વોડાફોન આઈડિયાના કસ્ટમર્સ માટે સારા સમાચાર! માર્ચમાં શરૂ થશે 5G સર્વિસ, પ્લાન હશે સૌથી સસ્તા
વોડાફોન આઈડિયાના કસ્ટમર્સ માટે સારા સમાચાર છે. Vodafone Idea (Vi) માર્ચ 2025માં તેની 5G મોબાઇલ બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, Vi પોતાની યોજનાઓને રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ કરતા લગભગ 15% સસ્તી બનાવી શકે છે.
વોડાફોન આઈડિયાના કસ્ટમર્સ માટે સારા સમાચાર છે. Vodafone Idea (Vi) માર્ચ 2025માં તેની 5G મોબાઇલ બ્રોડબેન્ડ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. એક રિપોર્ટ અનુસાર, Vi પોતાના પ્લાન્સને રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ કરતાં લગભગ 15% સસ્તી રાખી શકે છે. આ સ્ટેપ કોમ્પિટિશન વધારવા માટે Viની સ્ટ્રેટેજીનો એક ભાગ છે, કારણ કે Jio અને Airtel પહેલેથી જ દેશભરમાં 5G નેટવર્ક ઓફર કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં, વોડાફોન આઈડિયા દ્વારા 5જી સર્વિસ શરૂ કરવાથી ટેલિકોમ સેક્ટરમાં કોમ્પિટિશન વધશે. કસ્ટમર્સ પાસે પહેલા કરતા વધુ વિકલ્પો હશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વોડાફોન આઈડિયા સસ્તા 5G પ્લાન લાવશે.
પ્રારંભિક તબક્કામાં, 5G સર્વિસ પ્રથમ પ્રાધાન્યતા સર્કલમાં થશે શરૂ
Viની 5G સર્વિસ દેશના ટોપ 75 શહેરોમાં લોન્ચ થઈ શકે છે. આ ઉપરાંત, કંપની 17 પ્રાઇમરી સર્કલમાં ઔદ્યોગિક કેન્દ્રોને પણ ટાર્ગેટ બનાવી શકે છે, જે સૌથી વધુ માત્રામાં 5G ડેટાનો ઉપયોગ કરે છે.
વોડાફોન આઈડિયા આટલું રોકાણ કરશે
Viએ ₹24,000 કરોડનું ઇક્વિટી ફંડિંગ મેળવ્યું છે. આ ઉપરાંત, સરકાર દ્વારા બેન્ક ગેરંટી જરૂરીયાતને માફ કર્યા પછી કંપની ₹25,000 કરોડની લોન એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.
ડીલર કમિશન અને પ્રમોશન
રિપોર્ટ અનુસાર, Jio અને Airtelના હાઇ વેલ્યૂએશન 5G પ્રીપેડ યુઝર્સને આકર્ષવા માટે Vi આગામી મહિનામાં ડીલર કમિશન અને પ્રમોશનલ ખર્ચમાં વધારો કરી શકે છે. Viએ નાણાકીય વર્ષ 2023-24માં ડીલર કમિશન તરીકે ₹3,583 કરોડ ખર્ચ્યા હતા, જે Jio (₹3,000 કરોડ) અને Airtel (₹6,000 કરોડ) કરતાં વધુ ટકાવારી (8.4%) છે.
5G ઈન્ફ્રાસ્ટ્રક્ચર
Viએ તાજેતરમાં Nokia, Ericsson અને Samsung સાથે $3.6 બિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. કંપની આગામી ત્રણ વર્ષમાં 75,000 5G સાઇટ્સને લક્ષ્યાંકિત કરી રહી છે. Viના આ લોન્ચ સાથે ભારતીય ટેલિકોમ માર્કેટમાં કોમ્પિટિશન વધુ વધી શકે છે. તેમજ કસ્ટમર્સને ઓછી કિંમતે ડેટા પ્લાન મળવાનો ફાયદો થશે.