IndiGo Q1 Results: ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો માટે એપ્રિલ-જૂન 2026 નું ક્વાર્ટર અત્યંત પડકારજનક સાબિત થયું છે. કંપનીની આવકમાં ભલે વધારો થયો હોય, પરંતુ ગ્લોબલ ટેન્શન અને મોંઘવારીએ કંપનીનો બધો જ નફો ધોઈ નાખ્યો છે.
IndiGo Q1 Results: ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગો માટે એપ્રિલ-જૂન 2026 નું ક્વાર્ટર અત્યંત પડકારજનક સાબિત થયું છે. કંપનીની આવકમાં ભલે વધારો થયો હોય, પરંતુ ગ્લોબલ ટેન્શન અને મોંઘવારીએ કંપનીનો બધો જ નફો ધોઈ નાખ્યો છે.
ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશન દ્વારા જાહેર કરાયેલા જૂન 2026 ક્વાર્ટરના પરિણામો મુજબ, કંપનીને 382 કરોડનું મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે, ગયા વર્ષે આ જ સમયગાળામાં કંપનીએ 2,161 કરોડનો શાનદાર નફો કમાયો હતો. કંપનીના નફામાંથી ખોટમાં જવા પાછળ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ (ઈરાન યુદ્ધ), મોંઘુ વિમાન ઈંધણ અને રૂપિયાની નબળાઈ મુખ્ય કારણો રહ્યા છે.
આવક વધી, પણ ખર્ચમાં જંગી ઉછાળો
જૂન ક્વાર્ટરમાં ઇન્ડિગોની આવકમાં 20% નો સારો એવો વધારો જોવા મળ્યો છે અને તે 24,584 કરોડ પર પહોંચી ગઈ છે, જે એક વર્ષ પહેલા 20,496 કરોડ હતી. પરંતુ, આવકની સામે કંપનીનો ખર્ચ 35.1% જેટલો વધી ગયો છે. કંપનીને સૌથી મોટો ફટકો જેટ ફ્યુઅલ પાછળ પડ્યો છે. વિમાન ઈંધણનો ખર્ચ સીધો 86% ઉછળીને 10,830 કરોડ પર પહોંચી ગયો છે, જે નફાને ખાઈ ગયો.
ઓપરેશનલ આંકડાઓ પર એક નજર
કંપનીની ક્ષમતા 2.9% વધીને 43.5 અબજ નોંધાઈ છે. મુસાફરોની સંખ્યામાં 0.7% નો મામૂલી વધારો થયો છે અને તે 3.13 કરોડ થઈ ગઈ છે. યીલ્ડ 21.3% ના ઉછાળા સાથે 6.04 રહી છે. વિમાનોમાં પેસેન્જર લોડ ફેક્ટર 1.3 ટકા ઘટીને 83.3% પર આવી ગયું છે. જોકે, રાહતની વાત એ છે કે કંપની પાસે રોકડની કોઈ કમી નથી. 30 જૂન 2026 સુધીમાં કંપની પાસે કુલ 52,885 કરોડનું કેશ બેલેન્સ હતું. જેમાં 39,039 કરોડ ફ્રી કેશ અને 13,846 કરોડ રિસ્ટ્રિક્ટેડ કેશનો સમાવેશ થાય છે.
મેનેજમેન્ટ અને રાહુલ ભાટિયાનું નિવેદન
સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતીમાં ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયાએ જણાવ્યું હતું કે, આ ક્વાર્ટર ખરેખર ખૂબ પડકારજનક રહ્યું. ઈંધણના ઊંચા ભાવો અને મધ્ય-પૂર્વના સંઘર્ષને કારણે ફ્લાઈટ્સ પર સીધી અસર પડી છે. જોકે, સારા ભાડા મળવાને કારણે આવકમાં વૃદ્ધિ થઈ છે.
તેમણે ઉમેર્યું કે, માત્ર મોંઘા ઈંધણ અને નબળા રૂપિયાના કારણે જ કંપનીને આ એક ક્વાર્ટરમાં અંદાજે 200 કરોડનું વધારાનું નુકસાન વેઠવું પડ્યું છે. હવે કંપનીનું પૂરું ધ્યાન ખર્ચ પર કાબુ મેળવવા અને ક્ષમતાનો પૂરો ઉપયોગ કરવા પર છે.
આગળનું આઉટલુક અને શેરની સ્થિતિ
ઇન્ડિગોનું માનવું છે કે ભારત અને પશ્ચિમ એશિયા વચ્ચેની મુસાફરી પર હજુ પણ યુદ્ધની અસર દેખાઈ રહી છે. આવનારા બીજા ક્વાર્ટરમાં પણ મુસાફરોની માંગ સામાન્ય કરતા નબળી રહેવાની આશંકા છે. જોકે, ભવિષ્યમાં માંગ વધતા સ્થિતિ સુધરવાની પૂરી આશા છે.
પરિણામોની જાહેરાત પહેલા ગુરુવારે શેરબજારમાં ઇન્ડિગોનો શેર 1.70% ના ઘટાડા સાથે 5,030 ના સ્તર પર બંધ થયો હતો. છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો આ શેરમાં 14.70% નો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.