કંપનીનો 44 કરોડનો આ IPO 29 જૂનથી 1 જુલાઈ વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો હતો. આ ઈશ્યૂને રોકાણકારો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
Adon Agro IPO Listing: શેરબજારમાં ઘણીવાર એવું બને છે કે જે IPO માં નાના રોકાણકારો ખાસ રસ નથી બતાવતા, તે લિસ્ટિંગના દિવસે જબરદસ્ત કમાણી કરાવી આપે છે. ડ્રાયફ્રૂટ્સનો વેપાર કરતી કંપની એડૉન એગ્રોના શેર સાથે આજે કંઈક આવું જ જોવા મળ્યું છે. BSE SME પ્લેટફોર્મ પર આજે આ શેરની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જો તમે પણ આ શેરમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો નવી ખરીદી કરતા પહેલા કંપનીની આર્થિક સ્થિતિ ચોક્કસ જાણી લેવી જોઈએ.
લિસ્ટિંગ પર રોકાણકારોને ચાંદી
Adon Agro ના IPO ની કિંમત 70 નક્કી કરવામાં આવી હતી. આજે BSE SME પર આ શેર 78.25 ના ભાવે ખૂલ્યો હતો. એટલે કે જે રોકાણકારોને IPO માં શેર લાગ્યા હતા, તેમને સીધો 11.79% નો લિસ્ટિંગ ગેઈન મળ્યો. પણ વાત અહીં જ પૂરી ન થઈ! લિસ્ટિંગ બાદ શેરમાં જબરદસ્ત ખરીદી જોવા મળી અને તે ઉછળીને સીધો 82.16 ની અપર સર્કિટ પર પહોંચી ગયો. આનો સીધો અર્થ એ છે કે, IPO ના રોકાણકારો હવે 17.37% ના જંગી નફામાં બેઠા છે.
રિટેલ રોકાણકારોએ નહોતો બતાવ્યો રસ
કંપનીનો 44 કરોડનો આ IPO 29 જૂનથી 1 જુલાઈ વચ્ચે સબસ્ક્રિપ્શન માટે ખૂલ્યો હતો. આ ઈશ્યૂને રોકાણકારો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. નવાઈની વાત એ છે કે રિટેલ રોકાણકારોનો હિસ્સો પૂરેપૂરો ભરાયો પણ નહોતો. ઓવરઓલ આ ઈશ્યૂ 1.35 ગણો ભરાયો હતો.
NII (નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ): 1.41 ગણું સબસ્ક્રિપ્શન
રિટેલ રોકાણકારો: માત્ર 0.84 ગણું સબસ્ક્રિપ્શન
આ IPO હેઠળ 10 ની ફેસ વેલ્યૂ વાળા 62.90 લાખ નવા શેર બહાર પાડવામાં આવ્યા હતા.
ક્યાં વપરાશે IPO ના પૈસા?
કંપની આ IPO દ્વારા એકત્ર કરેલા ફંડમાંથી 32.00 કરોડનો ઉપયોગ તેની વર્કિંગ કેપિટલ (રોજબરોજના કામકાજ) ની જરૂરિયાતો પૂરી કરવા માટે કરશે. બાકીની રકમનો ઉપયોગ કંપનીના અન્ય સામાન્ય કોર્પોરેટ કાર્યો માટે કરવામાં આવશે.
શું કામ કરે છે એડૉન એગ્રો કંપની?
Adon Agro Commodities મુખ્યત્વે ડ્રાયફ્રૂટ્સ, નટ્સ, બીજ અને બેરીઝને ખરીદવા, આયાત કરવા, પ્રોસેસિંગ કરવા અને તેના પેકિંગ-ડિસ્ટ્રિબ્યુશનનું કામ કરે છે. કંપની બદામ, કાજુ, અખરોટ, પિસ્તા, કિસમિસ, ખજૂર, જરદાળુ અને અંજીર જેવી પ્રોડક્ટ્સ વેચે છે.
કંપની પોતાનો માલ હોલસેલ ઉપરાંત પોતાની રિટેલ બ્રાન્ડ હંગર નટ્સ હેઠળ પણ વેચે છે, જેના પેકિંગ 250 ગ્રામથી લઈને 30 કિલો સુધીના સાઈઝમાં ઉપલબ્ધ હોય છે. કંપની કોર્પોરેટ અને ફેસ્ટિવ ગિફ્ટિંગનું કામ પણ કરે છે. કાચો માલ ભારત ઉપરાંત દુબઈ (UAE), અફઘાનિસ્તાન, અમેરિકા, ચિલી અને શ્રીલંકાથી આયાત કરવામાં આવે છે.
કંપનીની આર્થિક સ્થિતિ અને ભવિષ્ય
કંપનીની બેલેન્સ શીટ પર નજર કરીએ તો તે સતત મજબૂત થઈ રહી છે. નાણાકીય વર્ષ 2023 માં કંપનીનો ચોખ્ખો નફો માત્ર 9 લાખ હતો. વર્ષ 2024 માં આ નફો કૂદકે ને ભૂસકે વધીને 1.79 કરોડ થયો. વર્ષ 2025 માં નફો સીધો 7.22 કરોડ પર પહોંચી ગયો. આ સમયગાળા દરમિયાન કંપનીની કુલ આવક પણ 114% થી વધુના સરેરાશ વાર્ષિક દરથી વધીને 103.04 કરોડ થઈ ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2026 ની વાત કરીએ તો, શરૂઆતના 10 મહિનામાં જ કંપનીએ 21.55 કરોડનો જંગી નફો અને 287.33 કરોડની આવક નોંધાવી છે. જાન્યુઆરી 2026 ના અંત સુધીમાં કંપની પર 10.19 કરોડનું દેવું હતું, જ્યારે તેની સામે કંપનીના રિઝર્વ અને સરપ્લસ ખાતામાં 30.45 કરોડની રોકડ જમા પડી હતી.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.