Gen Alphaનો ડિજિટલ જુગાડ! ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા બેન નિષ્ફળ, બાળકોએ VPNથી શોધ્યો નવો રસ્તો | Moneycontrol Gujarati
Get App

Gen Alphaનો ડિજિટલ જુગાડ! ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા બેન નિષ્ફળ, બાળકોએ VPNથી શોધ્યો નવો રસ્તો

Australia social media ban: ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો પરનો સોશિયલ મીડિયા બેન નિષ્ફળ રહ્યો છે. Gen Alpha બાળકો VPN અને ખોટી ઉંમર દર્શાવીને ટિકટોક-ઇન્સ્ટાગ્રામ વાપરી રહ્યા છે.

અપડેટેડ 01:13:20 PM Aug 26, 2026 પર
Story continues below Advertisement
જ્યારથી ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બર મહિનાથી આ પ્રતિબંધ લાગુ થયો, ત્યારથી શરૂઆતના દિવસોમાં બાળકોનો સોશિયલ મીડિયાનો વપરાશ થોડો ઘટ્યો હતો.

Australia social media ban: ઓસ્ટ્રેલિયા સરકારે બાળકોને ઓનલાઈન બુલિંગ અને ખરાબ અલ્ગોરિધમથી બચાવવા માટે 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે દુનિયાનો સૌથી કડક સોશિયલ મીડિયા બેન લાગુ કર્યો હતો. પરંતુ આજની સ્માર્ટ ‘Gen Alpha' પેઢી સામે સરકારના આ નિયમો ઘૂંટણિયે પડી ગયા છે. લેટેસ્ટ રિપોર્ટ દર્શાવે છે કે બાળકોએ કાયદાની પરવા કર્યા વગર ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને સ્નેપચેટ વાપરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે અને સરકારના હેતુ પર પાણી ફેરવી દીધું છે.

શરૂઆતમાં ડર જોવા મળ્યો, પણ હવે ફરી જૂની સ્થિતિ

જ્યારથી ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બર મહિનાથી આ પ્રતિબંધ લાગુ થયો, ત્યારથી શરૂઆતના દિવસોમાં બાળકોનો સોશિયલ મીડિયાનો વપરાશ થોડો ઘટ્યો હતો. પરંતુ 25 ઓગસ્ટના રોજ પેરેન્ટલ કંટ્રોલ સોફ્ટવેર કંપની 'ક્યુસ્ટોડિયો'ના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ, 10થી 15 વર્ષના બાળકોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ ફરીથી બેન પહેલાં હતો તેટલો જ થઈ ગયો છે.

ચોંકાવનારા આંકડા શું કહે છે?

13થી 15 વર્ષના આશરે 25.9% બાળકો આજે પણ ટિકટોકનો બેધડક ઉપયોગ કરી રહ્યા છે. પ્રતિબંધ પહેલા કરતા આ આંકડામાં માત્ર 1% નો જ નજીવો ઘટાડો નોંધાયો છે. 10થી 12 વર્ષના નાના બાળકોના કિસ્સામાં તો આ ઘટાડો માત્ર 0.06% જેટલો જ છે, જે દર્શાવે છે કે કાયદાની કોઈ અસર થઈ નથી.


બાળકો કેવી રીતે કાયદો તોડી રહ્યા છે?

સાયબર સેફ્ટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બાળકોએ આ પ્લેટફોર્મ્સ વાપરવા માટે ડિજિટલ રસ્તાઓ શોધી લીધા છે:

VPNનો ઉપયોગ: બાળકો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એટલે કે VPN વાપરીને પોતાનું લોકેશન બદલી નાખે છે, જેથી કાયદાની પકડમાં ન આવે.

ખોટી ઉંમર: એકાઉન્ટ બનાવતી વખતે પ્રોફાઇલમાં પોતાની ઉંમર જાણીજોઈને 16 વર્ષથી વધુ બતાવી દે છે.

વોટ્સએપનો વધતો ક્રેઝ: કાયદામાં મેસેજિંગ એપ વોટ્સએપને પ્રતિબંધમાંથી બહાર રાખવામાં આવી છે, તેથી હવે બાળકો તેનો પણ મોટા પાયે ઉપયોગ કરી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન રિસર્ચર્સની ટીમે પોતાના રિસર્ચના આધારે સ્પષ્ટ કર્યું છે કે, સરકારનો હેતુ ભલે ગમે તેટલો સારો હતો, પરંતુ આ બેનને કારણે બાળકો ખરેખર સોશિયલ મીડિયાથી દૂર થયા હોય તેવો કોઈ જ નક્કર પુરાવો મળ્યો નથી. Gen Alpha બાળકો ટેક્નોલોજીમાં એટલા એડવાન્સ છે કે તેઓ સરકારી નિયમોને સરળતાથી બાયપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો- પર્પલ સ્ટાઇલ લેબ્સ IPO: 31 ઓગસ્ટથી ખુલશે 680 કરોડનો મેગા IPO, રોકાણ કરતા પહેલા જાણો તમામ વિગતો

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2026 1:13 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.