HCL Tech Q2 Results: નફો 10 ટકા વધીને 1,03,832 કરોડ રૂપિયા પર રહ્યો, આવક 8 ટકા વધી | Moneycontrol Gujarati
Get App

HCL Tech Q2 Results: નફો 10 ટકા વધીને 1,03,832 કરોડ રૂપિયા પર રહ્યો, આવક 8 ટકા વધી

HCL Tech Q2 Results: 30 સપ્ટેમ્બર 2023એ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરમાં HCL Techની આવક ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 26,296 કરોડ રૂપિયાથી વધીને 26,672 કરોડ રૂપિયા પર રહી છે. તેમાં ક્વાર્ટરના આઘાર પર 8 ટકાનો વધારો થયો છે. જ્યારે જાણકારોએ અનુમાન લગાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 26,821 કરોડ રૂપિયા રહી શકે છે.

અપડેટેડ 08:29:31 PM Oct 12, 2023 પર
Story continues below Advertisement

HCL Tech Q2 Results: નોએડા સ્થિત આઈટી કંપની HCL Techએ 30 સપ્ટેમ્બર 2023એ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરમાં પરિણામ રજૂ કર્યા છે. આ સમય ગાળામાં કંપનીના પરિણામ અનુમાનના અનુસાર રહ્યા છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો 10 ટકા વધીને 3832 રૂપિયા પર રહ્યો છે. જો કે તેના 3760 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન કર્યો હતો. જણાવી દઈએ કે આ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં કંપનીનું કંસોલિડેટેડ નફો 3534 કરોડ રૂપિયા પર રહ્યા છે.

HCL Techની આવક 8 ટકા વધી

30 સપ્ટેમ્બર 2023એ સમાપ્ત થતા નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરમાં HCL Techની આવક ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર 26,296 કરોડ રૂપિયાથી વધીને 26,672 કરોડ રૂપિયા પર રહી છે. તેમાં ક્વાર્ટરના આઘાર પર 8 ટકાનો વધારો થયો છે. જ્યારે જાણકારોએ અનુમાન લગાવ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક 26,821 કરોડ રૂપિયા રહી શકે છે.


10 રૂપિયા પ્રતિ શેરના અંતરિમ ડિવિડેન્ડની પણ જાહેરાત

30 સપ્ટેમ્બર 2023એ સમાપ્ત થયા ક્વાર્ટરમાં HCL tech ના એબિટડા ક્વાર્ટરના આધાર પર 4438 કરોડ રૂપિયાથી વધીને 4919 કરોડ રૂપિયા પર રહ્યા છે. જો કે તેના 4707 કરોડ રૂપિયા પર રહેવાનો અનુમાન કર્યો હતો. ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના Ebit માર્જિન 16.9 ટકાથી વધીને 18.4 ટકા પર રહ્યા છે. જો કે તેમાં 17.5 ટકા પર રહેવાનો અનુમાન કર્યો હતો. કંપનીના બોર્ડે નાણાકીય વર્ષ 2023-24 માટે 10 રૂપિયા પ્રતિ શેર ના અંતરિમ ડિવિડેન્ડની પણ જાહેરાત કરી છે.

કેવી રહી સ્ટૉકની ચાલ

HCL Techના શેર આજે એનએસઈ પર 21ય85 રૂપિયા એટલે કે 1.75 ટકા ઘટીને 1223.75 રૂપિયા પર બંધ થયો છે. સ્ટૉકના આજનો લો 1215.15 રૂપિયા અને આજના હાઈ 1248.55 રૂપિયા પર છે. સ્ટૉકના 52 વીક હાઈ 1311.30 રૂપિયા અને 52 વીક લો 936.00 રૂપિયા છે. આજે તેના ટ્રેડિંગ વૉલ્યૂમ 3921609 શેર રહ્યા છે. કંપનીના માર્કેટ કેપ 332084 કરોડ રૂપિયા છે.

સ્ટૉકે છેલ્લા 1 સપ્તાહમાં 0.95 ટકાનું નિગેટિવ રિટર્ન આપ્યો છે. આ રીતે છેલ્લા 1 મહિનામાં HCL techએ 4.57 ટકાનું નિગેટિવ રિટર્ન આપ્યો છે. જ્યારે ગયા 3 મહિનામાં સ્ટૉકમાં 10 ટકાથી વધુંની તેજી આવી છે. આ વર્ષ અત્યાર સુધી આ સ્ટૉકે 17.75 ટકા રિટર્ન આવ્યો છે. જ્યારે ગયા 1 વર્ષમાં સ્ટૉક 28.55 ટકા વધ્યો છે. જ્યારે, છેલ્લા 3 વર્ષમાં સ્ટૉકે 41.34 ટકા રિટર્ન ઓપ્યો છે.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 12, 2023 6:23 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.