દિલીપ ભટ્ટનું કહેવુ છે કે ભારતીય બજારમાં હાલ મિશ્ર સંકેતો મળી રહ્યા છે. કન્ઝમ્પશન સારું છે પણ, ગ્રામિણ કન્ઝમ્પશન વધારવાની જરૂર છે. હવે વિશ્વ ક્વોન્ટિટેટિવ ટાઈટનિંગ તરફ આગળ જઈ રહ્યું છે. ભારતીય કંપનીઓના પરિણામ સારા આવશે પણ બજાર રિએક્ટ નહીં કરે.
દિલીપ ભટ્ટના મતે હાલમાં બજારથી રિટેલ રોકાણકારો પાછળ ખસ્યા છે. આવનારા સમયમાં બજાર રેન્જમાં રહે તેવું અનુમાન છે. નિફ્ટીમાં અહીંથી 700-1000 પોઈન્ટનો ઘટાડો આવવાની શક્યતા છે. FIIs પોઝિટિવ નહીં થાય ત્યાં સુધી તેજી નહીં આવે.
બ્રોકરેજ હાઉસની એક કંપનીએ ભારતી એરટેલ પર બુલિશ, જાણો કેટલી આપી ટાર્ગેટ પ્રાઈઝ
દિલીપ ભટ્ટનું માનવું છે કે ઈમર્જિંગ માર્કેટમાં ભારતનો PE ઘણો ઊંચો છે. ભારતીય બજાર અને કંપનીઓ બન્નેના વેલ્યુએશન ઘણાં વધુ છે. મોંઘવારી હજુ પણ ઉપરના સ્તરે છે. મોંઘવારી નહીં ઘટે તો કન્ઝમ્પશનમાં ઘટાડો આવશે.
દિલીપ ભટ્ટના મુજબ મોંઘવારી અને ઊંચા વ્યાજ દર ભારત માટે પડકાર બની રહેશે. કેપિટલ ગુડ્ઝ અને ઈન્ફ્રા સેક્ટરમાં સારી તકો છે. ફાઈનાન્શિયલ સેક્ટરમાં બેલેન્સ શીટમાં સુધારો છે. વ્હાઈટ ગુડ્ઝ સેક્ટરમાં સારી તક છે.