Kanohar Electricals IPO: ઉત્તર પ્રદેશની Kanohar Electricals કંપની પોતાનો IPO લાવવાની તૈયારીમાં છે. કંપનીએ SEBI પાસે ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા છે. કંપની 300 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડશે. જાણો કંપનીના પ્લાન અને ફંડના ઉપયોગ વિશે વિગતવાર.
Kanohar Electricals IPO: ઉત્તર પ્રદેશની Kanohar Electricals કંપની પોતાનો IPO લાવવાની તૈયારીમાં છે.
Kanohar Electricals IPO: શેરબજારમાં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે એક મહત્વના સમાચાર છે. ઉત્તર પ્રદેશ સ્થિત ટ્રાન્સફોર્મર બનાવતી કંપની કનોહર ઇલેક્ટ્રિકલ્સ (Kanohar Electricals) હવે પોતાનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. આ માટે કંપનીએ માર્કેટ રેગ્યુલેટર SEBI (સેબી) સમક્ષ પોતાના ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ્સ (DRHP) જમા કરાવી દીધા છે.
IPOનું માળખું અને સાઈઝ
કંપની દ્વારા સેબીમાં જમા કરાવેલા પ્રસ્તાવ મુજબ, આ IPO દ્વારા નવા શેર બહાર પાડીને 300 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત, કંપનીના પ્રમોટર 'K સન્સ ફેમિલી ટ્રસ્ટ' ઓફર-ફોર-સેલ (OFS) મારફતે પોતાના 1.45 કરોડ શેરનું વેચાણ કરશે.
કનોહર ઇલેક્ટ્રિકલ્સ ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે દેશની મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપની પાવર ટ્રાન્સમિશન, રેલવે, રિન્યુએબલ એનર્જી અને પાવર ડિસ્ટ્રિબ્યુશન જેવા મહત્વના ઉદ્યોગોને પોતાની સેવાઓ પૂરી પાડે છે.
પ્રી-IPO પ્લેસમેન્ટની શક્યતા
IPO લોન્ચ કરતા પહેલા કંપની પ્રી-IPO પ્લેસમેન્ટ દ્વારા 60 કરોડ રૂપિયા એકત્ર કરવાનું પણ વિચારી રહી છે. કંપની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (RoC) પાસે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કરતા પહેલા આ અંગે નિર્ણય લઈ શકે છે. જો કંપની આ પ્રી-IPO રાઉન્ડમાં પૈસા એકત્ર કરવામાં સફળ રહેશે, તો મેઈન IPO માં નવા શેરોની સાઈઝ તેટલી રકમથી ઘટી જશે.
એકત્ર થયેલા ફંડનો ઉપયોગ ક્યાં થશે?
કનોહર ઇલેક્ટ્રિકલ્સ IPO દ્વારા મળનારી રકમનો ઉપયોગ કંપનીના વિકાસ માટે કરવા માંગે છે. 66.74 કરોડ રૂપિયા નવી મશીનરી અને સાધનો ખરીદવા, ઓફિસ બિલ્ડિંગનું સિવિલ કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર ડેવલપમેન્ટ તેમજ ગંગોલ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં સસ્ટેનેબિલિટી (ટકાઉપણા) પહેલ વધારવા માટે. 130 કરોડ રૂપિયા કંપનીની વધતી જતી વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી) ની જરૂરિયાતોને પહોંચી વળવા માટે. બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યો માટે કરવામાં આવશે. આ પબ્લિક ઈશ્યુના સંચાલન માટે કંપનીએ નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને IIFL કેપિટલ સર્વિસિસને મર્ચન્ટ બેન્કર્સ તરીકે નિયુક્ત કર્યા છે. કનોહર ઇલેક્ટ્રિકલ્સના લિસ્ટેડ હરીફોમાં હિટાચી એનર્જી ઈન્ડિયા, ભેલ (BHEL), શ્નાઈડર ઈલેક્ટ્રિક, CG પાવર અને GE વર્નોવા જેવી દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે.
કંપનીની આર્થિક કામગીરી પર નજર કરીએ તો એપ્રિલ-સપ્ટેમ્બર 2025, આ સમયગાળા દરમિયાન કંપનીએ 165.5 કરોડ રૂપિયાની આવક (રેવન્યુ) અને 30.6 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. નાણાકીય વર્ષ (FY) 2025 કંપનીનો નફો 267 ટકાના જબરદસ્ત ઉછાળા સાથે 65.1 કરોડ રૂપિયા થયો છે, જે એક વર્ષ અગાઉ 17.8 કરોડ રૂપિયા હતો. જ્યારે રેવન્યુ 62.9 ટકા વધીને 450.6 કરોડ રૂપિયા થઈ છે, જે FY 2024માં 276.7 કરોડ રૂપિયા હતી. કંપનીનું મજબૂત આર્થિક પ્રદર્શન અને ગ્રોથ પ્લાન આવનારા સમયમાં રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની શકે છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર આપવામાં આવેલા વિચાર અને રોકાણની સલાહ રોકાણ વિશેષજ્ઞોના પોતાના અંગત વિચાર અને સલાહ હોય છે. Moneycontrol યુઝર્સને સલાહ આપે છે કે તે કોઈ રોકાણ નિર્ણય લેવાના પહેલા સર્ટિફાઈડ એક્સપર્ટથી સલાહ લો.