Nestle India Q1 Results: નફામાં 48% નો જંગી ઉછાળો, શાનદાર રિઝલ્ટ આવતા જ શેરમાં લાગી તેજીની આગ
નેસ્લે ઇન્ડિયાએ તેના Q1ના શાનદાર પરિણામો જાહેર કર્યા છે. કંપનીના નફામાં 48% નો જંગી વધારો થતાં તે 959 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. જાણો રિઝલ્ટની પૂરી ડિટેલ અને શેરની સ્થિતિ.
નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ તિવારીએ જણાવ્યું કે આ ત્રિમાસિક ગાળામાં કંપનીનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. ભારતીય બજારમાં કંપનીના વેચાણમાં 25 ટકાનો વધારો થયો છે.
Nestle India Q1 Results: શેરબજારના રોકાણકારો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની અગ્રણી FMCG કંપની નેસ્લે ઇન્ડિયાએ તેના જૂન ક્વાર્ટરના નાણાકીય પરિણામો જાહેર કરી દીધા છે. કંપનીએ નફા અને કમાણીમાં મોટો ઉછાળો નોંધાવીને બજારના નિષ્ણાતોના તમામ અંદાજોને પાછળ છોડી દીધા છે. આ શાનદાર રિઝલ્ટની સીધી પોઝિટિવ અસર કંપનીના શેર પર જોવા મળી છે.
Q1 રિઝલ્ટના મુખ્ય આંકડાઓ પર એક નજર
નેસ્લે ઇન્ડિયા માટે આ ક્વાર્ટર ખૂબ જ નફાકારક સાબિત થયું છે. ચાલો જાણીએ રિઝલ્ટની મુખ્ય વાતો,,જૂન ક્વાર્ટરમાં કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 48 ટકા વધીને 958.7 કરોડ રૂપિયા નોંધાયો છે. ક્સ ચૂકવ્યા પછી કંપનીનો સ્ટેન્ડઅલોન નફો 47.9 ટકાના ઉછાળા સાથે 975.1 કરોડ રૂપિયા રહ્યો છે.
નોંધનીય છે કે નિષ્ણાતોએ 857 કરોડ રૂપિયાના નફાનો અંદાજ લગાવ્યો હતો, એટલે કે કંપનીનો નફો અંદાજ કરતા ઘણો વધારે આવ્યો છે. પરેશન્સમાંથી થતી કંપનીની આવક 25 ટકા વધીને 6,378.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. કંપનીનું કુલ વેચાણ 25.4 ટકા વધીને 6,363.3 કરોડ રૂપિયા થયું છે. આ સમયગાળા દરમિયાન કંપનીનું EBITDA માર્જિન 24.2 ટકા રહ્યું છે અને શેર દીઠ કમાણી 5.06 રૂપિયા નોંધાઈ છે.
સ્થાનિક અને વિદેશી બજારોમાં દબદબો
નેસ્લે ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મનીષ તિવારીએ જણાવ્યું કે આ ત્રિમાસિક ગાળામાં કંપનીનું પ્રદર્શન ખૂબ જ મજબૂત રહ્યું છે. ભારતીય બજારમાં કંપનીના વેચાણમાં 25 ટકાનો વધારો થયો છે. કંપનીની તમામ 4 પ્રોડક્ટ કેટેગરીમાં ડબલ-ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા જીઓ-પોલિટિકલ ટેન્શન હોવા છતાં, કંપનીના એક્સપોર્ટમાં 35.6 ટકાનો જંગી વધારો નોંધાયો છે. કંપની હવે ભારતમાં પોતાની બ્રાન્ડ્સ પર વધુ ફોકસ કરી રહી છે. આ જ કારણે કંપનીના એડવર્ટાઈઝિંગ ખર્ચમાં વાર્ષિક ધોરણે 40 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
શેરબજારમાં નેસ્લેના શેરની સ્થિતિ
શાનદાર રિઝલ્ટના સમાચાર આવતા જ શેરબજારમાં નેસ્લેના શેરમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. સવારે 11:45 વાગ્યે કંપનીનો શેર 3.32 ટકાના ઉછાળા સાથે 1500.60 રૂપિયાના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.ખાસ વાત એ છે કે, આ વર્ષે અત્યાર સુધીમાં નેસ્લેનો શેર 15.9 ટકા જેટલું શાનદાર રિટર્ન આપી ચૂક્યો છે. જ્યારે તેની સામે નિફ્ટી 50 ઇન્ડેક્સમાં આ સમયગાળા દરમિયાન 7.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
આજે 22 જુલાઈના રોજ બ્રોડર માર્કેટમાં દબાણ જોવા મળી રહ્યું છે. નિફ્ટી 156 પોઈન્ટ (0.65 ટકા) તૂટીને 24,031 પર અને સેન્સેક્સ 587 પોઈન્ટ (0.76 ટકા) ના કડાકા સાથે 76,881 પર કારોબાર કરી રહ્યા છે. આમ છતાં, સારા પરિણામોને કારણે નેસ્લેનો શેર માર્કેટના પડતીના માહોલમાં પણ લીલા નિશાનમાં મજબૂતીથી ઊભો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.