Devson Catalyst IPO Listing: ધમાકેદાર એન્ટ્રી પછી શેરમાં લાગી લોઅર સર્કિટ, છતાં રોકાણકારોને થયો 82,000 થી વધુનો નફો!
BSE SME પ્લેટફોર્મ પર Devson Catalyst ના IPO નું 196.15 ના ભાવે શાનદાર લિસ્ટિંગ થયું છે. જોકે થોડી વારમાં જ શેરમાં લોઅર સર્કિટ લાગી. છતાં જાણો કેવી રીતે રોકાણકારો માલામાલ થયા.
કંપનીએ પોતાના IPO ની ઇશ્યૂ પ્રાઇસ 118 પ્રતિ શેર નક્કી કરી હતી. જેની સામે આજે BSE SME પર શેર 196.15 ના શાનદાર ભાવે લિસ્ટ થયો હતો. એટલે કે લિસ્ટિંગ થતાની સાથે જ રોકાણકારોને 66.23% નો સીધો નફો મળ્યો હતો.
Devson Catalyst IPO Listing: શેરબજારમાં SME IPO નો ક્રેઝ સતત વધી રહ્યો છે. આજે ઇન્ડસ્ટ્રિયલ કેટેલિસ્ટ અને સિરામિક બોલ બનાવતી કંપની દેવસન કેટેલિસ્ટના શેરોએ BSE SME પ્લેટફોર્મ પર ધમાકેદાર એન્ટ્રી કરી છે. લિસ્ટિંગ સમયે રોકાણકારો ખુશખુશાલ હતા, પરંતુ થોડી જ વારમાં બજારમાં નફો બુક કરવાની હોડ જામતા શેરમાં લોઅર સર્કિટ લાગી ગઈ હતી. આમ છતાં, જે રોકાણકારોને આ IPO લાગ્યો હતો તેઓ હજુ પણ તગડા નફામાં છે.
લિસ્ટિંગ અને નફાનું ગણિત
કંપનીએ પોતાના IPO ની ઇશ્યૂ પ્રાઇસ 118 પ્રતિ શેર નક્કી કરી હતી. જેની સામે આજે BSE SME પર શેર 196.15 ના શાનદાર ભાવે લિસ્ટ થયો હતો. એટલે કે લિસ્ટિંગ થતાની સાથે જ રોકાણકારોને 66.23% નો સીધો નફો મળ્યો હતો.
જોકે, બજાર ખુલ્યા બાદ થોડી જ વારમાં વેચવાલી આવતા શેર ગગડીને 186.35 ના સ્તરે લોઅર સર્કિટ પર આવી ગયો હતો. આમ છતાં, રોકાણકારો હજુ પણ 57.92% ના શાનદાર નફામાં છે. આ IPO નો એક લોટ 1200 શેરોનો હતો. જો આ લોઅર સર્કિટના ભાવ મુજબ ગણતરી કરીએ, તો પણ એક લોટ પર રોકાણકારોને 82,020 નો શુદ્ધ નફો મળી રહ્યો છે.
IPO ને મળ્યો હતો બમ્પર રિસ્પોન્સ
42 કરોડનો આ IPO સબસ્ક્રિપ્શન માટે 9 થી 13 જુલાઈ સુધી ખુલ્લો હતો. રોકાણકારોએ આ ઇશ્યૂ પર પસ્તાળ પાડી હતી અને એકંદરે તે 220.35 ગણો ભરાયો હતો.
આ ઇશ્યૂમાં 39 કરોડના નવા શેર બહાર પાડવામાં આવ્યા છે, જ્યારે 2.50 લાખ શેર ઑફર ફોર સેલ હેઠળ વેચાયા છે. નવા શેર દ્વારા મળેલા ફંડમાંથી કંપની 17.40 કરોડનો ખર્ચ નવો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખવા માટે કરશે. જ્યારે 12 કરોડ વર્કિંગ કેપિટલની જરૂરિયાતો પૂરી કરવા માટે વાપરવામાં આવશે.
દેવસન કેટેલિસ્ટ કંપનીનો બિઝનેસ અને આર્થિક સ્થિતિ
આ કંપની સંપૂર્ણપણે B2B મોડલ પર કામ કરે છે. તે ઓઇલ અને ગેસ રિફાઇનરીઓ, પેટ્રોકેમિકલ્સ, સ્ટીલ અને ફર્ટિલાઇઝર સેક્ટર માટે કેટેલિસ્ટ, એડ્ઝોર્બન્ટ્સ અને સિરામિક બોલ બનાવે છે. ગુજરાતમાં આવેલી તેમની ફેક્ટરીની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 6205 ટન છે.
કંપનીની નાણાકીય સ્થિતિ એકદમ મજબૂત છે. નાણાકીય વર્ષ 2025 માં કંપનીનો ચોખ્ખો નફો 7.67 કરોડ હતો, જે નાણાકીય વર્ષ 2026 માં જંગી ઉછાળા સાથે 12.52 કરોડ પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન કંપનીની આવક પણ 14% ના શાનદાર CAGR થી વધીને 56.84 કરોડ થઈ ગઈ છે. સૌથી સારી વાત એ છે કે કંપની હવે સંપૂર્ણપણે દેવામુક્ત છે અને માર્ચ 2026 ના અંતે કંપની પાસે 23.25 કરોડનું રિઝર્વ ફંડ પડ્યું હતું.
ડિસ્ક્લેમર: આ જાણકારી ફક્ત સૂચના હેતુ આપવામાં આવી રહી છે. અહીં બતાવુ જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજાર જોખમોના આધીન છે. રોકાણકારોની રીતે પૈસા લગાવાથી પહેલા હંમેશા એક્સપર્ટથી સલાહ લે. મનીકંટ્રોલની તરફથી કોઈને પણ પૈસા લગાવાની અહીં ક્યારેય પણ સલાહ નથી આપવામાં આવી છે.