Reliance AGM 2026: JioHotstar બન્યું ભારતનું સૌથી મોટું પ્લેટફોર્મ, 45.1 કરોડ એક્ટિવ યુઝર્સ સાથે રચ્યો નવો ઇતિહાસ
રિલાયન્સ AGM 2026માં આકાશ અંબાણીની મોટી જાહેરાત. નાણાકીય વર્ષ 2026 માં JioHotstar 45.1 કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ સાથે દેશનું સૌથી મોટું પ્લેટફોર્મ બન્યું. જાણો JioStar ની શાનદાર કમાણી
આકાશ અંબાણીએ શેરધારકોને સંબોધતા જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2025-26 માં JioHotstar ના મંથલી એક્ટિવ યુઝર્સ (MAUs) ની સંખ્યા 45.1 કરોડના આંકડાને પાર કરી ગઈ છે.
Reliance AGM 2026: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 49મી વાર્ષિક સાધારણ સભામાં ડિજિટલ એન્ટરટેઈનમેન્ટ અને મીડિયા જગતને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. રિયાલન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન અને જિયો પ્લેટફોર્મ્સના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જિયો હોટસ્ટારની ઐતિહાસિક સફળતાની જાહેરાત કરી છે.
આકાશ અંબાણીએ શેરધારકોને સંબોધતા જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2025-26 માં JioHotstar ના મંથલી એક્ટિવ યુઝર્સ (MAUs) ની સંખ્યા 45.1 કરોડના આંકડાને પાર કરી ગઈ છે. આ જંગી આંકડા સાથે JioHotstar માત્ર ભારતનું જ સૌથી મોટું સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નથી બન્યું, પરંતુ તે દુનિયાના ટોચના પ્લેટફોર્મ્સની યાદીમાં પણ શાનદાર રીતે સામેલ થઈ ગયું છે.
નવું 'કન્ટેન્ટ કોમર્સ મોડલ' લાવશે ક્રાંતિ
કંપનીએ યુઝર્સના અનુભવને વધુ શાનદાર બનાવવા માટે પોતાની જ રીતનું એક અનોખું 'કન્ટેન્ટ કોમર્સ મોડલ' (Content Commerce Model) લોન્ચ કર્યું છે. આ ઐતિહાસિક ફીચરની મદદથી યુઝર્સ પોતાનો મનપસંદ શો કે સિરીઝ જોતી વખતે એપમાંથી બહાર નીકળ્યા વગર જ સીધી ખરીદી કરી શકશે. ટૂંકમાં કહીએ તો, એન્ટરટેઈનમેન્ટ એપની અંદર જ એક સ્માર્ટ માર્કેટપ્લેસ ઊભું કરવામાં આવ્યું છે.
વ્યૂઅરશિપમાં તોડ્યા ગ્લોબલ રેકોર્ડ્સ
પ્લેટફોર્મની લાઈવ સ્ટ્રીમિંગ ક્ષમતા દુનિયાભરમાં નવા બેન્ચમાર્ક સેટ કરી રહી છે:
T20 વર્લ્ડ કપ: તાજેતરમાં ભારતે જીતેલા T20 વર્લ્ડ કપ દરમિયાન JioHotstar પર એકસાથે 7.25 કરોડ લોકોએ લાઈવ મેચ જોઈને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ગ્લોબલ દબદબો: આજે ગ્લોબલ લેવલ પર એકસાથે સૌથી વધુ લોકો દ્વારા કન્ટેન્ટ જોવામાં આવતા ટોપ 10 રેકોર્ડ્સમાંથી 9 રેકોર્ડ માત્ર JioHotstar ના નામે નોંધાયેલા છે.
IPL 2026: આ વર્ષે રમાયેલી IPL 2026 દરમિયાન પ્લેટફોર્મ સાથે 70 કરોડથી વધુ દર્શકો જોડાયા હતા, જે કંપનીના ડિજિટલ ઇકોસિસ્ટમની અદભૂત પહોંચ સાબિત કરે છે.
JioStar નું રેકોર્ડબ્રેક નાણાકીય પ્રદર્શન
JioStar એ પોતાની કામગીરીનું પહેલું આખું વર્ષ ખૂબ જ શાનદાર રીતે પૂર્ણ કર્યું છે. Jio Studios અને Network18 સાથે મળીને તે દેશના સૌથી મોટા મીડિયા ઇકોસિસ્ટમનું હાર્દ બની ગયું છે.
નાણાકીય વર્ષ 2026 માં આ કમ્બાઈન્ડ મીડિયા બિઝનેસે 34,917 કરોડ રૂપિયાની જંગી આવક નોંધાવી છે.
આ સમયગાળા દરમિયાન કંપનીનું EBITDA 5,842 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 3,434 કરોડ રૂપિયા રહ્યો છે.
ટીવી એન્ટરટેઈનમેન્ટ સેક્ટરમાં 34.7% નો હિસ્સો
માત્ર OTT જ નહીં, ટેલિવિઝન જગતમાં પણ JioStar નો સિક્કો ચાલે છે. ભારતની ટીવી એન્ટરટેઈનમેન્ટ માર્કેટમાં JioStar 34.7 ટકા હિસ્સો ધરાવે છે, જે તેની પાછળ આવતી 3 સૌથી મોટી કંપનીઓના કુલ હિસ્સા બરાબર છે. આ નેટવર્ક દરરોજ 38.9 કરોડ દર્શકો સુધી અલગ-અલગ ભાષાઓ અને વિષયો પીરસી રહ્યું છે.
ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18 ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.