Shanti Inorganics Listing: IPO રોકાણકારોને લાગી લોટરી! 90% ના જંગી ઉછાળા સાથે શેરનું શાનદાર લિસ્ટિંગ | Moneycontrol Gujarati
Get App

Shanti Inorganics Listing: IPO રોકાણકારોને લાગી લોટરી! 90% ના જંગી ઉછાળા સાથે શેરનું શાનદાર લિસ્ટિંગ

Shanti Inorganicsનું NSE SME પર ધમાકેદાર લિસ્ટિંગ! 83 રૂપિયાનો શેર 90% ના જંગી પ્રીમિયમ સાથે 157.70 રૂપિયા પર લિસ્ટ થયો. જાણો કંપનીના ફંડામેન્ટલ્સ અને નવા પ્લાન વિશે.

અપડેટેડ 12:52:22 PM Sep 07, 2026 પર
Story continues below Advertisement
NSE SME પ્લેટફોર્મ પર કંપનીનો શેર સીધો 90 ટકાના તોતિંગ પ્રીમિયમ સાથે 157.70 રૂપિયા પર લિસ્ટ થયો છે. તમને જણાવી દઈએ કે કંપનીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ 83 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી.

Shanti Inorganics Listing: 7 સપ્ટેમ્બરના રોજ શેર બજારમાં Shanti Inorganicsનું લિસ્ટિંગ રોકાણકારો માટે સુપર ડુપર હિટ સાબિત થયું છે. જે રોકાણકારોને આ IPO લાગ્યો હતો, તેમની લિસ્ટિંગના દિવસે જ છપ્પરફાડ કમાણી થઈ છે. NSE SME પ્લેટફોર્મ પર કંપનીનો શેર સીધો 90 ટકાના તોતિંગ પ્રીમિયમ સાથે 157.70 રૂપિયા પર લિસ્ટ થયો છે. તમને જણાવી દઈએ કે કંપનીએ તેના IPOની પ્રાઇસ બેન્ડ 83 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી હતી.

IPOને મળ્યો હતો જબરદસ્ત પ્રતિસાદ

રોકાણકારોમાં આ IPOને લઈને પહેલા દિવસથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 47.24 કરોડ રૂપિયાનો આ ઇશ્યૂ કુલ 142.17 ગણો ભરાયો હતો. કેટેગરી મુજબ જોઈએ તો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) માટે રિઝર્વ રાખવામાં આવેલો હિસ્સો 130.97 ગણો, નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) નો હિસ્સો 195.53 ગણો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 125.72 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. હાલ સ્ટોક 98.91 ટકાના ગેઇન સાથે સ્ટોક 166 રુપિયા પર થઈ રહ્યો છે ટ્રેડ.

શું કામ કરે છે કંપની?

Shanti Inorganics Limited મુખ્યત્વે સલ્ફર-બેસ્ડ ઇનઓર્ગેનિક કેમિકલ બનાવવાનું અને તેનું વેચાણ કરવાનું કામ કરે છે. કંપનીના મુખ્ય ઉત્પાદનોમાં સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ, સોડિયમ સલ્ફાઇટ પાવડર, એમોનિયમ બાઇસલ્ફાઇટ સોલ્યુશન અને સોડિયમ બાઇસલ્ફાઇટ પાવડર/સોલ્યુશનનો સમાવેશ થાય છે. આ કેમિકલ્સનો ઉપયોગ ઓઇલ ડ્રિલિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ફૂડ અને બેવરેજ, પલ્પ અને પેપર તેમજ વોટર ટ્રીટમેન્ટ જેવા ઉદ્યોગોમાં પ્રિઝર્વેટિવ અને રિડ્યુસિંગ એજન્ટ તરીકે મોટા પાયે થાય છે. કંપની માત્ર ઘરેલુ બજારમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાના પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે.


કેવી છે કંપનીની આર્થિક સ્થિતિ?

IPO લાવતા પહેલા જ કંપનીએ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી 13.44 કરોડ રૂપિયા ઊભા કરી લીધા હતા. કંપનીની નાણાકીય સ્થિતિ ખૂબ જ મજબૂત દેખાઈ રહી છે. લેટેસ્ટ ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 માં કંપનીની આવક 25 ટકા વધીને 72.93 કરોડ રૂપિયા નોંધાઈ છે. આ સાથે ચોખ્ખા નફામાં પણ 28 ટકાનો વધારો થયો છે અને તે 10.22 કરોડ રૂપિયા રહ્યો છે. એપ્રિલ-મે 2026 ના સમયગાળા દરમિયાન પણ કંપનીએ શાનદાર પ્રદર્શન કરતા 16.10 કરોડ રૂપિયાની આવક અને 2.50 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે.

ફંડનો ઉપયોગ ક્યાં થશે?

આ પબ્લિક ઇશ્યૂ દ્વારા ભેગી થયેલી રકમનો મોટો હિસ્સો ગુજરાતમાં જ રોકવામાં આવશે. કંપની અમદાવાદમાં એક નવો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ નવા પ્લાન્ટમાં ખાસ કરીને સોડિયમ મેટા-બાઇસલ્ફાઇટ, સોડિયમ બાઇસલ્ફાઇટ પાવડર અને એમોનિયમ બાઇસલ્ફાઇટનું ઉત્પાદન કરવામાં આવશે, જેથી ભવિષ્યની માંગને પહોંચી વળાય.

આ પણ વાંચો- SEBI New ETF Rules: ETF રોકાણકારો માટે મોટા સમાચાર! જાણો સેબીના આ 3 નવા નિયમોની તમારા પર શું અસર થશે

ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. શેર બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ શેરમાં પૈસા લગાવતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેવી. કોઈપણ રોકાણ માટે આ પ્લેટફોર્મ સીધી સલાહ આપતું નથી.

MoneyControl News

MoneyControl News

First Published: Sep 07, 2026 12:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.