Tata Technologies investment in US: Tata Technologiesનો અમેરિકામાં ઇન્વેસ્ટ કરવાનો નિર્ણય વિલંબિત થઈ શકે છે. કંપનીના CEO અને એમડી વોરેન હેરિસે કહ્યું છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલીસી અંગે હજુ પણ અનિશ્ચિતતા છે, જેના કારણે ત્યાં ઇન્વેસ્ટ કરવાનો નિર્ણય વિલંબિત થઈ શકે છે. જોકે, USમાં નોંધપાત્ર હાજરી ધરાવતી ગ્લોબલ પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સર્વિસ કંપનીને આશા છે કે આગામી એક કે બે મહિનામાં પોલીસી અંગે થોડી સ્પષ્ટતા થશે. હેરિસે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, "ઉત્તર અમેરિકામાં મધ્યમથી લાંબા ગાળા માટે ખૂબ જ આશાવાદી છીએ. ટેરિફ જેવી બાબતો પર સ્પષ્ટતાનો અભાવ મદદરૂપ નથી. તેઓ કસ્ટમર્સ માટે મદદરૂપ નથી અને કારણ કે તેઓ અમારા કસ્ટમર્સ માટે મદદરૂપ નથી, ઇન્વેસ્ટના નિર્ણયોમાં વિલંબ થવાની શક્યતા છે.