Jio Platforms IPOમાં પૈસા લગાવવા પડાપડી! 3.73 લાખ કરોડની જંગી ડિમાન્ડ, જાણો લેટેસ્ટ સબસ્ક્રિપ્શન સ્ટેટસ | Moneycontrol Gujarati
Get App

Jio Platforms IPOમાં પૈસા લગાવવા પડાપડી! 3.73 લાખ કરોડની જંગી ડિમાન્ડ, જાણો લેટેસ્ટ સબસ્ક્રિપ્શન સ્ટેટસ

Jio Platforms IPO: દેશના સૌથી મોટા Jio Platforms IPO ને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. 3.73 લાખ કરોડની ઐતિહાસિક ડિમાન્ડ સાથે ઈશ્યુ 5.83 ગણો ભરાયો. જાણો પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગ ડેટ.

અપડેટેડ 10:36:11 AM Oct 23, 2026 પર
Story continues below Advertisement
આ IPO માટે માર્કેટમાં કુલ 3.73 લાખ કરોડ રૂપિયાની તોતિંગ ડિમાન્ડ નોંધાઈ છે. આ ડિમાન્ડમાં પબ્લિક સબસ્ક્રિપ્શનની સાથે એન્કર ઇન્વેસ્ટર્સનો પણ મોટો ફાળો છે.

Jio Platforms IPO: શેરબજારમાં અત્યારે દેશના સૌથી મોટા IPO ને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. રિલાયન્સ ગ્રુપની કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (Jio Platforms)ના IPOને રોકાણકારો તરફથી શાનદાર પ્રતિસાદ મળી રહ્યો છે. 30,213 કરોડ રૂપિયાના આ મેગા પબ્લિક ઈશ્યુમાં પૈસા લગાવવા માટે લોકોમાં ભારે પડાપડી જોવા મળી રહી છે. 23 ઓક્ટોબરે બિડિંગના ત્રીજા દિવસે જ આ ઈશ્યુ 5.83 ગણો ભરાઈ ચૂક્યો છે.

રોકાણકારોની બમ્પર ડિમાન્ડ

આ IPO માટે માર્કેટમાં કુલ 3.73 લાખ કરોડ રૂપિયાની તોતિંગ ડિમાન્ડ નોંધાઈ છે. આ ડિમાન્ડમાં પબ્લિક સબસ્ક્રિપ્શનની સાથે એન્કર ઇન્વેસ્ટર્સનો પણ મોટો ફાળો છે. ચાલો જાણીએ કઈ કેટેગરીમાં કેટલું સબસ્ક્રિપ્શન મળ્યું છે:

* ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB): 13.31 ગણો

* નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII): 6.71 ગણો


* રિટેલ ઇન્વેસ્ટર્સ: 1.71 ગણો

* કંપનીના કર્મચારીઓ: 2.22 ગણો

* રિલાયન્સના શેરધારકો: 4.42 ગણો

પ્રાઇસ બેન્ડ અને મહત્વની તારીખો

સાઇઝની દ્રષ્ટિએ આ ભારતીય શેરબજારનો અત્યાર સુધીનો સૌથી મોટો પબ્લિક ઈશ્યુ બની ગયો છે. 23 ઓક્ટોબરના રોજ આ ઈશ્યુ બંધ થશે. આ IPO ની પ્રાઇસ બેન્ડ 1065 થી 1119 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. રોકાણકારોએ એક લોટમાં 12 શેર ખરીદવાના રહેશે. ઈશ્યુમાં કુલ 27 કરોડ નવા શેર બહાર પાડવામાં આવ્યા છે. શેરોનું અલોટમેન્ટ 26 ઓક્ટોબરના રોજ ફાઇનલ થઈ શકે છે. કંપનીના શેર 28 ઓક્ટોબરે દેશના મુખ્ય શેરબજારો NSE અને BSE પર લિસ્ટ થવાની પૂરી સંભાવના છે.

એન્કર ઇન્વેસ્ટર્સનો શાનદાર રિસ્પોન્સ

IPO ખુલતા પહેલા જ કંપનીએ એન્કર બુક દ્વારા 212 એન્કર રોકાણકારો પાસેથી 8109.85 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. સંસ્થાકીય રોકાણકારો તરફથી આ ઓફર માટે 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુની માંગ જોવા મળી હતી, જે એન્કર બુકમાં ઉપલબ્ધ શેરોની કુલ કિંમત કરતા 30 ગણી વધારે છે. કંપનીએ અપર પ્રાઇસ બેન્ડ પર 7.24 કરોડ ઇક્વિટી શેર એન્કર રોકાણકારોને ફાળવ્યા છે.

કર્મચારીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ અને રિઝર્વેશન

આ પબ્લિક ઈશ્યુમાં જિયો પ્લેટફોર્મ્સના કર્મચારીઓ માટે 500 કરોડ રૂપિયા અને તેની પેરેન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના લાયક શેરધારકો માટે 2500 કરોડ રૂપિયાના શેર રિઝર્વ રાખવામાં આવ્યા છે. સૌથી સારી વાત એ છે કે કંપની તેના કર્મચારીઓને ફાઇનલ ઓફર પ્રાઇસ પર 54 રૂપિયા પ્રતિ શેરનું આકર્ષક ડિસ્કાઉન્ટ પણ આપી રહી છે. બાકી બચેલા નેટ ઈશ્યુમાંથી 50% હિસ્સો QIB માટે, 15% હિસ્સો NII માટે અને 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે.

ફંડનો ઉપયોગ ક્યાં થશે?

જિયો પ્લેટફોર્મ્સના સત્તાવાર નિવેદન અનુસાર, નવા શેર જારી કરીને એકત્ર કરવામાં આવનાર આ ફંડનો ઉપયોગ મુખ્યત્વે તેની ટેલિકોમ યુનિટ 'રિલાયન્સ જિયો ઇન્ફોકોમ' ના દેવાને સંપૂર્ણ અથવા આંશિક રીતે ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.

જિયો પ્લેટફોર્મ્સનો આ IPO ભારતીય માર્કેટમાં એક નવો ઇતિહાસ રચી રહ્યો છે. તમામ કેટેગરીના રોકાણકારો દ્વારા મળી રહેલી ઐતિહાસિક ડિમાન્ડ જોતા લિસ્ટિંગના દિવસે રોકાણકારોને શાનદાર લિસ્ટિંગ ગેઇન મળવાની પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.

આ પણ વાંચો - DA Hike 2026: કેબિનેટ બેઠકમાં મોંઘવારી ભથ્થા પર કોઈ જાહેરાત નહીં, જાણો કર્મચારીઓએ હજુ કેટલી રાહ જોવી પડશે?

ડિસ્ક્લેમર: મનીકંટ્રોલ, નેટવર્ક18 ગ્રુપનો એક ભાગ છે. નેટવર્ક18નું નિયંત્રણ 'ઇન્ડિપેન્ડન્ટ મીડિયા ટ્રસ્ટ' દ્વારા કરવામાં આવે છે, જેના એકમાત્ર લાભાર્થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ છે.

ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી રહી છે. અહીં એ જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ તરફથી ક્યારેય પણ કોઈને નાણાં રોકવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Oct 23, 2026 10:36 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.