Closing Bell : ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે હાલ નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. 23 જુલાઈના રોજ સળંગ ચોથા ટ્રેડિંગ સેશનમાં બજાર લાલ નિશાનમાં બંધ થયું છે. વેચવાલીના ભારે દબાણને કારણે નિફ્ટીએ આજે 23,900 નું મહત્વનું લેવલ પણ તોડી નાખ્યું છે.
Closing Bell : ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે હાલ નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે. 23 જુલાઈના રોજ સળંગ ચોથા ટ્રેડિંગ સેશનમાં બજાર લાલ નિશાનમાં બંધ થયું છે. વેચવાલીના ભારે દબાણને કારણે નિફ્ટીએ આજે 23,900 નું મહત્વનું લેવલ પણ તોડી નાખ્યું છે.
સેન્સેક્સ અને નિફ્ટીના આંકડા
કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 363.66 પોઈન્ટ (0.47%) ના મોટા ઘટાડા સાથે 76,391.39 ના સ્તર પર બંધ થયો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 ઈન્ડેક્સ 126.65 પોઈન્ટ (0.53%) લપસીને 23,869.60 ની સપાટીએ બંધ રહ્યો હતો.
બજારમાં આજે મંદીવાળા એટલા હાવી હતા કે વધવા કરતા ઘટતા શેરોની સંખ્યા ઘણી વધારે હતી. આજે બજારમાં લગભગ 1569 શેરોમાં તેજી જોવા મળી હતી, જ્યારે 2479 શેરો લાલ નિશાનમાં એટલે કે નુકસાન સાથે બંધ થયા હતા. 155 શેરોના ભાવમાં કોઈ જ ફેરફાર નોંધાયો ન હતો.
નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ગેનર્સ
શેરબજારમાં આજના કડાકા દરમિયાન અદાણી ગ્રુપના શેરોમાં સૌથી મોટું દબાણ જોવા મળ્યું હતું.
Top Losers
નિફ્ટી 50 માં અદાણી એન્ટરપ્રાઈઝ, શ્રીરામ ફાઈનાન્સ, નેસ્લે ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ અને બજાજ ફાઈનાન્સના શેરોમાં સૌથી વધુ વેચવાલી થઈ હતી.
Top Gainers
આ પડતા બજારમાં પણ કેટલાક શેરોએ રોકાણકારોને કમાણી કરાવી છે. જેમાં બજાજ ઓટો, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, TCS અને આઈશર મોટર્સના શેરો લીલા નિશાનમાં બંધ થયા છે.
ઓટો સેક્ટર સિવાય તમામ સેક્ટરમાં ધોવાણ
સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો મોટાભાગના સેક્ટરમાં નબળાઈ જોવા મળી છે. માત્ર ગણ્યાગાંઠ્યા સેક્ટર્સ જ પોઝિટિવ બંધ રહ્યા હતા.રિયલ્ટી સેક્ટરનું પ્રદર્શન આજે સૌથી ખરાબ રહ્યું. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સમાં 1.8% નો મોટો કડાકો બોલી ગયો હતો. આ ઉપરાંત નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સરકારી બેંકો અને નિફ્ટી એનર્જી સેક્ટરમાં 1-1 ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.મેટલ સેક્ટર 0.7%, ફાર્મા 0.4%, FMCG 0.4% અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ પણ 0.4% ઘટીને બંધ થયા છે. બીજી બાજુ, નિફ્ટી ઓટો સેક્ટરે બજારને થોડો સપોર્ટ આપ્યો હતો અને તેમાં 0.7% નો વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી મીડિયા પણ 0.22% ના મામૂલી વધારા સાથે બંધ થયો છે.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ પ્રોફિટ બુકિંગ
માત્ર મોટા શેરો જ નહીં, પરંતુ નાના અને મધ્યમ કદના શેરોમાં પણ આજે રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કર્યું છે. બ્રોડર માર્કેટમાં નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ બંને ઈન્ડેક્સમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.