PM મોદીની વિશ્વના નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત, વિશ્વબેંકના વડાને પણ મળ્યા પ્રધાનમંત્રી - pm modi informal interaction with world leaders prime minister also met the head of the world bank | Moneycontrol Gujarati
Get App

PM મોદીની વિશ્વના નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત, વિશ્વબેંકના વડાને પણ મળ્યા પ્રધાનમંત્રી

G20 Summit Indonesia: G-20ના ભારતના આગામી પ્રમુખપદના સંદર્ભમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે, જ્યારે જી-20ની બેઠક બૌદ્ધ અને ગાંધીની ભૂમિ પર યોજાશે. ત્યારે આપણે બધા સાથે મળીને વિશ્વને શાંતિનો મજબૂત સંદેશો આપીશું.

અપડેટેડ 11:06:32 AM Nov 16, 2022 પર
Story continues below Advertisement

G20 Summit Indonesia:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે G-20 સમિટ સિવાય, યુએસ પ્રમુખ જો બાઈડેન, બ્રિટિશના વડાપ્રધાન ઋષિ સુનક, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને અન્ય ઘણા વિશ્વ નેતાઓ સાથે અનૌપચારિક વાતચીત કરી હતી અને વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું.

વાર્ષિક G20 સમિટના સત્રને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, જળવાયુ પરિવર્તન (Climate Change), કોવિડ -19 વૈશ્વિક મહામારી અને યુક્રેન યુદ્ધ (Russia Ukraine War)ના કારણે ઉદ્ભવતા વૈશ્વિક પડકારોએ વિશ્વમાં તબાહી સર્જી છે, અને ગ્લોબલ સપ્લાય ચેઈન પડી ભાંગી છે.

ભારતના આગામી G-20 પ્રમુખપદના સંદર્ભે, મોદીએ કહ્યું કે, તેમને વિશ્વાસ છે કે "જ્યારે G20 બૌધ્ધ અને ગાંધીની ધરતી પર મળશે, ત્યારે આપણે બધા સાથે મળીને વિશ્વને શાંતિનો નક્કર સંદેશ આપીશું.

આ પણ વાંચો- હવે ભારત બનશે G20નું પ્રમુખ, PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં વધશે ગરિમા

વડાપ્રધાન કાર્યાલય(PMO)એ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને બાલીમાં G20 સમિટ દરમિયાન વાતચીત કરી.


PM @narendramodi and @POTUS @JoeBiden interact during the @g20org Summit in Bali. pic.twitter.com/g5VNggwoXd

— PMO India (@PMOIndia) November 15, 2022

પીએમ મોદી બ્રિટનના વડાપ્રધાન સુનકને પણ મળ્યા હતા. ગત મહિને જ સુનકે પદ સંભાળ્યું ત્યારથી બંને વચ્ચે આ પ્રથમ વાતચીત હતી.

PMOએ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઋષિ સુનકે બાલીમાં G20 સમિટના પહેલા દિવસે ચર્ચા કરી.

Prime Ministers @narendramodi and @RishiSunak in conversation during the first day of the @g20org Summit in Bali. pic.twitter.com/RQv1SD87HJ

— PMO India (@PMOIndia) November 15, 2022

PMOએ ટ્વીટ કર્યું કે, G20 સમિટના ઉદઘાટન પર રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ટૂંકી ચર્ચા કરી.

G20 સમિટ બાદ વડાપ્રધાન મોદી બુધવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો, સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ, ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને સિંગાપોરના વડાપ્રધાન લી સિએન લૂંગ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.

A brief discussion at the start of the @g20org Summit with President @EmmanuelMacron. pic.twitter.com/VEuZrWqRjc

— PMO India (@PMOIndia) November 15, 2022

તેઓ સેનેગલના પ્રમુખ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ મેકી સાલને પણ મળ્યા હતા. વડાપ્રધાન મોદી નેધરલેન્ડના રાષ્ટ્રપતિ માર્ક રુટેને પણ મળ્યા હતા.

આ સિવાય વડાપ્રધાન વિશ્વ બેંકના પ્રમુખ ડેવિડ માલપાસને પણ મળ્યા હતા. PMOએ ટ્વીટ કર્યું, બાલીમાં G20 સમિટમાં વિશ્વબેંકના પ્રમુખ ડેવિડ માલપાસ સાથે મહત્વની ચર્ચા થઈ.

A fruitful discussion with @WorldBank President, Mr. @DavidMalpassWBG at the Bali @g20org Summit. pic.twitter.com/AbRf1PFBHj

— PMO India (@PMOIndia) November 15, 2022

આ સાથે, મોદીએ WHOના પ્રમુખ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ સાથે પણ મુલાકાત કરી હતી. WHOએ ટ્વીટ કરી કહ્યું કે, ગ્લોબલ ટ્રેડિશનલ હેલ્થ સેન્ટરના હોસ્ટિંગ અને નિર્માણ માટે WHO સાથેના તમારા સહયોગ માટે વડાપ્રધાન મોદીનો આભાર.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 15, 2022 4:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.