LTIMindtree Q3 Result: ક્વાર્ટરના આધાર પર નફો 31% ઘટીને 959.6 કરોડ રહ્યો, વ્યાજ આવકમાં 4% વધારો | Moneycontrol Gujarati
Get App

LTIMindtree Q3 Result: ક્વાર્ટરના આધાર પર નફો 31% ઘટીને 959.6 કરોડ રહ્યો, વ્યાજ આવકમાં 4% વધારો

જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 31 ટકા ઘટીને 959.6 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 4 ટકા વધીને 10,781 કરોડ રૂપિયા પર રહી છે.

અપડેટેડ 05:13:38 PM Jan 19, 2026 પર
Story continues below Advertisement
LTIMindtree Q3 Result: એલટીઆઈ માઈન્ડટ્રી (LTIMindtree) એ 19 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

LTIMindtree Q3 Result: એલટીઆઈ માઈન્ડટ્રી (LTIMindtree) એ 19 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2025-26 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર ઘટ્યો છે. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

નફામાં ઘટાડો

જુલાઈ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર 31 ટકા ઘટીને 959.6 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 1,381 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 1,417 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 4 ટકા વધીને 10,781 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 10,394 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 10,738 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો વધારો

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 5.5 ટકા વધારાની સાથે 1,737.3 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 1,648 કરોડ રૂપિયા પર હતા. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 1,719 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

પહેલા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 15.9 ટકા થી વધીને 16.1 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 16 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

Market Outlook: સપ્તાહના પહેલા દિવસે ઘરેલૂ બજાર લાલ નિશાનમાં બંધ, જાણો મંગળવારે કેવી રહેશે માર્કેટની ચાલ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 19, 2026 5:13 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.