JioHotstar: Jio સિનેમા અને Disney+Hotstarનું JioHotstarમાં મર્જર, જાણો યુઝર્સને શું થશે ફાયદો | Moneycontrol Gujarati
Get App

JioHotstar: Jio સિનેમા અને Disney+Hotstarનું JioHotstarમાં મર્જર, જાણો યુઝર્સને શું થશે ફાયદો

JioHotstarના CEO (ડિજિટલ) કિરણ મણિએ જણાવ્યું હતું કે, “JioHotstarના મૂળમાં, અમારી પાસે એક આકર્ષક વિઝન છે જે બધા ભારતીયો માટે ખરેખર ગ્રેટ એન્ટરટેનમેન્ટ પુરું પાડશે. અનંત શક્યતાઓનું અમારું વચન એ સુનિશ્ચિત કરે છે કે મનોરંજન હવે કોઈ વિશેષાધિકાર નહીં પણ બધા માટે એક સહિયારો અનુભવ બની રહે.”

અપડેટેડ 11:59:37 AM Feb 14, 2025 પર
Story continues below Advertisement
JioHotstar: Viacom18નું Jio સિનેમા અને Star Indiaનું Disney+Hotstar આજથી JioHotstar બની ગયા છે.

JioHotstar: Viacom18નું Jio સિનેમા અને Star Indiaનું Disney+Hotstar આજથી JioHotstar બની ગયા છે. વાયાકોમ18 અને સ્ટાર ઇન્ડિયાના સફળ વિલીનીકરણ પછી, બંને કંપનીઓનું નવું સંયુક્ત સાહસ 14 ફેબ્રુઆરી, 2025થી લાઇવ થયું છે. કંપનીના એક નિવેદન અનુસાર, લગભગ 3 લાખ કલાક મનોરંજન, લાઇવ સ્પોર્ટ્સ સ્ટ્રીમિંગ અને 50 કરોડથી વધુ યુઝર્સ સાથે, JioHotstar વિવિધ પ્રેક્ષકોની જરૂરિયાતોને અનુરૂપ શાનદાર મેમ્બરશીપ યોજનાઓ લઈને આવ્યું છે. JioHotstar મેમ્બરશિપ પ્લાનની પ્રારંભિક કિંમત 149 રૂપિયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે Jio સિનેમા અને Disney+Hotstarના હાલના કસ્ટમર્સ JioHotstar પર તેમના હાલના પ્લાન (સબ્સ્ક્રિપ્શન્સ) સરળતાથી એક્ટિવ કરી શકશે.

JioHotstar પર ક્રિકેટ વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી પણ જોઇ શકશો

JioHotstarના CEO (ડિજિટલ) કિરણ મણિએ જણાવ્યું હતું કે, “JioHotstarના મૂળમાં, અમારી પાસે એક આકર્ષક વિઝન છે જે બધા ભારતીયો માટે ખરેખર મહાન મનોરંજન સુલભ બનાવશે. કંપનીએ જણાવ્યું હતું કે, JioHotstar હોલીવુડની બેસ્ટ સર્વિસ પ્રોવાઇડ કરશે, જેમાં ડિઝની, NBCUniversal Peacock, Warner Bros. Discovery, HBO અને Paramountનો સમાવેશ થાય છે. આ બધા એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થશે. આ પ્લેટફોર્મ પર ICC ઇવેન્ટ્સ, IPL અને WPL જેવી ક્રિકેટ કોમ્પિટિશનનું પણ પ્રસારણ કરવામાં આવશે.

JioHotstar યુઝર્સને બીજુ શું મળશે?

આ સાથે, ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ જેવી અન્ય ક્રિકેટ કોમ્પિટિશન અને BCCI, ICC અને રાજ્ય સંગઠનોના કાર્યક્રમો, પ્રીમિયર લીગ, વિમ્બલ્ડન સહિતની અન્ય રમતગમતની ઘટનાઓ, પ્રો કબડ્ડી અને ઇન્ડિયન સુપર લીગ (ISL) જેવી લોકલ કોમ્પિટિશન પણ સ્ટ્રિમ કરવામાં આવશે. JioHotstarના CEO (Sports) સંજોગ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભારતમાં, રમતગમત માત્ર એક રમત નથી, તે એક જુસ્સો, ગૌરવ અને એક સહિયારો એક્સપિરિયન્સ છે જે લાખો લોકોને એક કરે છે. JioHotstar ચાહકો માટે લાઇવ સ્ટ્રીમિંગમાં ક્રાંતિ લાવી રહ્યું છે, જેમાં શ્રેષ્ઠ ટેકનોલોજી, પહોંચ અને નવીનતાનો સમાવેશ થાય છે."


આ પણ વાંચો - Trump on Bangladesh crisis: ‘હું બાંગ્લાદેશ PM મોદીને છોડી દઉં છું', ટ્રમ્પે આપ્યો ખુલ્લેઆમ સંકેત, યુનુસ સરકાર ટેન્શનમાં

ડિસ્ક્લેમરઃ મનીકંટ્રોલ ડૉટ કૉમ નેટવર્ક 18 સમૂહનો હિસ્સો છે. મનીકંટ્રોલ ડૉટ કૉમ અને અન્ય ડિઝિટલ, પ્રિન્ટ અને ટીવી ચેનલ નેટવર્ક 18ના અંતર્ગત આવે છે. નેટવર્ક 18 ના સ્વામિત્વ અને પ્રબંધન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના હાથમાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Feb 14, 2025 11:59 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.