Domestic air traffic: જાન્યુઆરીમાં ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં આવ્યો ઉછાળો, આ એરલાઇનનો બજાર હિસ્સો સૌથી વધુ | Moneycontrol Gujarati
Get App

Domestic air traffic: જાન્યુઆરીમાં ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં આવ્યો ઉછાળો, આ એરલાઇનનો બજાર હિસ્સો સૌથી વધુ

એરલાઈન્સે જાન્યુઆરીમાં રિટર્ન અને સુવિધાઓ માટે રુપિયા 46.46 લાખ ચૂકવવા પડ્યા હતા. ફ્લાઇટ વિલંબને કારણે 1,78,934 મુસાફરોને અસર થઈ હતી અને એરલાઇન્સે સુવિધા માટે રુપિયા 2.38 કરોડ ચૂકવ્યા હતા.

અપડેટેડ 10:52:02 AM Feb 28, 2025 પર
Story continues below Advertisement
જાન્યુઆરીમાં ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા

Domestic air traffic: જાન્યુઆરીમાં ભારતનો ડોમેસ્ટિક એર ટ્રાફિક ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 11.28 ટકા વધીને 1.46 કરોડ થયો છે. તેનો અર્થ એ કે ડોમેસ્ટિક હવાઈ મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે. પીટીઆઈના સમાચાર અનુસાર, ગુરુવારે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, ગયા મહિને ઇન્ડિગોનો બજાર હિસ્સો વધીને 65.2 ટકા થયો હતો જ્યારે એર ઇન્ડિયા ગ્રુપનો હિસ્સો ઘટીને 25.7 ટકા થયો હતો. આકાશ એર અને સ્પાઈસ જેટનો બજાર હિસ્સો અનુક્રમે 4.7 ટકા અને 3.2 ટકા વધ્યો છે.

જાન્યુઆરીમાં ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા

સમાચાર અનુસાર, ઉડ્ડયન નિયમનકાર DGCAએ જણાવ્યું હતું કે જાન્યુઆરી 2025 દરમિયાન ડોમેસ્ટિક એરલાઇન્સ દ્વારા મુસાફરી કરાયેલા મુસાફરોની સંખ્યા 146.11 લાખ હતી, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં આ સંખ્યા 131.30 લાખ હતી. આમ, વાર્ષિક ગ્રોથ 11.28 ટકા અને મંથલિ ગ્રોથ 11.28 ટકા નોંધાઈ હતી. ગયા મહિને શિડ્યુલ્ડ ડોમેસ્ટિક એરલાઇન્સનો કુલ કેન્સલેશન રેટ 1.62 ટકા હતો. ફ્લાય બિગનો એકંદર કેન્સલેશન રેટ સૌથી વધુ 17.74 ટકા હતો, ત્યારબાદ ફ્લાય91 (5.09 ટકા) અને એલાયન્સ એર (4.35 ટકા)નો ક્રમ આવે છે.

ઓનટાઇમ પર્ફોમન્સમાં કોણ મોખરે?

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જાહેર કરાયેલા ડેટા દર્શાવે છે કે ઇન્ડિગોએ જાન્યુઆરીમાં સૌથી વધુ 75.5 ટકા ઓન-ટાઇમ કામગીરી નોંધાવી હતી, જ્યારે અકાસા એરનો 71.5 ટકાનો દેખાવ હતો. એર ઇન્ડિયા ગ્રુપનું ઓન-ટાઇમ પર્ફોમન્સ 69.8 ટકા, એલાયન્સ એરનું 57.6 ટકા અને સ્પાઇસજેટનું 54.8 ટકા હતું. છ મેટ્રો એરપોર્ટ - બેંગ્લોર, દિલ્હી, હૈદરાબાદ, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા માટે સમયસર કામગીરીની ગણતરી કરવામાં આવે છે. જાન્યુઆરીમાં, ફ્લાઇટ રદ થવાથી 41,119 મુસાફરો પ્રભાવિત થયા હતા.


એરલાઈન્સે રિટર્ન અને સુવિધાઓ માટે 46.46 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ફ્લાઈટ્સમાં વિલંબથી 1,78,934 મુસાફરોને અસર થઈ હતી અને એરલાઈન્સે સુવિધા માટે રુપિયા 2.38 કરોડ ચૂકવ્યા હતા. આવનારા સમયમાં, ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર ખૂબ જ ઝડપથી વિકાસ પામશે. એરલાઇને ઘણા નવા વિમાનોનો ઓર્ડર આપ્યો છે.

આ પણ વાંચો - અમેરિકાના નવા નાગરિકતા કાયદામાં ભારતને શું મળશે છૂટ, ટ્રમ્પે પોતે આ પ્લાન વિશે જણાવ્યું

MoneyControl News

MoneyControl News

First Published: Feb 28, 2025 10:52 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.