આ ઓર્ડર અનુસાર, ટેરિફ છૂટ એવી વસ્તુઓ પર મળશે જે અમેરિકામાં ઉત્પન્ન, ખનન અથવા પૂરતા પ્રમાણમાં ઉગાડી શકાતી નથી.
Donald Trump tariff relief: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મહત્વનો એગ્ઝિક્યુટિવ ઓર્ડર જારી કર્યો, જેમાં અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનાર દેશોને 45થી વધુ કેટેગરીમાં ટેરિફ છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ છૂટ સોમવાર, 8 સપ્ટેમ્બર 2025થી સવારે 12:01 વાગ્યે (EDT) લાગુ થશે. આ નિર્ણયથી ઔદ્યોગિક નિકાસ, ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ જેવી વસ્તુઓ પર ટેરિફ ઘટાડો થશે.
ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પ્રથમ સાત મહિનામાં ગ્લોબલ ટ્રેડ સિસ્ટમને ફરીથી આકાર આપવા માટે ઘણા દેશો પર ભારે ટેરિફ લગાવ્યા હતા. તેમનો દાવો છે કે આનાથી અમેરિકાનું ટ્રેડ ડેફિસિટ ઘટશે અને અમેરિકન પ્રોડક્ટ્સ માટે વૈશ્વિક બજારમાં વધુ તકો ખુલશે. જોકે, હવે તેમનો નવો ઓર્ડર "રેસિપ્રોકલ" ટ્રેડ ડીલ કરનાર દેશોને ખાસ રાહત આપે છે.
કઈ વસ્તુઓને મળશે છૂટ?
આ ઓર્ડર અનુસાર, ટેરિફ છૂટ એવી વસ્તુઓ પર મળશે જે અમેરિકામાં ઉત્પન્ન, ખનન અથવા પૂરતા પ્રમાણમાં ઉગાડી શકાતી નથી. આમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે:
નિકલ અને ગ્રેફાઈટ:સ્ટેનલેસ સ્ટીલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ બેટરી માટે જરૂરી.
ગોલ્ડ: સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાંથી આયાત થતા ગોલ્ડ પર હાલ 39% ટેરિફ લાગે છે, જે હવે ઘટશે.
ફાર્માસ્યુટિકલ્સ:લિડોકેન અને ડાયગ્નોસ્ટિક રીએજન્ટ્સ જેવા નોન-પેટન્ટેડ કમ્પાઉન્ડ્સ.
એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ અને એરક્રાફ્ટ પાર્ટ્સ:આ પણ છૂટના દાયરામાં છે.
શું છે ટ્રમ્પનું લક્ષ્ય?
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું કે આ ઓર્ડર જાપાન અને યુરોપિયન યુનિયન જેવા સહયોગી દેશો સાથેના હાલના ટ્રેડ એગ્રીમેન્ટ્સને અનુરૂપ છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ટેરિફમાં રાહત આપવાનો નિર્ણય ટ્રેડ ડીલના આર્થિક મૂલ્ય અને અમેરિકાના રાષ્ટ્રીય હિતો પર આધારિત હશે. આ નિર્ણયથી યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ, કોમર્સ ડિપાર્ટમેન્ટ અને કસ્ટમ્સને નવા ઓર્ડર વિના ટેરિફ હટાવવાની સત્તા મળશે.
અમેરિકન ટ્રેડ સિસ્ટમ પર અસર
ટ્રમ્પની ટેરિફ નીતિઓએ અમેરિકામાં નવું રોકાણ આકર્ષ્યું છે, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં. આ નવો ઓર્ડર અમેરિકન ટ્રેડ ડેફિસિટ ઘટાડવા અને સહયોગી દેશો સાથે વેપાર સંબંધોને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે.