Marico Q2: વર્ષના આધાર પર મેરિકોનો નફો 17.3% વધીને ₹360 કરોડ વધ્યો | Moneycontrol Gujarati
Get App

Marico Q2: વર્ષના આધાર પર મેરિકોનો નફો 17.3% વધીને ₹360 કરોડ વધ્યો

બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 17.3 ટકા વધીને 360 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 307 કરોડ રૂપિયા પર હતો.

અપડેટેડ 05:37:00 PM Oct 30, 2023 પર
Story continues below Advertisement
30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પરંતુન બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં ઘટાડો જોવાને મળ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Marico Q2 Result: મેરિકો (Marico) એ 30 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 30 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો ક્વાર્ટરના આધાર પર વધ્યો છે. પરંતુન બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં ઘટાડો જોવાને મળ્યો છે.

    નફામાં વધારો

    બીજા ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 17.3 ટકા વધીને 360 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 307 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 345 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    આવકમાં ઘટાડો

    કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 0.8 ટકા ઘટીને 2,476 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 2,496 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 2,465 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    એબિટામાં આવ્યો વધારો

    વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 14.8 ટકા વધારાની સાથે 497 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 433 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 485 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 17.3 ટકા થી વધીને 20.1 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 19.7 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    Blue Star Q2: વર્ષના આધાર પર કંપનીનો નફો 66.2% વધ્યો, આવકમાં પણ વધારો

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 30, 2023 5:19 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.