NTPC green Energy: NTPCની રિન્યુએબલ એનર્જી કંપની NTPC ગ્રીન એનર્જીએ બુધવારે પ્રાઇમરી પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) દ્વારા રુપિયા 10,000 કરોડ એકત્ર કરવા માટે મૂડી બજારના રેગ્યુલેટર સેબી પાસે પ્રાઇમરી ડોક્યુમેન્ટ્સ ફાઈલ કર્યા હતા. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં દાખલ કરાયેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર, પ્રાઇમરી શેર-વેચાણ સંપૂર્ણપણે ઈક્વિટી શેરનો નવો ઈશ્યુ છે અને તે વેચાણ માટે ઓફર (OFS) નથી. રિન્યુએબલ એનર્જી કંપનીએ જણાવ્યું હતું કે ઇશ્યૂમાંથી ઊભા કરાયેલા રુપિયા 7,500 કરોડનો ઉપયોગ તેની પેટાકંપની NTPC રિન્યુએબલ એનર્જી લિમિટેડ (NREL) ના બાકી દેવાની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી માટે કરવામાં આવશે, જ્યારે એક ભાગનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે.