્ટમાં કંપનીની આવક 25% વધી છે અને ટેક્સ પહેલા અને ટેક્સ ચૂકવ્યા પછીના નફામાં પણ 29% નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. એકંદરે, નાણાકીય વર્ષ 2027ની શરૂઆત ટાટા કેપિટલ માટે અત્યંત મજબૂત અને નફાકારક રહી છે.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

આ પણ વાંચો-IIP Growth: જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 7.3%નો જંગી ઉછાળો, મેન્યુફેક્ચરિંગ અને પાવર સેક્ટરમાં જોરદાર તેજી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 28, 2026 5:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.