HDFC Q3 Result: નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેંક (HDFC Bank) નો નફો 11.5 ટકા વધીને 18,653 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેંકનો નફો 16,736 કરોડ રૂપિયા રહ્યો હતો.
HDFC Q3 Result: નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેંક (HDFC Bank) નો નફો 11.5 ટકા વધીને 18,653 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેંકનો નફો 16,736 કરોડ રૂપિયા રહ્યો હતો.
નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેંકની વ્યાજ આવક 6.4 ટકા વધીને 32,615 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2025 ના ત્રીજા ક્વાર્ટરમાં એચડીએફસી બેંકની વ્યાજ આવક 30,653 કરોડ રૂપિયા રહ્યો હતો.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એચડીએફસી બેંકના ગ્રૉસ એનપીએ 1.24 ટકા ફ્લેટ રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એચડીએફસી બેંકના નેટ એનપીએ 0.42 ટકા ફ્લેટ રહ્યા છે.
રૂપિયામાં એચડીએફસી બેંકના એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં ગ્રૉસ એનપીએ 34,289.5 કરોડ રૂપિયાથી વધીને 35,179 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર એચડીએફસી બેંકના ત્રીજા ક્વાર્ટરમાં નેટ એનપીએ 11,447.3 કરોડ રૂપિયાથી વધીને 11,981.8 કરોડ રૂપિયા રહ્યા છે.
ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એચડીએફસી બેંકના પ્રોવિઝન્સ 3,500.5 કરોડ રૂપિયાથી ઘટીને 2,837.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં એચડીએફસી બેંકના પ્રોવિઝન્સ 3,153.9 કરોડ રૂપિયા રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.