મિહિર વોરાનું કહેવુ છે કે માર્કેટમાં હાલ હેડવિંડ હોય એવું લાગે છે. વૈશ્વિક સ્તરે વ્યાજ દરમાં હજૂ વધારો થવાની શક્યતા છે. માર્કેટમાં ઘણી અનિશ્ચિતતા બનેલી છે. મ્યુચ્યુઅલ ફંડના ફ્લોમાં બહુ વધુ ફેરફાર નથી થયો. લાંબા ગાળાના રોકાણકારોનો ફ્લો સાધારણ ચાલુ જ છે.
મિહિર વોરાના મતે USમાં બૉન્ડના યીલ્ડ વધવાના કારણે ફ્લો થોડો બહાર ગયો છે. વૈશ્વિક સ્તરે સ્લોડાઉન વધુ ગંભીર દેખાઇ છે. ભારતની સ્થિતિ બહુ ખરાબ નથી, વૈશ્વિક સ્થિતિની થોડી અસર થશે. ભારતમાં મોંઘવારી નિયંત્રણમાં આવી રહી છે, ગંભીર મુદ્દો નથી. સ્થાનિક કન્ઝ્મ્પ્શન સેક્ટર પર વધુ ભરોસો છે.



