શેરબજારમાં રોકાણ કરતા લોકો લાંબા સમયથી નેશનલ સ્ટોક એક્સચેન્જના IPOની રાહ જોઈ રહ્યા છે. હવે આ અંગે એક મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. મર્ચન્ટ બેન્કિંગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આવતા મહિને માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી આ મેગા IPO ને લીલી ઝંડી મળી શકે છે. મંજૂરી મળ્યા બાદ સપ્ટેમ્બર મહિનામાં આ IPO માર્કેટમાં લોન્ચ થવાની પ્રબળ શક્યતા છે. આ ઈશ્યૂ ભારતીય શેરબજારના ઈતિહાસના સૌથી મોટા IPO માંથી એક બની રહેશે.
વિદેશી રોકાણકારોને આકર્ષવા 17 જુલાઈથી ગ્લોબલ રોડ શો
SEBI ની મંજૂરી મળતાની સાથે જ NSE માટે વિદેશમાં રોડ શો કરવાનો રસ્તો સાફ થઈ જશે. સ્થાનિક રોકાણકારો માટે રોડ શોનું પ્લાનિંગ પહેલેથી જ થઈ ગયું છે, જ્યારે વિદેશી ઈન્વેસ્ટર્સને આકર્ષવા માટે મર્ચન્ટ બેન્કર્સે 17 જુલાઈથી ખાસ રોડ શોનું આયોજન કર્યું છે. આ ગ્લોબલ રોડ શો અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, હોંગકોંગ અને સિંગાપોર જેવા મોટા આર્થિક કેન્દ્રોમાં યોજાશે.
જૂના વિવાદો હવે અડચણરૂપ નથી
અન્ય એક્સચેન્જની સરખામણીમાં કેટલો સમય લાગ્યો?
કોઈપણ માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યુશન્સને SEBI ના કડક ડિસ્ક્લોઝર નિયમોનું પાલન કરવું પડે છે. અગાઉ BSEએ 12 સપ્ટેમ્બર 2016 ના રોજ પોતાનું DRHP ફાઈલ કર્યું હતું, જેને 30 ડિસેમ્બર 2016 ના રોજ મંજૂરી મળી હતી. બીજી તરફ, MCX ના IPO ને મંજૂરી મળવામાં લગભગ 7 મહિના જેટલો લાંબો સમય લાગ્યો હતો.