Closing Bell: એક્સપાયરીના દિવસે માર્કેટ ફ્લેટ બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી ઘટાડો, IT શેરોમાં તેજી તો HUL-બેન્ક શેરો તૂટ્યા | Moneycontrol Gujarati
Get App

Closing Bell: એક્સપાયરીના દિવસે માર્કેટ ફ્લેટ બંધ, સેન્સેક્સ-નિફ્ટીમાં મામૂલી ઘટાડો, IT શેરોમાં તેજી તો HUL-બેન્ક શેરો તૂટ્યા

જુલાઈ મહિનાની એક્સપાયરીના દિવસે શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ રહ્યો. સેન્સેક્સ 69 અને નિફ્ટી 10 પોઈન્ટ ઘટીને ફ્લેટ બંધ થયા. IT શેરોમાં તેજી અને FMCG માં ઘટાડો.

અપડેટેડ 04:01:49 PM Jul 28, 2026 પર
Story continues below Advertisement
આજના કારોબારમાં વિવિધ સેક્ટરમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. IT શેરોમાં જબરદસ્ત ખરીદીને કારણે Nifty IT ઇન્ડેક્સ સૌથી વધુ 3.28% ઉછળ્યો.

Closing Bell: 28 જુલાઈના રોજ માસિક એક્સપાયરીના દિવસે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો. આખો દિવસ માર્કેટ ઉપર-નીચે થયા બાદ અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને એકદમ ફ્લેટ સ્તરે બંધ થયા હતા. આજે આઇટી શેરોએ બજારને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બેન્ક અને FMCG શેરોમાં આવેલી વેચવાલીએ બજાર પર દબાણ વધાર્યું હતું.

સેન્સેક્સ અને નિફ્ટીના અંતિમ આંકડા

કારોબારના અંતે BSE સેન્સેક્સ 69.86 પોઈન્ટ (0.09%) ઘટીને 76,765.92 ના સ્તર પર બંધ રહ્યો હતો.બીજી તરફ NSE નિફ્ટી 10.60 પોઈન્ટ (0.04%) ના મામૂલી ઘટાડા સાથે 23,985.35 ના આંકડા પર બંધ થયો હતો.

બજારમાં આજે ઓવરઓલ વેચવાલીનો માહોલ રહ્યો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન 1539 શેરો લીલા નિશાનમાં બંધ થયા, જ્યારે 2543 શેરોમાં ઘટાડો નોંધાયો હતો અને 155 શેરોના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.

આજના ટોપ ગેનર્સ


આજે સૌથી વધુ કમાણી IT સેક્ટરના શેરોએ કરાવી છે. ઇટર્નલનો શેર સૌથી વધુ 4.26% ઉછળ્યો. દિગ્ગજ IT કંપની TCS નો શેર 4.23% ની તેજી સાથે બંધ રહ્યો. આ સિવાય ટેક મહિન્દ્રા (3.82%), નેસ્લે ઇન્ડિયા (3.04%) અને ઇન્ફોસિસ (2.58%) ટોપ ગેઈનર્સની યાદીમાં સામેલ રહ્યા.

આજના ટોપ લૂઝર્સ

Q1ના પરિણામો નિરાશાજનક આવતા હિન્દુસ્તાન યુનિલિવરનો શેર સૌથી ખરાબ પ્રદર્શન કરનાર સાબિત થયો અને તેમાં 6.98% નો મોટો કડાકો બોલી ગયો. આ ઉપરાંત ભારત ઇલેક્ટ્રોનિક્સ 4.25%, કોલ ઇન્ડિયા 4.04%, ટાટા કન્ઝ્યુમર 2.24% અને NTPC 1.98% ઘટીને બંધ થયા હતા.

સેક્ટોરલ ઇન્ડેક્સની સ્થિતિ: ક્યાં રહી તેજી, ક્યાં ઘટાડો?

આજના કારોબારમાં વિવિધ સેક્ટરમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. IT શેરોમાં જબરદસ્ત ખરીદીને કારણે Nifty IT ઇન્ડેક્સ સૌથી વધુ 3.28% ઉછળ્યો. આ ઉપરાંત રિયલ્ટી (2.24%), કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ (1.08%), ઓટો (0.69%) અને ફાર્મા (0.21%) સેક્ટરમાં સારી તેજી જોવા મળી.

બીજી તરફ એનર્જી ઇન્ડેક્સ સૌથી ખરાબ પ્રદર્શન સાથે 1.67% તૂટ્યો. ત્યારબાદ FMCG માં 1.40% અને PSU બેંકમાં 0.99% નો ઘટાડો નોંધાયો. મેટલ (0.59%), બેંક (0.58%), ઇન્ફ્રા (0.49%), પ્રાઇવેટ બેંક (0.41%) અને મીડિયા (0.34%) ઇન્ડેક્સ પણ લાલ નિશાનમાં બંધ થયા.

બ્રોડર માર્કેટ અપડેટ

મુખ્ય ઇન્ડેક્સની જેમ બ્રોડર માર્કેટમાં પણ મિશ્ર વલણ રહ્યું હતું. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.1% નો મામૂલી સુધારો જોવા મળ્યો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.2% ના ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયો હતો.

આ પણ વાંચો-Suzlon Q1 Results: Q1માં નફો ઘટતા શેરમાં 7%નો કડાકો, જાણો કંપનીના પરિણામોની સંપૂર્ણ વિગત

MoneyControl News

MoneyControl News

First Published: Jul 28, 2026 4:01 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.