Welspun India Q4 Result: નફો 125.4 કરોડ રૂપિયા રહ્યો, વેલસ્પન ઈન્ડિયાએ શેર બાયબેકની જાહેરાત કરી - Welspun India Q4 Result: Profit at Rs 125.4 crore, Welspun India announces share buyback | Moneycontrol Gujarati
Get App

Welspun India Q4 Result: નફો 125.4 કરોડ રૂપિયા રહ્યો, વેલસ્પન ઈન્ડિયાએ શેર બાયબેકની જાહેરાત કરી

ટેક્સટાઈલ સેક્ટરની કંપની Welspun India એ 27 એપ્રિલના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 140 રૂપિયા વધ્યો છે જ્યારે આવકમાં 3.3 ટકાનો ઘટાડો આવ્યો છે.

અપડેટેડ 04:51:07 PM Apr 27, 2023 પર
Story continues below Advertisement
ટેક્સટાઈલ સેક્ટરની કંપની Welspun India એ 27 એપ્રિલના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.
     
     
    live
    Volume
    Todays L/H
    More

    Welspun India Q4 Result: ટેક્સટાઈલ સેક્ટરની કંપની Welspun India એ 27 એપ્રિલના નાણાકીય વર્ષ 2022-23 ના ચોથા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 માર્ચ 2023 ના સમાપ્ત થયેલા આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 140 ટકા વધ્યો છે જ્યારે આવકમાં 3.3 ટકાનો ઘટાડો આવ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 140 ટકા વધીને 125.4 કરોડ રૂપિયા પર રહ્યો છે જ્યારે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીનો નફો 52.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

    ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક વર્ષ દર વર્ષના આધાર પર 3.3 ટકા તૂટીને 2,154 કરોડ રૂપિયા પર રહી છે જો કે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં કંપનીની રેવેન્યૂ 2,227 કરોડ રૂપિયા પર રહી હતી.

    વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 24.7 ટકા વધારાની સાથે 278.5 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે છેલ્લા નાણાકીય વર્ષના આ સમયમાં 223.3 કરોડ રૂપિયા પર હતા. જ્યારે એબિટડા માર્જિન છેલ્લા ક્વાર્ટરના 10 ટકાથી વધીને 12.9 ટકા પર આવી ગયા છે.


    120 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર કરશે બાયબેક

    કંપનીના બોર્ડે 120 રૂપિયા પ્રતિશેરના ભાવ પર બાયબેકને પણ મંજૂરી આપી છે. બાયબેક પર કંપની કુલ 195 કરોડ રૂપિયા ખર્ચ કરશે અને તેના ટેંડર રૂટના દ્વારા પૂરા કરવામાં આવશે. કંપનીએ એક્સચેન્જોને જણાવ્યુ કે બોર્ડે 1.62 કરોડ શેરોના બાયબેકની મંજૂરી આપી છે.

    તમને જણાવી દઈએ કે Welspun India ટેરી ટૉવેલ બનાવા વાળી આ એશિયાની સૌથી મોટી અને દુનિયાની બીજી સૌથી મોટી કંપની છે. Welspun India પોતાના હોમ ટેક્સટાઈલ્સની નજીક 94 ટકા એક્સપોર્ટ કરે છે.

    27 એપ્રિલના કારોબારમાં Welspun India ના શેર એનએસઈ પર 1.00 રૂપિાય એટલે કે 1.16 ટકાના વધારાની સાથે 87.05 રૂપિયાના સ્તર પર બંધ થયા. સ્ટૉકનો ડે હાઈ 89.00 રૂપિયા હતો જ્યારે ડે લો 84.05 રૂપિયા પર હતો. કંપનીના માર્કેટ કેપ 8,601 કરોડ રૂપિયા છે.

    ગોદરેજ કંઝ્યુમર 2825 કરોડ રૂપિયામાં રેમંડના કંઝ્યૂમર કેર બિઝનેસનું કરશે અઘિગ્રહણ

    MoneyControl News

    MoneyControl News

    First Published: Apr 27, 2023 4:51 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.