Medplusના શેરમાં 18%નો મોટો કડાકો: 2 મોટી જાહેરાતો છતાં રોકાણકારોને રાતોરાત લાગ્યો ઝટકો
મેડપ્લસ હેલ્થના શેરમાં લગભગ 18% નો ભારે કડાકો નોંધાયો છે. ખરાબ ત્રિમાસિક પરિણામોના કારણે શેર 1 વર્ષના તળિયે પહોંચ્યો. જાણો કંપનીના બે નવા રોકાણ પ્લાન વિશે.
આજે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં મેડપ્લસનો શેર 17.80% તૂટીને 653.80 રૂપિયા પર આવી ગયો હતો. જોકે, હાલની વાત કરીએ તો તે 14.95% ના મોટા ઘટાડા સાથે 676.45 રૂપિયાના ભાવે ટ્રેડ કરી રહ્યો છે.
Medplus shares : દેશની સૌથી મોટી રિટેલ ફાર્મસી ચેન મેડપ્લસ હેલ્થ સર્વિસીસના રોકાણકારોને મોટો આંચકો લાગ્યો છે. નબળા માર્કેટ સેન્ટિમેન્ટની વચ્ચે કંપનીના ક્વાર્ટર 1 ના પરિણામોએ રોકાણકારોને નિરાશ કર્યા છે. કંપનીએ ભલે કરોડોના બે નવા રોકાણની જાહેરાત કરી હોય, પરંતુ ખરાબ રિઝલ્ટની અસર એટલી વધારે હતી કે તેના શેરમાં 18% નો કડાકો બોલી ગયો છે અને શેર 1 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે.
શેરની હાલની સ્થિતિ
આજે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં મેડપ્લસનો શેર 17.80% તૂટીને 653.80 રૂપિયા પર આવી ગયો હતો. જોકે, હાલની વાત કરીએ તો તે 14.95% ના મોટા ઘટાડા સાથે 676.45 રૂપિયાના ભાવે ટ્રેડ કરી રહ્યો છે.
કેવા રહ્યા Medplus ના Q1 રિઝલ્ટ?
ચાલુ નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ ક્વાર્ટરના આંકડા કંપની માટે કોઈ મોટા ઝટકાથી કમ નથી. ચાલો આ રિઝલ્ટની મુખ્ય વાતો જાણીએ,,,જૂન ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 21.7% ઘટીને 33.17 કરોડ રૂપિયા થઈ ગયો છે. જોકે નફો ઘટ્યો છે, પરંતુ ઓપરેશનલ રેવન્યુ 21.84% વધીને 1879.60 કરોડ રૂપિયા પર પહોંચી છે. ઓપરેટિંગ લેવલ પર કંપનીનો EBITDA 1.9% વધીને 130.7 કરોડ રૂપિયા થયો છે, પરંતુ EBITDA માર્જિન 8.5% થી સરકીને 7.1% પર આવી ગયું છે. આ ક્વાર્ટરમાં કંપનીએ 146 નવા સ્ટોર ખોલ્યા છે, જેમાંથી 131 ફ્રેન્ચાઈઝી સ્ટોર્સ હતા.
કંપની ક્યાં કરવા જઈ રહી છે નવું રોકાણ?
ખરાબ રિઝલ્ટ વચ્ચે કંપનીએ બે મોટી પોઝિટિવ જાહેરાતો પણ કરી છે.
ફૂડ પાર્ક પ્રોજેક્ટ: મેડપ્લસની મુખ્ય સબસિડિયરી કંપની 'ઓપ્ટિવલ હેલ્થ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ' તેલંગાણાના હૈદરાબાદમાં એક ફૂડ પાર્ક બનાવવાની યોજના ધરાવે છે. જેમાં કોલ્ડ પ્રેસ ઓઇલ કાઢવાનું યુનिट પણ હશે. આ પ્રોજેક્ટમાં 40 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.
હેલ્થ એન્ડ વેલનેસ ફેસિલિટી: આ ઉપરાંત કંપની હૈદરાબાદમાં જ એક 'કોન્સિઅર્જ હેલ્થ એન્ડ વેલનેસ સર્વિસ ફેસિલિટી' પણ શરૂ કરશે. આ મોટા પ્રોજેક્ટમાં લગભગ 115 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે, જેમાં 90 કરોડ રૂપિયાનું સીધું કેપિટલ એક્સપેન્ડિચર સામેલ છે.
માત્ર 2 મહિનામાં શેરે કરાવ્યું મોટું નુકસાન
મેડપ્લસ હેલ્થના શેરે રોકાણકારોના પોર્ટફોલિયોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. 21 મે 2026 ના રોજ આ શેર 1,020.35 રૂપિયાની સપાટીએ હતો, જે તેના માટે 1 વર્ષનો રેકોર્ડ હાઈ લેવલ હતો. પરંતુ આ ટોચના સ્તરથી માત્ર બે જ મહિનામાં શેર 35.92% તૂટીને આજે 22 જુલાઈ 2026 ના રોજ 653.80 રૂપિયા પર પટકાયો છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.