Maruti suzuki price hike: દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી 1 એપ્રિલથી તેની કાર/વ્હીકલના ભાવમાં 4 ટકા સુધીનો વધારો કરવા જઈ રહી છે. કંપનીએ સોમવારે આ વધારાની જાહેરાત કરી. કંપનીની આ જાહેરાત પછી, મારુતિ સુઝુકીના શેરમાં પણ 2 ટકાનો ઉછાળો આવ્યો. વધતા ઇનપુટ ખર્ચ અને વધતા સંચાલન ખર્ચને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે કંપનીના નફા પર અસર કરી રહ્યો છે. મારુતિ સુઝુકી સ્થાનિક બજારમાં એન્ટ્રી-લેવલ અલ્ટો K10 થી લઈને મલ્ટીપલ પર્પઝ વ્હીકલ ઇન્વિક્ટો સુધીના મોડેલો વેચે છે.