Stocks to Watch: સોમવાર 29 ડિસેમ્બરે આ 9 શેરોમાં જોવા મળશે મોટી હલચલ, રોકાણકારો માટે કમાણીનો મોકો!
Stocks to Watch: ભારતીય શેરબજારમાં સોમવાર, 29 ડિસેમ્બરે PNB, Coforge અને Solarworld જેવા 9 શેરો પર સૌની નજર રહેશે. કોર્પોરેટ અપડેટ્સ અને ઓર્ડર મળવાને કારણે આ શેરોમાં એક્શન જોવા મળશે. વાંચો કયા સ્ટોક્સ રોકાણકારોના રડાર પર રહેશે.
Stocks to Watch: ભારતીય શેરબજારમાં સોમવાર, 29 ડિસેમ્બરે PNB, Coforge અને Solarworld જેવા 9 શેરો પર સૌની નજર રહેશે.
Stocks to Watch: ભારતીય શેરબજારમાં પાછલા કારોબારી સપ્તાહ (22 થી 26 ડિસેમ્બર) દરમિયાન મિશ્ર વાતાવરણ જોવા મળ્યું હતું. સપ્તાહની શરૂઆતમાં બજારમાં જે તેજી દેખાઈ હતી તે સપ્તાહના અંત સુધી ટકી શકી ન હતી, અને શુક્રવારે સેન્સેક્સ તેમજ નિફ્ટી ઘટાડા સાથે બંધ થયા હતા. હવે બજારના દિગ્ગજો અને રોકાણકારોની નજર આગામી સપ્તાહ એટલે કે 29 ડિસેમ્બરથી 2 જાન્યુઆરીના કારોબાર પર છે. સોમવારે બજાર ખુલતાની સાથે જ કેટલીક કંપનીઓના શેરોમાં કોર્પોરેટ એનાઉન્સમેન્ટ, નવા ઓર્ડર્સ અને રેગ્યુલેટરી અપડેટ્સના કારણે ખાસ એક્શન જોવા મળી શકે છે. ચાલો જાણીએ સોમવારે કયા 9 શેરો ફોકસમાં રહેશે:-
1. પંજાબ નેશનલ બેંક (PNB)
સૌથી પહેલા વાત પબ્લિક સેક્ટરની અગ્રણી બેંક PNBની. સોમવારે આ શેર પર રોકાણકારોની સૌથી વધુ નજર રહેશે. બેંકે શુક્રવારે મોડી સાંજે એક્સચેન્જ ફાઇલિંગમાં એક મોટો ખુલાસો કર્યો છે. જે મુજબ SREI ગ્રુપની બે કંપનીઓના ભૂતપૂર્વ પ્રમોટરો સાથે સંકળાયેલા 2,434 કરોડના લોન ફ્રોડની જાણકારી મળી છે. આટલી મોટી રકમના ફ્રોડના સમાચારને કારણે સોમવારે શેરના ભાવમાં વોલેટિલિટી અને ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
2. કોફોર્જ (Coforge)
આઈટી સેક્ટરની કંપની કોફોર્જ માટે સોમવારનો દિવસ અત્યંત મહત્વનો છે. કંપનીએ Encoraના અધિગ્રહણની મોટી જાહેરાત કરી છે. આ મેગા ડીલ $2.35 અબજના એન્ટરપ્રાઈઝ વેલ્યુ પર થઈ છે. નિષ્ણાતોના મતે, આ અધિગ્રહણ બાદ સંયુક્ત કંપનીનું વાર્ષિક રેવન્યુ લગભગ $2.5 અબજ સુધી પહોંચી શકે છે. આ પોઝિટિવ સમાચારને પગલે શેરમાં ખરીદીનું વલણ જોવા મળી શકે છે.
3. વિક્રાન એન્જિનિયરિંગ (Vikran Engineering)
રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં વિક્રાન એન્જિનિયરિંગનો શેર પણ લાઈમલાઈટમાં રહેશે. કંપનીએ શેરબજારને માહિતી આપી છે કે તેમને મધ્યપ્રદેશમાં 45.75 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટ્સ માટે ‘લેટર ઓફ એવોર્ડ’ (LOA) મળ્યો છે. ગ્રીન એનર્જી ક્ષેત્રે મળી રહેલા નવા પ્રોજેક્ટ્સ કંપનીના ગ્રોથ માટે સારા સંકેત છે, જેથી શેરમાં હલચલ રહી શકે છે.
4. અરબિંદો ફાર્મા (Aurobindo Pharma)
ફાર્મા સેક્ટરના રોકાણકારો માટે અરબિંદો ફાર્માના સમાચાર મહત્વના છે. કંપનીની સહાયક કંપની CuraTeQ Biologics એ અમેરિકાની BioFactura Inc સાથે કરેલો લાઈસન્સિંગ એગ્રીમેન્ટ પરસ્પર સંમતિથી રદ કર્યો છે. આ કરાર Stelara (Ustekinumab) ના બાયોસિમિલર દવાના વિકાસ માટે કરવામાં આવ્યો હતો. આ પાર્ટનરશિપનો અંત આવતા શેરના ભાવ પર તેની અસર જોવા મળી શકે છે.
5. સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ (Solarworld Energy Solutions)
સોમવારે સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સના શેરમાં તેજી જોવા મળી શકે છે. કંપનીને NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ તરફથી એક જંગી ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરની કિંમત આશરે 725.33 કરોડ છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ કંપનીએ 250 MWac નો ગ્રીડ-કનેક્ટેડ સોલર પીવી પ્રોજેક્ટ તૈયાર કરવાનો રહેશે. આટલો મોટો EPC ઓર્ડર મળવાથી રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત બની શકે છે.
6. તમિલનાડ મર્કન્ટાઈલ બેંક (TMB)
બેંકિંગ શેરોમાં તમિલનાડ મર્કન્ટાઈલ બેંક પણ ફોકસમાં રહેશે. બેંક પોતાના નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે અને 29 ડિસેમ્બરના રોજ દેશભરમાં 5 નવી શાખાઓ ખોલવા જઈ રહી છે. બેંક દ્વારા કરવામાં આવી રહેલું આ વિસ્તરણ લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે, જેના કારણે સોમવારે શેરમાં સકારાત્મક વલણ જોવા મળી શકે છે.
7. ટાઈમેક્સ ગ્રુપ ઈન્ડિયા (Timex Group India)
ટાઈમેક્સ ગ્રુપ ઈન્ડિયામાં રોકાણની તક શોધી રહેલા લોકો માટે ઓફર ફોર સેલ (OFS) ના સમાચાર આવ્યા છે. કંપનીની પ્રમોટર કંપની Timex Group Luxury Watches B.V. એ કંપનીમાં રહેલી પોતાની 8.93% હિસ્સેદારી વેચવાની જાહેરાત કરી છે. આ OFS માટે ફ્લોર પ્રાઈસ 275 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. સામાન્ય રીતે OFS દરમિયાન શેરમાં વોલ્યુમ વધતું હોય છે.
8. શ્રી સિમેન્ટ (Shree Cement)
સિમેન્ટ સેક્ટરની દિગ્ગજ કંપની શ્રી સિમેન્ટ માટે સમાચાર થોડા ચિંતાજનક હોઈ શકે છે. કંપનીને બિહાર રાજ્યના કર વિભાગ તરફથી 25.6 કરોડની GST ડિમાન્ડ નોટિસ મળી છે. આ રકમમાં ટેક્સ, વ્યાજ અને પેનલ્ટીનો સમાવેશ થાય છે. આ બાબત વેલ્યુએશન અને વધારાના ITC ક્લેમ સાથે જ ડાયેલી છે. આ રેગ્યુલેટરી અપડેટને કારણે શેર પર દબાણ આવવાની શક્યતા નકારી શકાય નહીં.
9. ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Diamond Power Infrastructure)
છેલ્લે, પાવર કેબલ બનાવતી કંપની ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સોમવારે ટ્રેડિંગમાં એક્ટિવ રહે તેવી શક્યતા છે. કંપનીએ એક્સચેન્જને જણાવ્યું છે કે તેમને હિલ્ડ પ્રોજેક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ તરફથી પાવર કેબલ સપ્લાય માટે લેટર ઓફ ઈન્ટેન્ટ મળ્યો છે. આ ઓર્ડરનું મૂલ્ય 66.18 કરોડ (ટેક્સ સિવાય) છે. નવા ઓર્ડરના કારણે કંપનીના ઓર્ડર બુકમાં વધારો થશે, જે શેર માટે પોઝિટિવ છે.
ડિસ્ક્લેમર: Moneycontrol પર એક્સપર્ટ્સ કે બ્રોકરેજ ફર્મ્સ દ્વારા આપવામાં આવતી સલાહ કે વિચારો તેમના પોતાના હોય છે. વેબસાઈટ કે મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે કોઈપણ રોકાણ કરતા પહેલા સર્ટિફાઈડ આર્થિક સલાહકારની મદદ લેવી.