Tata Power Q4 Result: કંપનીનો માર્ચ ક્વાર્ટરમાં 49% વધીને 938.8 કરોડ રૂપિયા રહ્યો, દરેક શેર પર ₹2 ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત - Tata Power Q4 Result: The company's revenue rose 49% to Rs 938.8 crore in the March quarter, announcing a dividend of ₹2 per share. | Moneycontrol Gujarati
Get App

Tata Power Q4 Result: કંપનીનો માર્ચ ક્વાર્ટરમાં 49% વધીને 938.8 કરોડ રૂપિયા રહ્યો, દરેક શેર પર ₹2 ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત

કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 4.1 ટકા વધીને 12453.8 કરોડ રૂપિયા પર રહી છે

અપડેટેડ 05:39:00 PM May 04, 2023 પર
Story continues below Advertisement
31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. સાથે જ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Tata Power Q4 Result: દેશની દિગ્ગજ કંપની ટાટા પાવર (Tata Power) એ 04 મે ના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. સાથે જ ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં પણ વધારો જોવાને મળ્યો છે.

    નફામાં વધારો

    માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 49 ટકા વધીને 938.8 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે ગત વર્ષ આ સમયમાં કંપનીનો નફો 632 કરોડ રૂપિયા પર હતો. જ્યારે CNBC-TV 18 ના પોલમાં કંપનીનો નફો 670 કરોડ રૂપિયા પર રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


    આવક વધી

    કંપનીની આવકની વાત કરીએ તો ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ-દર-વર્ષના આધાર પર 4.1 ટકા વધીને 12453.8 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની આવક 11,960 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 12,950 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    એબિટામાં આવ્યો વધારો

    વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 3.3 ટકા વધારાની સાથે 1927.8 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત નાણાકીય વર્ષના આ સમયમાં 1866 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 1813 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

    ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 15.6 ટકા થી ઘટીને 15.5 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 14 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

    ડિવિડન્ડની કરી જાહેરાત

    તમને જણાવી દઈએ કે કંપનીએ રોકાણકારો માટે 2 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની જાહેરાત કરી છે.

    Hero MotoCorp Q4 Result: નફો 37% વધીને ₹859 કરોડ, કંપનીએ ₹35 પ્રતિશેરના ડિવિડન્ડની કરી જાહેરાત

    MoneyControl News

    MoneyControl News

    First Published: May 04, 2023 5:39 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.