Bharat Coking Coal IPO Allotment: 143 ગણો ભરાયો ઇશ્યૂ, GMPમાં જબરદસ્ત ઉછાળો, આ રીતે ફટાફટ ચેક કરો તમારું સ્ટેટસ
Bharat Coking Coal IPOના રોકાણકારો માટે મહત્વના સમાચાર! આ ઇશ્યૂ 143 ગણો સબસ્ક્રાઇબ થયો છે અને GMP 58% નફો સૂચવે છે. તમારું અલોટમેન્ટ સ્ટેટસ ચેક કરવાની સરળ રીત અહીં જાણો.
Bharat Coking Coal IPO Allotment: શેરબજારમાં હાલમાં Bharat Coking Coal (BCCL)ના IPO (IPO)ની ભારે ચર્ચા ચાલી રહી છે.
Bharat Coking Coal IPO Allotment: શેરબજારમાં હાલમાં Bharat Coking Coal (BCCL)ના IPO (IPO)ની ભારે ચર્ચા ચાલી રહી છે. રોકાણકારો તરફથી આ ઈશ્યૂને જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને તે કુલ 143 ગણો સબસ્ક્રાઇબ થયો છે. જે રોકાણકારોએ આ IPOમાં પૈસા લગાવ્યા છે, તેમના માટે હવે અલોટમેન્ટની ઘડી આવી ગઈ છે. બુધવાર, 14 જાન્યુઆરીના રોજ અલોટમેન્ટ ફાઈનલ થવાની પૂરી શક્યતા છે.
જો તમે પણ આ IPOમાં અરજી કરી છે, તો અહીં અમે તમને ગ્રે માર્કેટનું હાલનું સ્ટેટસ અને અલોટમેન્ટ ચેક કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ.
GMP જોઈને રોકાણકારો ખુશખુશાલ
માર્કેટના લેટેસ્ટ આંકડા મુજબ, ભારત કોકિંગ કોલ IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રોકાણકારોને ખુશ કરી દે તેવું છે. 14 જાન્યુઆરી 2026ના રોજ સવારે મળેલા અપડેટ મુજબ, આ શેરનો GMP 13.4 ચાલી રહ્યો છે.
કંપનીએ IPO માટે 23 ની કિંમત નક્કી કરી હતી. જો આ કિંમતમાં GMP ઉમેરીએ તો શેરનું લિસ્ટિંગ આશરે 36.4ની આસપાસ થઈ શકે છે. સાદી ભાષામાં કહીએ તો, જેમને શેર લાગશે તેમને લિસ્ટિંગના દિવસે જ લગભગ 58.26% જેટલો તગડો નફો થવાની શક્યતા દેખાઈ રહી છે. જોકે, યાદ રાખવું કે GMP એ માત્ર એક અંદાજ છે અને તેમાં ફેરફાર થઈ શકે છે.
IPO વિશેની મહત્વની વિગતો
ભારત કોકિંગ કોલનો આ IPO કુલ 1,071.11 કરોડનો છે. ખાસ વાત એ છે કે આ એક 'ઓફર ફોર સેલ' (OFS) છે, એટલે કે કંપનીના જૂના શેરધારકો પોતાના 46.57 કરોડ શેર વેચી રહ્યા છે. આનાથી કંપનીને કોઈ નવું ફંડ નહીં મળે.
* પ્રાઈસ બેન્ડ: 23 પ્રતિ શેર
* લોટ સાઈઝ: ઓછામાં ઓછા 600 શેર માટે અરજી કરવાની હતી.
* રોકાણ: રિટેલ રોકાણકારોએ લઘુત્તમ 13,800 નું રોકાણ કર્યું છે.
* લિસ્ટિંગ ડેટ: આ શેર 16 જાન્યુઆરી 2026 ના રોજ BSE અને NSE પર લિસ્ટ થવાની શક્યતા છે.
અલોટમેન્ટ સ્ટેટસ ઓનલાઇન કેવી રીતે ચેક કરવું?
જો તમને શેર લાગ્યા છે કે નહીં તે જાણવું હોય, તો તમે રજિસ્ટ્રારની વેબસાઈટ અથવા NSEની વેબસાઈટ પર જઈને સરળતાથી ચેક કરી શકો છો. નીચે મુજબના સ્ટેપ્સ અનુસરો:
1. રજિસ્ટ્રાર KFin Technologiesની વેબસાઈટ પર:-
સૌ પ્રથમ KFin Technologiesની સત્તાવાર IPO સ્ટેટસ વેબસાઈટ પર જાઓ.
ત્યાં ‘Select IPO’ ઓપ્શનમાં જઈને 'Bharat Coking Coal' પસંદ કરો.
ત્યારબાદ તમારો PAN નંબર, એપ્લિકેશન નંબર અથવા ડિમેટ એકાઉન્ટ નંબર નાખો.
કેપ્ચા કોડ ભરીને 'Submit' પર ક્લિક કરો એટલે તમારું સ્ટેટસ દેખાશે.
2. NSE ની વેબસાઈટ પર:-
NSE ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ અને 'Equity and SME IPO Bid Details' સેક્શન શોધો. લડિસ્ટમાંથી Bharat Coking Coal સિલેક્ટ કરો. તમારો એપ્લિકેશન નંબર અને PAN કાર્ડની વિગતો દાખલ કરો.સબમિટ કરતાની સાથે જ તમને ખબર પડી જશે કે શેર મળ્યા છે કે નહીં. જે રોકાણકારોને શેર અલોટ થશે, તેમના ડિમેટ એકાઉન્ટમાં શેર જમા કરી દેવામાં આવશે. જેમને શેર નથી લાગ્યા, તેમના પૈસા રિફંડ કરવાની પ્રક્રિયા પણ નિયમ મુજબ શરૂ થઈ જશે.