Upcoming IPOs: શેરબજારમાં કમાણીની શાનદાર તક! આ અઠવાડિયે ખુલશે 12 નવા મેઇનબોર્ડ IPO, 7100 કરોડથી વધુ એકઠા કરવાની તૈયારી
Upcoming IPOs: શેરબજારના રોકાણકારો માટે 7 સપ્ટેમ્બરથી શરૂ થતું સપ્તાહ બ્લોકબસ્ટર રહેશે. રેટોમોજો અને કનોહર ઇલેક્ટ્રિકલ્સ સહિત 12 નવા મેઇનબોર્ડ IPO ખુલવા જઈ રહ્યા છે. જાણો પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગ ડેટ.
12 મોટી કંપનીઓ માર્કેટમાંથી કુલ 7100 કરોડથી વધુનું ફંડ એકઠું કરવાનો પ્રયાસ કરશે. આ લિસ્ટમાં રેટોમોજો (Rentomojo), કનોહર ઇલેક્ટ્રિકલ્સ અને કરમતારા એન્જિનિયરિંગ જેવા મોટા નામ સામેલ છે.
Upcoming IPOs: જો તમે શેરબજારમાં રોકાણ કરીને સારી કમાણી કરવા માંગો છો, તો આ અઠવાડિયું તમારા માટે ખૂબ જ ખાસ રહેવાનું છે. 7 સપ્ટેમ્બરથી શરૂ થતું નવું સપ્તાહ IPO માર્કેટ માટે 'બ્લોકબસ્ટર' સાબિત થવાનું છે. આ નવા અઠવાડિયામાં કુલ 16 પબ્લિક ઇશ્યૂ ખુલવા જઈ રહ્યા છે, જેમાંથી 12 ઇશ્યૂ મેઇનબોર્ડ સેગમેન્ટના છે.
આ 12 મોટી કંપનીઓ માર્કેટમાંથી કુલ 7100 કરોડથી વધુનું ફંડ એકઠું કરવાનો પ્રયાસ કરશે. આ લિસ્ટમાં રેટોમોજો, કનોહર ઇલેક્ટ્રિકલ્સ અને કરમતારા એન્જિનિયરિંગ જેવા મોટા નામ સામેલ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, માત્ર 9 સપ્ટેમ્બરના રોજ એકસાથે 6 નવા મેઇનબોર્ડ IPO ખુલવાના છે. ચાલો આ તમામ 12 IPO ની વિગતો પર નજર કરીએ.
આ અઠવાડિયે આવનારા 12 મેઇનબોર્ડ IPO ની સંપૂર્ણ યાદી:
Pranav Constructions IPO: આ 351.03 કરોડનો ઇશ્યૂ 7 સપ્ટેમ્બરે ખુલશે અને 9 સપ્ટેમ્બરે બંધ થશે. તેની પ્રાઇસ બેન્ડ 118 થી 124 નક્કી કરાઈ છે. એક લોટમાં 120 શેર હશે અને તેનું લિસ્ટિંગ 15 સપ્ટેમ્બરે NSE અને BSE પર થશે.
Kanohar Electricals IPO: કંપની 1,055.74 કરોડ એકઠા કરવા માંગે છે. આ ઇશ્યૂ 8 થી 10 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. પ્રાઇસ બેન્ડ 601 થી 632 છે અને લોટ સાઇઝ 23 શેરની છે. લિસ્ટિંગ 16 સપ્ટેમ્બરે થવાની આશા છે.
Glass Wall Systems IPO: 427.89 કરોડના આ IPO માં 8 થી 10 સપ્ટેમ્બર વચ્ચે રોકાણ કરી શકાશે. પ્રાઇસ બેન્ડ 172 થી 182 છે અને એક લોટમાં 82 શેર મળશે. શેરનું લિસ્ટિંગ 16 સપ્ટેમ્બરે થઈ શકે છે.
Prasol Chemicals IPO: 500 કરોડનો આ ઇશ્યૂ પણ 8 સપ્ટેમ્બરે ખુલીને 10 સપ્ટેમ્બરે બંધ થશે. રોકાણકારો 643 થી 676 ની પ્રાઇસ બેન્ડ પર બોલી લગાવી શકશે. લોટ સાઇઝ 22 શેરની છે.
Rentomojo IPO: આ અઠવાડિયાનો સૌથી મોટો IPO! 1,255.57 કરોડનો આ ઇશ્યૂ 9 સપ્ટેમ્બરે ખુલશે અને 11 સપ્ટેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 384 થી 404 છે. 37 શેરનો એક લોટ રહેશે અને 17 સપ્ટેમ્બરે બજારમાં એન્ટ્રી કરશે.
Manipal Payment & Identity Solutions IPO: 805 કરોડના આ પબ્લિક ઇશ્યૂમાં 9 થી 11 સપ્ટેમ્બર વચ્ચે બોલી લગાવી શકાશે. પ્રાઇસ બેન્ડ 322 થી 339 છે અને લોટ સાઇઝ 44 શેરની છે. લિસ્ટિંગ 17 સપ્ટેમ્બરે થશે.
LCC Projects IPO: 427.14 કરોડની સાઇઝ ધરાવતો આ IPO 9 સપ્ટેમ્બરે ખુલશે. પ્રાઇસ બેન્ડ 139 થી 146 છે અને લોટ સાઇઝ 102 શેરની છે. આ શેર 17 સપ્ટેમ્બરે લિસ્ટ થશે.
Asset Reconstruction Company IPO: આ કંપની 732.97 કરોડ માટે બજારમાં ઉતરી રહી છે. ઇશ્યૂ 9 થી 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. પ્રાઇસ બેન્ડ 132 થી 139 અને લોટ સાઇઝ 107 શેરની છે.
Steamhouse IPO: 414 કરોડનો આ ઇશ્યૂ 9 થી 11 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. જોકે, તેની પ્રાઇસ બેન્ડ હજુ ફાઈનલ થઈ નથી. શેરનું લિસ્ટિંગ 17 સપ્ટેમ્બરે થશે.
Karamtara Engineering IPO: 875 કરોડનો આ IPO પણ 9 થી 11 સપ્ટેમ્બર વચ્ચે આવશે. રોકાણકારો 241 થી 254 ના ભાવે 59 શેરના લોટમાં રોકાણ કરી શકશે.
Veegaland Developers IPO: 210 કરોડનો આ ઇશ્યૂ 10 સપ્ટેમ્બરે ખુલીને 15 સપ્ટેમ્બરે બંધ થશે. પ્રાઇસ બેન્ડ 130 થી 140 છે અને લોટ સાઇઝ 107 શેર છે. લિસ્ટિંગ 18 સપ્ટેમ્બરે થશે.
Manika Plastech IPO: આ ઇશ્યૂ 11 સપ્ટેમ્બરે ખુલીને 16 સપ્ટેમ્બરે બંધ થશે. આ દ્વારા 92.50 કરોડના નવા શેર બહાર પડાશે. તેની પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝ નક્કી થવાની બાકી છે. લિસ્ટિંગ 21 સપ્ટેમ્બરે થઈ શકે છે.
માર્કેટમાં 3 નવી કંપનીઓનું થશે લિસ્ટિંગ
આ જ સપ્તાહમાં શેરબજારમાં 9 કંપનીઓના શેર લિસ્ટ પણ થવાના છે, જેમાંથી 3 મેઇનબોર્ડની છે. 7 સપ્ટેમ્બરે 'Purple Style Labs' નું લિસ્ટિંગ થશે. ત્યારબાદ 8 સપ્ટેમ્બરના રોજ 'Deepa Jewellers' અને 'Rays of Belief' ના શેર માર્કેટમાં ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર એજ્યુકેશન અને ન્યૂઝ અપડેટના હેતુથી આપવામાં આવી છે. શેરબજારમાં રોકાણ કરવું એ બજારના જોખમોને આધીન છે. કોઈપણ IPO કે શેરમાં પૈસા લગાવતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્સિયલ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો. અમારી તરફથી ક્યારેય કોઈને સીધું રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.