Tata Sons IPO પર મોટો ટ્વિસ્ટ: શાપૂર મિસ્ત્રીએ PM મોદીને લખ્યા 2 પત્ર, RBI સાથે થઈ 16 બેઠકો, RTIમાં ચોંકાવનારો ખુલાસો | Moneycontrol Gujarati
Get App

Tata Sons IPO પર મોટો ટ્વિસ્ટ: શાપૂર મિસ્ત્રીએ PM મોદીને લખ્યા 2 પત્ર, RBI સાથે થઈ 16 બેઠકો, RTIમાં ચોંકાવનારો ખુલાસો

RTI ખુલાસો: શાપૂર મિસ્ત્રીએ Tata Sons લિસ્ટિંગ માટે PM મોદીને 2 પત્ર લખ્યા, ટાટા નેતૃત્વએ RBI સાથે 16 બેઠક કરી, 21000 કરોડ દેવું ચૂકવ્યું. જાણો IPO નું શું થશે.

અપડેટેડ 01:24:52 PM Nov 25, 2026 પર
Story continues below Advertisement
રિપોર્ટ મુજબ, શાપૂર મિસ્ત્રીએ ઓક્ટોબર 2025 અને જૂન 2026 માં PM મોદીને પત્ર લખીને Tata Sons ના લિસ્ટિંગ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.

Tata Sons IPO: Tata Sonsના IPO અને લિસ્ટિંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શાપૂરજી પલોનજી ગ્રુપના ચેરમેન શાપૂર મિસ્ત્રીએ Tata Sons ના લિસ્ટિંગ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે વાર પત્ર લખ્યો હતો. બીજી તરફ સપ્ટેમ્બર 2022 થી ઓક્ટોબર 2026 વચ્ચે ટાટા ગ્રુપના ટોચના અધિકારીઓએ RBI સાથે 16 વાર બેઠક કરી હતી. 25 નવેમ્બરે એક બિઝનેસ દૈનિકમાં છપાયેલા રિપોર્ટમાં RTI હેઠળ મળેલા દસ્તાવેજોના આધારે આ દાવો કરવામાં આવ્યો છે.

PM મોદીને ક્યારે લખ્યા પત્ર?

રિપોર્ટ મુજબ, શાપૂર મિસ્ત્રીએ ઓક્ટોબર 2025 અને જૂન 2026 માં PM મોદીને પત્ર લખીને Tata Sons ના લિસ્ટિંગ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. દેવાના બોજ હેઠળ દબાયેલા SP ગ્રુપનો Tata Sons માં 18 ટકાથી વધુ હિસ્સો છે. તેથી ગ્રુપ ઈચ્છે છે કે Tata Sons શેરબજારમાં લિસ્ટ થાય, જેથી તેના શેરની કિંમત ખુલે અને ગ્રુપને નાણાકીય રાહત મળે.


24 ઓક્ટોબર 2025 ના પત્રમાં ગંભીર આરોપ

24 ઓક્ટોબર 2025 ના રોજ લખેલા પત્રમાં શાપૂર મિસ્ત્રીએ Tata Trusts પર ગંભીર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, Tata Trusts સત્તા અને અંગત હિતો માટે Tata Sons ને 'બંધક' બનાવીને રાખ્યું છે.

રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે, બંને પત્રોને પછીથી નાણાકીય સેવા વિભાગ મારફતે RBI ને મોકલી દેવામાં આવ્યા હતા. જોકે, PMO એ મિસ્ત્રીને સીધો જવાબ આપ્યો હોય કે મુલાકાતનો સમય આપ્યો હોય, તેનો કોઈ પુરાવો મળ્યો નથી. આ ઘટનાક્રમની સ્વતંત્ર રીતે પુષ્ટિ પણ થઈ શકી નથી.

RBI સાથે કોણે કેટલી બેઠક કરી?

RTI ખુલાસાના આધારે રિપોર્ટમાં બેઠકોની વિગત પણ આપવામાં આવી છે,.

Tata Sons ના ચેરમેન N ચંદ્રશેખરને હાલના RBI ગવર્નર સંજય મલ્હોત્રા સાથે 1 વાર મુલાકાત કરી હતી.તેમના પુરોગામી શક્તિકાંત દાસ સાથે 9 વાર મુલાકાત કરી હતી. શક્તિકાંત દાસ હાલમાં વડાપ્રધાનના મુખ્ય સચિવ-2 છે.

Tata Trusts ના ચેરમેન નોએલ ટાટાએ પણ મલ્હોત્રા અને દાસ બંને સાથે મુલાકાત કરી હતી.કુલ મળીને સપ્ટેમ્બર 2022 થી ઓક્ટોબર 2026 વચ્ચે 16 બેઠકો થઈ હતી.

ફરજિયાત લિસ્ટિંગથી બચવા શું કર્યું?

Tata Sons ને સપ્ટેમ્બર 2022 માં અપર-લેયર NBFC તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. નિયમ મુજબ આ કેટેગરીની કંપનીએ નક્કી સમયમાં શેરબજારમાં લિસ્ટ થવું પડે છે.

ફરજિયાત લિસ્ટિંગથી બચવા માટે કંપનીએ મોટા પગલાં ભર્યા હતા.

21,000 કરોડ રૂપિયાથી વધુનું દેવું ચૂકવી દીધું

માર્ચ 2024 માં પોતાનું કોર ઇન્વેસ્ટમેન્ટ કંપની રજિસ્ટ્રેશન સરેન્ડર કરવા માટે અરજી કરી

કંપનીનો પ્રયાસ એ છે કે NBFC અપર-લેયરમાંથી બહાર નીકળીને લિસ્ટિંગની જરૂરિયાત ટાળી શકાય.

આ RTI ખુલાસા પછી Tata Sons IPO ની કહાનીમાં નવો વળાંક આવ્યો છે. એક તરફ 18 ટકા હિસ્સો ધરાવતું SP ગ્રુપ લિસ્ટિંગ ઈચ્છે છે, તો બીજી તરફ ટાટા મેનેજમેન્ટ દેવું ચૂકવીને અને CIC સરેન્ડર કરીને લિસ્ટિંગ ટાળવા માંગે છે. હવે RBI આ અંગે શું નિર્ણય લે છે, તેના પર જ દેશના સૌથી ચર્ચિત IPO નું ભવિષ્ય નક્કી થશે.

ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2026 1:24 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.