Monomark Engineering IPO: રોકાણ માટે પૈસા રાખો તૈયાર, 2 ડિસેમ્બરે ખુલશે 175.5 કરોડનો ઇશ્યૂ- જાણો પ્રાઇસ બેન્ડ | Moneycontrol Gujarati
Get App

Monomark Engineering IPO: રોકાણ માટે પૈસા રાખો તૈયાર, 2 ડિસેમ્બરે ખુલશે 175.5 કરોડનો ઇશ્યૂ- જાણો પ્રાઇસ બેન્ડ

Monomark Engineeringનો 175.5 કરોડનો IPO 2 ડિસેમ્બરે ખુલશે. પ્રાઇસ બેન્ડ 60-65 અને લોટ સાઇઝ 225 શેર નક્કી. જાણો સંપૂર્ણ ટાઇમલાઇન, રોકાણની રકમ અને નાણાકીય પરિણામો.

અપડેટેડ 12:41:47 PM Nov 25, 2026 પર
Story continues below Advertisement
કંપની અપર પ્રાઇસ બેન્ડ પર 2.7 કરોડ ઇક્વિટી શેર જારી કરીને 175.5 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

Monomark Engineering IPO: પ્રાઇમરી માર્કેટ એટલે કે IPOમાં નાણાં રોકવા ઇચ્છતા રોકાણકારો માટે વધુ એક મોટી તક આવી રહી છે. પ્લાન્ટ ઓપરેશન્સ, મેઇન્ટેનન્સ અને મેટલ ફેબ્રિકેશન જેવા ઇન્ડસ્ટ્રીયલ ક્ષેત્ર સાથે જોડાયેલી રાજસ્થાન સ્થિત કંપની 'મોનોમાર્ક એન્જિનિયરિંગ' પોતાનો પબ્લિક ઇશ્યૂ લાવવા જઈ રહી છે. કંપની આ IPO દ્વારા 175.5 કરોડનું ફંડ એકત્ર કરશે. આ સમગ્ર ઇશ્યૂ સંપૂર્ણપણે ફ્રેશ શેર આધારિત છે. જો તમે પણ ઇજનેરી અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીમાં રોકાણ કરવા માંગો છો, તો આ IPO સાથે જોડાયેલી તમામ વિગતો જાણી લો.

IPO નું કદ, પ્રાઇસ બેન્ડ અને વેલ્યુએશન

કંપનીએ પોતાના IPO માટે પ્રતિ શેર 60 થી 65 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. કંપની અપર પ્રાઇસ બેન્ડ પર 2.7 કરોડ ઇક્વિટી શેર જારી કરીને 175.5 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.આ ઇશ્યૂમાં ઓફર-ફોર-સેલનો એક પણ હિસ્સો નથી, એટલે કે આ સંપૂર્ણ રકમ ફ્રેશ ઇશ્યૂ દ્વારા આવશે.ઉપલા પ્રાઇસ બેન્ડ પ્રમાણે કંપની આશરે 642.3 કરોડના માર્કેટ વેલ્યુએશનનો લક્ષ્યાંક સાધી રહી છે.


મહત્વની તારીખો

એન્કર બુકિંગ: સંસ્થાકીય રોકાણકારો માટે એન્કર બુક 1 ડિસેમ્બરના રોજ ખુલશે.

IPO ખુલવાની તારીખ: સામાન્ય રોકાણકારો માટે આ ઇશ્યૂ 2 ડિસેમ્બરથી ખુલશે.

IPO બંધ થવાની તારીખ: 4 ડિસેમ્બરના રોજ ઇશ્યૂ સબસ્ક્રિપ્શન માટે બંધ થશે.

શેર એલોટમેન્ટ: 7 ડિસેમ્બરના રોજ શેરોનું એલોટમેન્ટ ફાઇનલ થવાની શક્યતા છે.

શેર લિસ્ટિંગ: સ્ટોક એક્સચેન્જ પર કંપનીના શેરોનું લિસ્ટિંગ 9 ડિસેમ્બરના રોજ થવાની ધારણા છે.

લોટ સાઇઝ અને રોકાણની મર્યાદા

રોકાણકારો આ IPO માં ઓછામાં ઓછા 225 ઇક્વિટી શેર અને ત્યારબાદ 225 ના ગુણાંકમાં બિડ કરી શકશે. અપર પ્રાઇસ બેન્ડના હિસાબે 1 લોટ (225 શેર) માટે લઘુત્તમ 14,625 નું રોકાણ કરવું પડશે. જ્યારે મહત્તમ 13 લોટ (2,925 શેર) માટે 1,90,125 નું રોકાણ કરી શકાશે. કુલ પબ્લિક ઇશ્યૂનો 50 ટકા હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ, 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને બાકીનો 35 ટકા હિસ્સો સામાન્ય રિટેલ રોકાણકારો માટે અનામત રાખવામાં આવ્યો છે.

ભંડોળનો ઉપયોગ ક્યાં થશે?

આ IPO દ્વારા એકત્ર થનારી ચોખ્ખી રકમમાંથી 120 કરોડનો ઉપયોગ કંપની પોતાની વધતી વર્કિંગ કેપિટલ (કાર્યકારી મૂડી) ની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરશે. બાકી રહેલી રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. આ ઇશ્યૂ માટે હોલાની કન્સલ્ટન્ટ્સની મર્ચન્ટ બેન્કર તરીકે નિમણૂક કરવામાં આવી છે.

કંપનીનું નાણાકીય પ્રદર્શન

મોનોમાર્ક એન્જિનિયરિંગની નાણાકીય સ્થિતિ પર નજર કરીએ તો,,આ ત્રિમાસિક ગાળામાં કંપનીએ 142.31 કરોડની આવક પર 3.02 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. માર્ચ 2026ના રોજ પૂરા થયેલા વર્ષમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 42.2 ટકા વધીને 25.9 કરોડ પર પહોંચ્યો હતો, જ્યારે રેવેન્યુ 18.3 ટકાના વધારા સાથે 561.9 કરોડ નોંધાઈ હતી.

મોનોમાર્ક એન્જિનિયરિંગનો બિઝનેસ મોડલ ઔદ્યોગિક ગ્રોથ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સંકળાયેલો છે. કંપની સતત રેવેન્યુ અને નફામાં સારો ગ્રોથ દર્શાવી રહી છે. કોઈપણ IPO માં રોકાણ કરતાં પહેલાં કંપનીના ફંડામેન્ટલ્સ, સેક્ટરનો ગ્રોથ અને પોતાના નાણાકીય સલાહકારની મદદ ચોક્કસ લેવી જોઈએ.

આ પણ વાંચો-Hyundaiનો નિર્ણય શેરબજારને પસંદ ન આવ્યો, કારના ભાવ વધારવાની જાહેરાત બાદ ભારે તેજી વચ્ચે પણ શેર 2.5%થી વધુ તૂટ્યો

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2026 12:41 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.