ગણતરીના કલાકોમાં રિટેલ કોટા ફુલ, Hexagon Nutrition IPO માં રોકાણકારોનો ધસારો, GMP માં મોટો ઉછાળો
હેક્સાગોન ન્યુટ્રિશનનો IPO 5 જૂનથી રોકાણ માટે ખુલી ગયો છે. ગણતરીના કલાકોમાં જ રિટેલ કોટા ફુલ થઈ ગયો છે. જાણો પ્રાઇસ બેન્ડ, GMP અને બ્રોકરેજની સલાહ સહિતની સંપૂર્ણ માહિતી.
માર્કેટના મોટાભાગના એક્સપર્ટ આ IPO ને લઈને પોઝિટિવ છે. ન્યુટ્રિશન સેગમેન્ટમાં કંપનીની મજબૂત પકડ અને સારા ફાઇનાન્શિયલ રિપોર્ટને જોતા લાંબા ગાળે તે સારું વળતર આપી શકે છે.
ન્યુટ્રિશન અને વેલનેસ સેક્ટરની જાણીતી કંપની હેક્સાગોન ન્યુટ્રિશનનો ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ આજથી એટલે કે 5 જૂનથી રોકાણકારો માટે ખુલી ગયો છે. આ IPO 9 જૂન સુધી ખુલ્લો રહેશે. શેરબજારમાં આ કંપનીના IPO ને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગ્રે માર્કેટમાં પણ શેરની ડિમાન્ડ વધી છે અને મોટા બ્રોકરેજ હાઉસે પણ તેમાં રોકાણ કરવાની સલાહ આપી છે.
પહેલા જ દિવસે સબસ્ક્રિપ્શનનું શાનદાર સ્ટેટસ
IPO ખુલતાની સાથે જ રોકાણકારો, ખાસ કરીને રિટેલ રોકાણકારોએ જબરદસ્ત પ્રતિસાદ આપ્યો છે. બપોરે 1 વાગ્યા સુધીના આંકડા નીચે મુજબ છે,,,આ પબ્લિક ઇશ્યૂ અત્યાર સુધીમાં 0.83 ગણો ભરાયો છે. રિટેલ રોકાણકારોનો હિસ્સો પહેલા જ દિવસે 1.17 ગણો ભરાઈને સંપૂર્ણપણે ફુલ થઈ ગયો છે. નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો પણ 0.87 ગણો બુક થઈ ચૂક્યો છે.
Hexagon Nutrition IPO ની મહત્વની વિગતો
આ ઇશ્યૂ 5 જૂને ખુલ્યો છે અને 9 જૂન સુધી તેમાં રોકાણ કરી શકાશે. કંપનીએ શેરની કિંમત 42 થી 45 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે. કંપની આ IPO દ્વારા 139 કરોડ રૂપિયા એકઠા કરવાની તૈયારીમાં છે. આ સંપૂર્ણ ઇશ્યૂ ઓફર ફોર સેલ હેઠળ લાવવામાં આવ્યો છે. લોટ સાઇઝ: રોકાણકારોએ ઓછામાં ઓછા 1 લોટ માટે અરજી કરવી પડશે, જેના એક લોટમાં 333 શેર સામેલ છે. સફળ અરજદારોને શેરનું એલોટમેન્ટ 10 જૂને થવાની પૂરી શક્યતા છે. જ્યારે BSE અને NSE પર શેરનું લિસ્ટિંગ 12 જૂને થઈ શકે છે.
Kfin Technologies Ltd ને આ ઇશ્યૂના ઓફિશિયલ રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે.અપર પ્રાઇસ બેન્ડ પર આ IPO નાણાકીય વર્ષ 2025 ની કમાણીના આધારે 25.7x ના P/E મલ્ટિપલ પર વેલ્યુએડ છે. જ્યારે નાણાકીય વર્ષ 2026 ના શરૂઆતના 9 મહિનાની કમાણીના હિસાબે તેનું P/E 15.3x બેસે છે.
બ્રોકરેજ હાઉસની શું સલાહ છે? રોકાણ કરવું કે નહીં?
માર્કેટના મોટાભાગના એક્સપર્ટ આ IPO ને લઈને પોઝિટિવ છે. ન્યુટ્રિશન સેગમેન્ટમાં કંપનીની મજબૂત પકડ અને સારા ફાઇનાન્શિયલ રિપોર્ટને જોતા લાંબા ગાળે તે સારું વળતર આપી શકે છે. મીડિયમથી લોંગ-ટર્મ માટે આ ઇશ્યૂમાં SUBSCRIBE કરવાની સલાહ છે. હેલ્થ અવેરનેસ વધવાને કારણે કંપનીના પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધી રહી છે. નાણાકીય વર્ષ 2023 થી 2025 વચ્ચે કંપનીની આવક (8.0%), EBITDA (35.1%) અને નફા (104.6%) માં શાનદાર ગ્રોથ જોવા મળ્યો છે. આથી રોકાણકારોએ લાંબા ગાળા માટે આમાં જરૂર પૈસા લગાવવા જોઈએ.
આ ઉપરાંત બીકન કેપિટલ એડવાઇઝર્સ, સ્વાસ્તિકા ઇન્વેસ્ટમાર્ટ અને વેન્ચુરા સિક્યોરિટીઝે પણ આ ઇશ્યૂમાં રોકાણ કરવા માટે સબસ્ક્રાઇબ રેટિંગ આપ્યું છે.
ગ્રે માર્કેટ પ્રીમિયમમાં મોટી હલચલ
માર્કેટ એક્સપર્ટ્સના મતે, ગ્રે માર્કેટમાં હેક્સાગોન ન્યુટ્રિશનના અનલિસ્ટેડ શેરમાં ઘણો જમાવડો જોવા મળી રહ્યો છે. આજે આ શેર 10 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. આનો સીધો અર્થ એ છે કે જો અપર પ્રાઇસ બેન્ડ 45 રૂપિયા ગણીએ, તો શેરનું લિસ્ટિંગ 55 રૂપિયાની આસપાસ થઈ શકે છે. એટલે કે રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ 22% જેટલો નફો મળી શકે છે. શોર્ટ-ટર્મ લિસ્ટિંગ ગેઇન માટે આ એક અત્યંત પોઝિટિવ સંકેત માનવામાં આવે છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી બ્રોકરેજ ફર્મના રિપોર્ટ પર આધારિત છે. શેરબજારમાં રોકાણ જોખમોને આધીન હોય છે. કોઈપણ રોકાણનો નિર્ણય લેતા પહેલા, કૃપા કરીને સર્ટિફાઇડ નિષ્ણાત અથવા તમારા નાણાકીય સલાહકારની મદદ લો. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.