Axis Bank Q4 Results: જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંકનો ચોખ્ખો સ્ટેન્ડઅલોન નફો વાર્ષિક ધોરણે નજીવો ઘટીને રુપિયા 7,117.50 કરોડ થયો. એક વર્ષ પહેલા તે 7129.67 કરોડ રૂપિયા હતું. બેંકની કુલ આવક માર્ચ 2024 ક્વાર્ટરમાં 35990.33 કરોડથી વાર્ષિક ધોરણે 5.6 ટકા વધીને રુપિયા 38022 કરોડ થઈ છે.
બેન્કનો ગ્રોસ એનપીએ રેશિયો માર્ચ ક્વાર્ટરમાં ઘટીને 1.28 ટકા થયો છે, જે એક વર્ષ પહેલા 1.43 ટકા અને એક ક્વાર્ટર પહેલા 1.46 ટકા હતો. ચોખ્ખો NPA ગુણોત્તર એક વર્ષ અગાઉ માર્ચ 2024 ક્વાર્ટરમાં 0.31 ટકાથી વધીને વાર્ષિક ધોરણે 0.33 ટકા થયો. જ્યારે ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં તે 0.35 ટકા હતો.
એક્સિસ બેંકના બોર્ડે નાણાકીય વર્ષ 2025 માટે પ્રતિ શેર રુપિયા 1ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં આ અંગે શેરધારકોની મંજૂરી હજુ બાકી છે. આ મંજૂરી મળ્યા પછી, ડિવિડન્ડ 30 દિવસની અંદર ચૂકવવામાં આવશે.