Milky Mist IPO: મિલ્કી મિસ્ટનો 1533 કરોડનો IPO 11 ઓગસ્ટે ખુલશે, રોકાણ કરતા પહેલા આ 7 મહત્વની વાતો જાણી લો | Moneycontrol Gujarati
Get App

Milky Mist IPO: મિલ્કી મિસ્ટનો 1533 કરોડનો IPO 11 ઓગસ્ટે ખુલશે, રોકાણ કરતા પહેલા આ 7 મહત્વની વાતો જાણી લો

ડેરી પ્રોડક્ટ્સ બનાવતી કંપની Milky Mistનો 1533 કરોડનો IPO 11 ઓગસ્ટથી ખુલવા જઈ રહ્યો છે. ગ્રે માર્કેટમાં (GMP) શેરની સ્થિતિ મજબૂત છે. પૈસા લગાવતા પહેલા જાણો કંપનીની સંપૂર્ણ ડિટેલ અને 7 જરૂરી વાતો.

અપડેટેડ 11:02:57 AM Aug 09, 2026 પર
Story continues below Advertisement
મિલ્કી મિસ્ટના આ IPO ની પ્રાઇસ બેન્ડ 133થી 140 રૂપિયા નક્કી કરવામાં આવી છે. છૂટક રોકાણકારોએ ઓછામાં ઓછા 1 લોટ એટલે કે 107 શેર માટે અરજી કરવાની રહેશે.

Milky Mist IPO: દેશની સૌથી ઝડપથી વિકસતી પેકેજ્ડ ફૂડ અને ડેરી પ્રોડક્ટ્સ કંપની મિલ્કી મિસ્ટ શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે તૈયાર છે. કંપનીનો 1533 કરોડ રૂપિયાનો પબ્લિક ઇશ્યૂ  મંગળવાર, 11 ઓગસ્ટના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે. અત્યારે ગ્રે માર્કેટમાં આ શેરને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જો તમે પણ આ IPOમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો, તો નિર્ણય લેતા પહેલા નીચે આપેલી 7 મહત્વની બાબતો જરૂરથી જાણી લો.

1. પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ

મિલ્કી મિસ્ટના આ IPO ની પ્રાઇસ બેન્ડ 133થી 140 રૂપિયા નક્કી કરવામાં આવી છે. છૂટક રોકાણકારોએ ઓછામાં ઓછા 1 લોટ એટલે કે 107 શેર માટે અરજી કરવાની રહેશે.

2. IPO ની મહત્વની તારીખો

આ ઇશ્યૂ 11 ઓગસ્ટે ખુલશે અને 13 ઓગસ્ટે બંધ થશે. ત્યારબાદ 14 ઓગસ્ટના રોજ શેરોનું એલોટમેન્ટ ફાઈનલ કરવામાં આવશે. જો બધું સમયપત્રક મુજબ રહ્યું તો, 18 ઓગસ્ટે BSE અને NSE પર શેરનું લિસ્ટિંગ થશે.


3. ગ્રે માર્કેટ પ્રીમિયમનો ટ્રેન્ડ

ગ્રે માર્કેટમાં મિલ્કી મિસ્ટના શેરની સારી ડિમાન્ડ જોવા મળી છે. અપર પ્રાઇસ બેન્ડની સરખામણીમાં શેર 27 રૂપિયાના પ્રીમિયમ પર ચાલી રહ્યો છે. એટલે કે લિસ્ટિંગ પર આશરે 19.29 ટકાનો નફો મળી શકે છે. જોકે, માર્કેટ નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે માત્ર ગ્રે માર્કેટના આધારે નહીં, પરંતુ કંપનીના ફંડામેન્ટલ્સ જોઈને જ રોકાણ કરવું જોઈએ.

4. કુલ ઇશ્યૂ સાઇઝ અને શેરોની વહેંચણી

કંપની કુલ 1533 કરોડ રૂપિયા એકઠા કરવા જઈ રહી છે. આ ઇશ્યૂમાં 1,428 કરોડ રૂપિયાના નવા શેર બહાર પાડવામાં આવશે. જ્યારે ઓફર ફોર સેલ વિન્ડો હેઠળ 2 રૂપિયાની ફેસ વેલ્યુ વાળા 89,28,570 શેર વેચવામાં આવશે. પ્રમોટર્સ સતીશકુમાર ટી અને અનીત એસ OFS દ્વારા પોતાનો હિસ્સો ઘટાડશે.

5. IPO ના રજિસ્ટ્રાર ક્યાં ચેક કરવું સ્ટેટસ?

મિલ્કી મિસ્ટ IPO ના ઓફિશિયલ રજિસ્ટ્રાર તરીકે કેફિનટેક કામગીરી સંભાળી રહ્યું છે. એકવાર એલોટમેન્ટ ફાઇનલ થઈ જાય, પછી રોકાણકારો KFintech અથવા BSE ની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાને કેટલા શેર મળ્યા છે તેનું સ્ટેટસ ચેક કરી શકશે.

6. કંપની આ ફંડનો ઉપયોગ ક્યાં કરશે?

OFS થકી મળેલા પૈસા સીધા શેર વેચનાર પ્રમોટર્સ પાસે જશે. જ્યારે નવા શેર થકી મળેલા ફંડનો ઉપયોગ નીચે મુજબ થશે,,496.86 કરોડ રૂપિયા કંપનીનું દેવું ઓછું કરવા માટે વપરાશે. 469.24 કરોડ રૂપિયા પેરુંદુરઈ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીના વિસ્તરણ અને આધુનિકીકરણ માટે ખર્ચાશે. 155.31 કરોડ રૂપિયા વિસી કુલર, આઈસક્રીમ ફ્રીઝર અને ચોકલેટ કુલર ખરીદવા પાછળ વપરાશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ કાર્યો માટે વાપરવામાં આવશે.

7. કંપનીનો બિઝનેસ અને નાણાકીય સ્થિતિ

મિલ્કી મિસ્ટ પ્રીમિયમ ડેરી પ્રોડક્ટ્સ પર ખાસ ફોકસ કરે છે. સ્માર્ટશેફ, કેપેલા, મિસ્ટી લાઇટ, બ્રિયાસ અને અસલ જેવી બ્રાન્ડ્સ હેઠળ કંપની પનીર, માખણ, દહીં, ઘી, આઈસક્રીમ, ફ્રોઝન ફૂડ્સ, ચોકલેટ્સ વગેરે બનાવે છે. કંપની 'ફાર્મ-ટુ-કન્ઝ્યુમર' મોડલ પર કામ કરે છે. તે ખેડૂતો પાસેથી સીધું દૂધ ખરીદીને પોતાના ઓટોમેટેડ પ્લાન્ટમાં પ્રોસેસ કરે છે અને કોલ્ડ-ચેન નેટવર્ક દ્વારા દેશભરમાં પહોંચાડે છે.

નાણાકીય સ્થિતિની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2024-2026 ના સમયગાળામાં કંપનીનો નફો ખૂબ ઝડપથી વધ્યો છે,,વાર્ષિક 155 ટકાના જંગી ઉછાળા સાથે 127.01 કરોડ રૂપિયા નોંધાયો છે. 31 ટકાના દરે વધીને 3,145.01 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. માર્ચ 2026ના અંતે કંપની પર 1,671.85 કરોડ રૂપિયાનું દેવું હતું, જેની સામે કંપનીના રિઝર્વ અને સરપ્લસ ખાતામાં 333.55 કરોડ રૂપિયા જમા હતા.

આ પણ વાંચો-Siemens Energy Share Target: શાનદાર પરિણામો બાદ આ શેરમાં આવશે 15% નો મોટો ઉછાળો, ટોચના બ્રોકરેજે આપી 'Buy' રેટિંગ

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 09, 2026 11:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.