TRAI ના નિર્દેશોનું પાલન કરીને, ટેલિકોમ કંપનીઓએ ફક્ત વોઈસ પેક ઓફર કરવાનું શરૂ કર્યું છે. પરંતુ આમાં ગ્રાહકો માટે કોઈ રાહત નથી. શું છે સંપૂર્ણ સમાચાર? આ વાત જણાવતા સીએનબીસી-બજારને સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે વોઇસ પેક મોંઘા થઈ રહ્યા છે. કંપનીઓએ TRAI ના નિર્દેશોનું પાલન કરીને વોઇસ પેક પૂરા પાડ્યા છે. તેનો અર્થ એ કે કંપનીઓએ ફક્ત વોઇસ પેક આપવાનું શરૂ કર્યું છે. પરંતુ ગ્રાહકને આનો કોઈ લાભ મળશે નહીં. ટેલિકોમ કંપનીઓએ ટેરિફમાં કોઈ ઘટાડો કર્યો નથી. ટેલિકોમ કંપનીઓએ હાલના પેકમાંથી ડેટા દૂર કરી દીધો છે. ગ્રાહકોએ ડેટા માટે વધારાનું રિચાર્જ કરાવવું પડશે. નોંધનીય છે કે ટ્રાઈ ડેટા-ફ્રી પેક સસ્તા બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.