Wipro Q3 Result: ક્વાર્ટરના આધાર પર કંપનીની આવક 3.3% વધી, ડૉલર આવક 1.2% વધી | Moneycontrol Gujarati
Get App

Wipro Q3 Result: ક્વાર્ટરના આધાર પર કંપનીની આવક 3.3% વધી, ડૉલર આવક 1.2% વધી

કંપનીની ડૉલર આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 1.2 ટકા વધીને 2,635.4 કરોડ ડૉલર પર રહી છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીની ડૉલર આવક 2,604.3 કરોડ પર રહી હતી.

અપડેટેડ 04:17:57 PM Jan 16, 2026 પર
Story continues below Advertisement
Wipro Q3 Result: વિપ્રો (Wipro) એ 16 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે.

Wipro Q3 Result: વિપ્રો (Wipro) એ 16 જાન્યુઆરીના નાણાકીય વર્ષ 2026 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2025 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીની આવક અને ડૉલર આવકમાં વધારો જોવાને મળ્યો છે.

આવકમાં વધારો

કંપનીની આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 3.3 ટકા વધીને 23,378 કરોડ રૂપિયા પર રહી છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીની આવક 22,640 કરોડ રૂપિયા પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 23,549 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.


ડૉલર આવકમાં વધારો

કંપનીની ડૉલર આવકની વાત કરીએ તો ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની ડૉલર આવક ક્વાર્ટર-દર-ક્વાર્ટરના આધાર પર 1.2 ટકા વધીને 2,635.4 કરોડ ડૉલર પર રહી છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીની ડૉલર આવક 2,604.3 કરોડ પર રહી હતી. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 3,883 કરોડ રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

એબિટામાં આવ્યો ઘટાડો

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટા 5.5 ટકા ઘટાડાની સાથે 3,573.5 કરોડ રૂપિયા પર રહ્યા છે જો કે ગત ક્વાર્ટરના આ સમયમાં 3,783 કરોડ રૂપિયા પર હતા. જો કે CNBC-TV18 ના પોલમાં 3,883 કરોડ રૂપિયા રહેવાનું અનુમાન કરવામાં આવ્યુ હતુ.

ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના એબિટડા માર્જિન ગત ક્વાર્ટરના 16.7 ટકા થી ઘટીને 15.3 ટકા પર આવી ગયા છે. જ્યારે CNBC-TV18 ના પોલમાં તેના 16.5 ટકા પર રહેવાનું અનુમાન કર્યુ હતુ.

Closing Bell - સેન્સેક્સ 187 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 25700 ની નજીક બંધ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 16, 2026 4:17 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.