કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ 680 કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી મળતી રકમનો ઉપયોગ મુખ્યત્વે બિઝનેસ વધારવા અને માર્કેટિંગ માટે કરવામાં આવશે
Upcoming IPO: જો તમે શેરબજારમાં નવા IPO માં રોકાણ કરીને કમાણી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. લક્ઝરી ફેશન પ્લેટફોર્મ 'પર્નિયાઝ પોપ-અપ શોપ' (Pernia's Pop-Up Shop) ની પેરેન્ટ કંપની પર્પલ સ્ટાઇલ લેબ્સ પોતાનો IPO લાવી રહી છે. આ કંપનીમાં શેરબજારના દિગ્ગજ રોકાણકારો મધુસૂદન કેલા, આકાશ ભંસાલી અને મુકુલ મહાવીર અગ્રવાલે પણ પૈસા લગાવેલા છે, જેના કારણે આ IPO ચર્ચાનો વિષય બન્યો છે.
ચાલો જાણીએ આ અપકમિંગ IPO સાથે જોડાયેલી તમામ મહત્વની વિગતો, જેથી તમે રોકાણ અંગે યોગ્ય નિર્ણય લઈ શકો.
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ 680 કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી મળતી રકમનો ઉપયોગ મુખ્યત્વે બિઝનેસ વધારવા અને માર્કેટિંગ માટે કરવામાં આવશે:
371.1 કરોડ: આ રકમ સબસિડિયરી કંપની PSL રિટેલમાં રોકવામાં આવશે. જેનો ઉપયોગ ભારતમાં આવેલા એક્સપિરિયન્સ સેન્ટર્સ અને બેક-એન્ડ ઓફિસોના ભાડા ચૂકવવા માટે થશે.
138.9 કરોડ: આ રકમનો ઉપયોગ કંપનીના સેલ્સ અને માર્કેટિંગને વધુ મજબૂત કરવા માટે થશે.
બાકી વધેલી રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે વાપરવામાં આવશે.
કંપનીનો બિઝનેસ અને દિગ્ગજોનું રોકાણ
પર્પલ સ્ટાઇલ લેબ્સ ભારતમાં લક્ઝરી ફેશન, ખાસ કરીને વેડિંગ અને ઓકેઝન વેર માટેનું મોટું પ્લેટફોર્મ ચલાવે છે. હાલમાં દેશભરમાં કંપનીના 12 એક્સપિરિયન્સ સેન્ટર્સ અને 2 બેક-એન્ડ ઓફિસ કાર્યરત છે. આ કંપનીમાં શેરબજારના મોટા ખેલાડીઓનું રોકાણ છે, જેની વિગત નીચે મુજબ છે:
આકાશ ભંસાલી (Volrado Venture Partners Fund II): 2.41% હિસ્સેદારી
મધુસૂદન કેલા (Singularity AMC): 1.60% હિસ્સેદારી
મુકુલ મહાવીર અગ્રવાલ: 1.18% હિસ્સેદારી
કંપનીની નાણાકીય સ્થિતિ કેવી છે?
કોઈપણ IPO માં રોકાણ કરતા પહેલા કંપનીના ચોપડા જોવા ખૂબ જરૂરી છે. પર્પલ સ્ટાઇલ લેબ્સની આવક ભલે વધી હોય, પરંતુ કંપની સતત ખોટ કરી રહી છે. નાણાકીય વર્ષ 2026 ના આંકડા મુજબ, કંપનીની કુલ ખોટ વધીને 285.3 કરોડ થઈ ગઈ છે, જે નાણાકીય વર્ષ 2025માં 188.3 કરોડ હતી. જોકે, આ જ સમયગાળામાં કંપનીની આવક 13.9% વધીને 557.8 કરોડ નોંધાઈ છે, જે વર્ષ 2025 માં 2.9% ઘટીને 489.9 કરોડ રહી હતી.
પર્પલ સ્ટાઇલ લેબ્સનું બ્રાન્ડ નેમ મોટું છે અને તેમાં દિગ્ગજ રોકાણકારોનો સાથ છે, જે તેને આકર્ષક બનાવે છે. પરંતુ સામે પક્ષે કંપનીની વધતી ખોટ રિટેલ રોકાણકારો માટે ચિંતાનું કારણ બની શકે છે. આ IPO માટે એક્સિસ કેપિટલ અને IIFL કેપિટલ સર્વિસીસ બુક રનિંગ લીડ મેનેજર્સ તરીકે કામ કરી રહ્યા છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર એજ્યુકેશન અને ન્યૂઝ પર્પસ માટે છે. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈપણ IPO અથવા શેરમાં પૈસા લગાવતા પહેલા તમારા સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લો.)