નોંધનીય છે કે, IPO ના દ્રષ્ટિકોણથી વર્ષ 2025 ખૂબ જ શાનદાર રહ્યું હતું, જેમાં ટાટા કેપિટલ અને LG ઈલેક્ટ્રોનિક્સ જેવી કંપનીઓના ઈશ્યૂ આવ્યા હતા. હવે 2026માં ભારત કોકિંગ કોલ સાથે બજારમાં ફરી હલચલ જોવા મળશે.
Bharat Coking Coal IPO: નવા વર્ષની શરૂઆત સાથે જ શેરબજારમાં રોકાણકારો માટે એક મોટા સમાચાર આવ્યા છે. કોલ ઈન્ડિયાની સબસિડિયરી કંપની 'ભારત કોકિંગ કોલ' તેનો આઈપીઓ લાવવા માટે તૈયાર છે. આ વર્ષ 2026નો પહેલો મોટો આઈપીઓ હશે. કંપનીએ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ પાસે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઈલ કરી દીધું છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે કામના છે.
નોંધનીય છે કે, IPO ના દ્રષ્ટિકોણથી વર્ષ 2025 ખૂબ જ શાનદાર રહ્યું હતું, જેમાં ટાટા કેપિટલ અને LG ઈલેક્ટ્રોનિક્સ જેવી કંપનીઓના ઈશ્યૂ આવ્યા હતા. હવે 2026માં ભારત કોકિંગ કોલ સાથે બજારમાં ફરી હલચલ જોવા મળશે.
નવા શેર બહાર પાડવામાં નહીં આવે
આ આઈપીઓ અંગે સૌથી મહત્વની વાત એ છે કે કંપની તેમાં કોઈ પણ નવા શેર ઈશ્યૂ કરવાની નથી. આ આઈપીઓ સંપૂર્ણપણે 'ઓફર ફોર સેલ' હશે. આ OFS અંતર્ગત કોલ ઈન્ડિયા પોતાના હિસ્સાના 46.57 કરોડ શેર વેચશે.
સરળ ભાષામાં કહીએ તો, આ આઈપીઓથી જે પણ પૈસા ભેગા થશે તે સીધા કોલ ઈન્ડિયા પાસે જશે. ભારત કોકિંગ કોલ કંપનીને આમાંથી કોઈ રકમ મળશે નહીં. કંપનીએ પોતાના RHP માં સ્પષ્ટ કર્યું છે કે, આ આઈપીઓનો મુખ્ય હેતુ ઓફર ફોર સેલ પૂરો કરવાનો અને શેરબજારમાં લિસ્ટિંગનો ફાયદો મેળવવાનો છે. આ ઓફર કંપનીના કુલ પેડ-અપ કેપિટલના 10 ટકા જેટલી છે.
IPOની મહત્વની તારીખો
રોકાણકારો માટે તારીખો ખૂબ જ અગત્યની હોય છે. અહીં જુઓ આઈપીઓનું શેડ્યુલ:
એન્કર બુક: મોટા રોકાણકારો માટે 8 જાન્યુઆરીએ એન્કર બુક ખુલશે.
IPO ઓપનિંગ: સામાન્ય રોકાણકારો 9 જાન્યુઆરીથી આ આઈપીઓમાં પૈસા લગાવી શકશે.
IPO ક્લોઝિંગ: રોકાણકારો 13 જાન્યુઆરી સુધી બિડ (બોલી) લગાવી શકશે.
શેર એલોટમેન્ટ: 14 જાન્યુઆરી સુધીમાં રોકાણકારોને શેર ફાળવવામાં આવે તેવી શક્યતા છે.
લિસ્ટિંગ: ભારત કોકિંગ કોલના શેર 16 જાન્યુઆરીએ BSE અને NSE પર લિસ્ટ થશે.
કોના માટે કેટલો હિસ્સો રિઝર્વ?
આ આઈપીઓમાં કંપનીના કર્મચારીઓ અને શેરધારકોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કંપનીના એમ્પ્લોઈઝ માટે 2.32 કરોડ શેર અનામત (રિઝર્વ) રાખવામાં આવ્યા છે. જ્યારે શેરહોલ્ડર્સ માટે 4.65 ટકા શેર રિઝર્વ રહેશે.
કંપની વિશે જાણવા જેવું
ભારત કોકિંગ કોલ લિમિટેડની શરૂઆત વર્ષ 1972માં થઈ હતી અને તે એક 'મિની રત્ન' કંપની છે. આ કંપનીમાં કોલ ઈન્ડિયાની 100 ટકા હિસ્સેદારી છે. કોલસાના ઉત્પાદનની વાત કરીએ તો, તે દેશની સૌથી મોટી કોલ માઈનિંગ કંપની છે. નાણાકીય વર્ષ 2025 (FY25) માં દેશમાં જે કુલ કોલસાનું ઉત્પાદન થયું, તેમાં આ કંપનીનો હિસ્સો 58.50 ટકા હતો.
કંપનીની કામગીરી સતત સુધરી રહી છે. FY22માં કંપનીનું ઉત્પાદન 3.05 કરોડ ટન હતું, જે FY25માં વધીને 4.05 કરોડ ટન થઈ ગયું છે. ગયા વર્ષે સપ્ટેમ્બર સુધીમાં કંપની પાસે 34 ઓપરેશનલ માઈન્સ (ખાણો)નું મોટું નેટવર્ક હતું. ભારતમાં આ કંપનીની ટક્કરમાં કોઈ અન્ય કોલ કંપની નથી, તેથી તેની સરખામણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ જેવી કે Alpha Metallurgical Resources સાથે થઈ શકે છે.