Rural Poverty falls below 5% first time: ગામડાઓમાં ગરીબી ઝડપથી ઘટી રહી છે અને પહેલીવાર ગરીબીનું પ્રમાણ 5 ટકાથી નીચે આવ્યું છે. SBI રિસર્ચના વિશ્લેષણમાં આ વાત સામે આવી છે. SBIના અહેવાલ મુજબ, ગામડાઓમાં ગરીબી નાણાકીય વર્ષ 2023-24માં ઝડપથી ઘટીને 4.86 ટકા થઈ ગઈ હતી, જે નાણાકીય વર્ષ 2022-23માં 7.2 ટકા અને નાણાકીય વર્ષ 2011-12માં 25.7 ટકા હતી. શહેરી વિસ્તારોની વાત કરીએ તો, ગરીબી નાણાકીય વર્ષ 2023માં 4.6 ટકાથી ઘટીને નાણાકીય વર્ષ 2024માં 4.09 ટકા થઈ ગઈ છે.
SBI રિસર્ચ અનુસાર, જ્યારે 2021ની વસ્તી ગણતરીના ડેટા આવશે ત્યારે આ આંકડાઓમાં થોડો ફેરફાર થઈ શકે છે. શહેરી ગરીબી વધુ ઘટી શકે છે. એકંદરે, દેશમાં ગરીબીનો દર હવે 4%-4.5%ની વચ્ચે હોઈ શકે છે અને આત્યંતિક ગરીબી મોટા પ્રમાણમાં ઘટાડી શકાય છે.
જેના કારણે શહેરો અને ગામડાઓ વચ્ચેનો તફાવત ઘટી રહ્યો છે.
SBI રિસર્ચના રિપોર્ટ અનુસાર, ફિજીકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે શહેરોમાં ગતિશીલતા વધી છે, જેના કારણે ગામડાઓ અને શહેરો વચ્ચેનું અંતર ઘટ્યું છે અને આવકનું અંતર ઘટ્યું છે. શહેરો અને ગામડાઓ વચ્ચેનું અંતર ઘટાડવાનું બીજું કારણ ડિરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર (DBT) જેવી સરકારી યોજનાઓ હતી.
ગામડાઓ અને શહેરો વચ્ચે માસિક માથાદીઠ વપરાશ ખર્ચ (MPCE) ઝડપથી ઘટ્યો છે. વર્ષ 2009-10માં તે 88.2 ટકા અને નાણાકીય વર્ષ 2022-23માં 71.2 ટકા હતો, જે નાણાકીય વર્ષ 2024માં ઘટીને 69.7 ટકા થઈ ગયો. આ તફાવત DBT, ગ્રામીણ ઈન્ફ્રા પર ફોકસ, ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો અને ગામડાઓમાં જીવનધોરણમાં ઝડપી સુધારણાને કારણે દેખાય છે. જોકે, રિપોર્ટમાં ફુગાવાની વપરાશ પરની અસર વિશે પણ વાત કરવામાં આવી છે. નવેમ્બર મહિનામાં ફુગાવાનો દર 5 ટકા હતો જેના કારણે વપરાશમાં ઘટાડો થયો છે, ખાસ કરીને ઓછી આવકવાળા રાજ્યોના ગામડાઓમાં. SBI રિસર્ચના રિપોર્ટ અનુસાર, મધ્યમ આવક ધરાવતા રાજ્યોને કારણે વપરાશની માંગ સ્થિર જણાય છે.