PVR Inox Q1 Results: ખોટમાંથી સીધી શાનદાર નફામાં આવી કંપની, પરિણામો આવતા જ શેરમાં 7%નો જબરદસ્ત ઉછાળો | Moneycontrol Gujarati
Get App

PVR Inox Q1 Results: ખોટમાંથી સીધી શાનદાર નફામાં આવી કંપની, પરિણામો આવતા જ શેરમાં 7%નો જબરદસ્ત ઉછાળો

PVR Inoxના જૂન 2026 ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર. 54.5 કરોડની ખોટમાંથી 56.5 કરોડના નફામાં આવી કંપની. રિઝલ્ટ આવતા જ શેરમાં 7% ની જબરદસ્ત રિકવરી જોવા મળી.

અપડેટેડ 03:21:12 PM Jul 23, 2026 પર
Story continues below Advertisement
જૂન ક્વાર્ટરમાં થિયેટર્સમાં દર્શકોનો ધસારો વધ્યો છે. કુલ 3.66 કરોડ દર્શકો પીવીઆર આઈનોક્સમાં ફિલ્મ જોવા આવ્યા, જે વાર્ષિક ધોરણે 8% નો વધારો દર્શાવે છે.

PVR Inox Q1 Results: જાણીતી મલ્ટિપ્લેક્સ ચેઈન PVR Inoxના રોકાણકારો માટે આજે એક મોટા ખુશખબર સામે આવ્યા છે. જૂન 2026 ના ક્વાર્ટરના પરિણામો જાહેર થતા જ આજે શેરબજારમાં આ કંપનીના શેરોએ જબરદસ્ત યુ-ટર્ન માર્યો છે. કંપની વાર્ષિક ધોરણે મોટા નુકસાનમાંથી બહાર આવીને શાનદાર નફામાં આવી છે, જેના પગલે રોકાણકારો આ શેર પર તૂટી પડ્યા હતા અને શેરમાં 7% જેટલી તોફાની રિકવરી જોવા મળી.

શેરની ચાલ: લાલ નિશાનમાંથી સીધો ગ્રીન ઝોનમાં

શરૂઆતી કારોબારમાં PVR Inox નો શેર 1.22% ઘટીને 980.80 ના નીચલા સ્તરે જતો રહ્યો હતો. પરંતુ, જેવા જૂન ક્વાર્ટરના પરિણામો સ્ક્રીન પર ફ્લેશ થયા, શેરમાં ભારે ખરીદી નીકળી. આ નીચલા સ્તરેથી શેર 6.84% ઉછળીને 1,047.85 ની ઊંચી સપાટીએ પહોંચી ગયો. હાલમાં BSE પર આ શેર 3.87% ના વધારા સાથે 1031.40 ના ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે.

PVR Inox Q1 Results ની મુખ્ય હાઈલાઈટ્સ

કંપનીના ફંડામેન્ટલ્સ અને બેલેન્સ શીટમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. ચાલો નજર કરીએ મુખ્ય આંકડાઓ પર,,જૂન 2026 ક્વાર્ટરમાં PVR Inox એ 56.5 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ગત વર્ષે આ જ સમયગાળામાં કંપનીને 54.5 કરોડની મોટી ખોટ ગઈ હતી. કંપનીની ઓપરેશનલ આવક 11.9% વધીને 1,162 કરોડ પર પહોંચી ગઈ છે. આ સમયગાળામાં કંપનીનો EBITDA 30.8% ઉછળીને 528 કરોડ નોંધાયો છે. જ્યારે તેનું માર્જિન 27.8% થી સુધરીને 32.5% થઈ ગયું છે.સૌથી મોટી અને સારી વાત એ છે કે PVR અને Inox ના મર્જર પછી પહેલીવાર કંપની 'નેટ કેશ પોઝિટિવ' બની છે. મર્જર વખતે કંપની પર 1430 કરોડનું દેવું હતું, જ્યારે 30 જૂન સુધીમાં તેની પાસે 80.7 કરોડની રોકડ જમા છે.


દર્શકો વધ્યા અને ટિકિટ-ફૂડની કમાણી પણ વધી

જૂન ક્વાર્ટરમાં થિયેટર્સમાં દર્શકોનો ધસારો વધ્યો છે. કુલ 3.66 કરોડ દર્શકો પીવીઆર આઈનોક્સમાં ફિલ્મ જોવા આવ્યા, જે વાર્ષિક ધોરણે 8% નો વધારો દર્શાવે છે. એવરેજ ટિકિટ પ્રાઈસ 8% વધીને 273 થઈ ગયો છે, જેથી ટિકિટના વેચાણમાંથી થતી આવકમાં 16% નો વધારો થયો છે. દર્શકોનો ખાણીપીણી પાછળનો સરેરાશ ખર્ચ પણ 9% વધીને વ્યક્તિદીઠ 161 થયો છે. જેનાથી કંપનીની F&B આવકમાં 17% નો ઉછાળો આવ્યો છે.

મેનેજમેન્ટનું શું કહેવું છે?

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અજય બીજલીએ જણાવ્યું હતું કે, આ ક્વાર્ટરમાં બોક્સ ઓફિસ પર કોઈ મોટી 'બ્લોકબસ્ટર' ફિલ્મ રિલીઝ નહોતી થઈ, તેમ છતાં રીજનલ ફિલ્મો અને લોકોમાં બહાર જઈને મનોરંજન મેળવવાના વધેલા ક્રેઝને કારણે કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.

તેમણે ઉમેર્યું કે, કંપની હવે ફક્ત ફિલ્મો પૂરતી સીમિત નથી રહી. નોન-મૂવી કન્ટેન્ટની હિસ્સેદારી પણ વધી રહી છે. વધુમાં, ચાલુ નાણાકીય વર્ષ 2027 માં કંપની એસેટ-લાઈટ મોડલ દ્વારા 90 થી 100 નવી સ્ક્રીન ઉમેરવાની તૈયારીમાં છે.

છેલ્લા 1 વર્ષમાં શેરનું પ્રદર્શન

જો શેરના ઈતિહાસ પર નજર કરીએ તો, 30 ઓક્ટોબર 2025 ના રોજ આ શેરે 1249.00 ની ઊંચી સપાટી બનાવી હતી. જોકે, ત્યારબાદ તેમાં પ્રોફિટ બુકિંગ આવતા માત્ર 5 મહિનામાં તે 27.94% તૂટીને 2 માર્ચ 2026 ના રોજ 900.05 ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી ગયો હતો.

ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.

આ પણ વાંચો-Cipla Q1 Results: સિપ્લાના નબળા પરિણામોથી રોકાણકારો નિરાશ, નફો 39% ઘટ્યો, શેરમાં 2%નો કડાકો

MoneyControl News

MoneyControl News

First Published: Jul 23, 2026 3:21 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.