Polycab Q2 Result: પોલીકેબ (Polycab) એ 18 ઑક્ટોબરના નાણાકીય વર્ષ 2023-24 ના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 સપ્ટેમ્બર 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. જ્યારે, બીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.
કંપનીની આવકની વાત કરીએ તો બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 26.6 ટકા વધીને 4,217.6 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 3,332.3 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 4,068.3 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 42.4 ટકા વધારાની સાથે 608.7 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 427.6 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 549 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.
બીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 12.8 ટકા થી વધીને 14.4 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 13.5 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.